________________
સાતસો મહાનીતિ
જી.” (બો.૩ પૃ.૭૩૨)
“અનંત કાળથી જીવને જન્મમરણ, જન્મમરણ થયા કરે છે તેનું કારણ અણસમજણ અને કષાયભાવ છેછે. તે દોષોને દોષોરૂપ જાણી તેથી સદાયને માટે છૂટવાની ભાવના સગુરુયોગે જાગે છેજી. થર્મને નામે અનેક ઉપવાસ આદિ ક્રિયા કરવા જીવ દોડે છે પણ કષાય ઘટાડી સગુરુની શિખામણ પ્રમાણે સમજણ કરવાનું જીવે કર્યું નથી.” (બો.૩ પૃ.૪૨૫)
“કષાય પરિણતિ વિષે જણાવ્યું તેવા પ્રસંગે બહુ ચેતવા જેવું છે'. ડુંગળી ખાય તો તેના ઓડકાર તેવા જ આવે, રોક્યા રોકાય નહી, ગંધાય, ગમે નહીં, બીજાને પણ અપ્રિયતા ઊપજાવે અને પોતાને પણ પસ્તાવો, ક્લેશ કરાવે; તેમ કષાયને હૃદયમાં અલ્પ સ્થાન આપ્યું તો તે ઘર્મ, દાન, તપ વેળા પણ બધું બગાડી નાખી પોતાની સત્તા અંતઃકરણ ઉપર જમાવે એવો એનો સ્વભાવ છે, માટે મહાભયંકર વિષ સમાન સમજી કષાયના પ્રસંગો કુટુંબીઓને કારણે, ઘનને કારણે કે દેહાદિની સગવડને કારણે પણ ઊભા ન કરવા, ઊભા થતા હોય તો પોતે તેમાં તણાવું નહીં, બને તો શાંત કરવા. ગમે તેવો ઘનનો, માનનો કે હઠનો ભોગ આપીને, ન છાજે તેવી દીનતા કરીને, પગે લાગીને પણ તેથી દૂર રહેવા યોગ્ય છેy.” (બો.૩ પૃ.૪૧૬)
આમ કષાય ભાવોને ઘટાડતાં તેનું સાવ નિર્મળપણું કરું પણ નવીન કષાયભાવોને ઘારણ કરું નહીં. ૨૪૪. બંઘન રાખું નહીં.
બંઘન રાખું નહીં અર્થાત્ કર્મ બંધન રાખું નહીં. કર્મના બંઘન ન રાખવા હોય તો તેના કારણોનો છેદ કરું. કર્મબંધનના કારણ રાગ, દ્વેષ અને અજ્ઞાન છે. “રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ” અથવા મિથ્યાત્વ, અવિરત, પ્રમાદ, કષાય અને યોગ છે. તેના કુલ ૫૭ ભેદ અથવા આશ્રવના દ્વાર છે. તેના વિષે “આત્મસિદ્ધિમાં જણાવે છે –
“જે જે કારણ બંઘના, તેહ બંઘનો પંથ;
તે કારણ છેદક દશા, મોક્ષપંથ ભગવંત.” ૯૯ અર્થ – “જે જે કારણો કર્મબંધના છે, તે તે કર્મબંઘનો માર્ગ છે; અને તે તે કારણોને છેદે એવી જે દશા છે તે મોક્ષનો માર્ગ છે, ભવનો અંત છે.” (૯૯)
ભાવાર્થ – “કર્મ બંઘાય એ રીતે વર્તવું તે બંઘ એટલે સંસાર પરિભ્રમણનો માર્ગ છે. આશ્રવના પ૭ વાર કહ્યાં છે તે બઘાં કર્મબંધનાં કારણ છે, તેમાં પ મિથ્યાત્વ, ૧૨ અવિરતિ, ૨૫ કષાય, ૧૫ યોગ આવે છે. આ પ૭ કારણોને રોકીને પ્રમાદરહિતપણે આત્મસ્વરૂપમાં વર્તે એવી જે દશા તે જ સંવર અથવા મોક્ષનો માર્ગ છે. અને મોક્ષમાર્ગમાં વર્તે ત્યાં સંસારનો ક્ષય થાય છે.” (૯૯)
“શ્રીમદ રાજચંદ્રમાંથી - “લોકસંબંધી બંધન, સ્વજનકુટુંબ બંધન, દેહાભિમાનરૂપ બંધન, સંકલ્પવિકલ્પરૂપ બંધન. એ બંઘન ટાળવાનો સર્વોત્તમ ઉપાય જે કંઈ છે તે આ ઉપરથી તમે વિચારો. અને એ વિચારતાં અમને જે કંઈ યોગ્ય લાગે તે પૂછજો.” (વ.પૃ.૨૬૦)
“સર્વ સંબંઘનું બંઘન તીક્ષ્ણ છેદને, વચરશું કવ મહત્પરુષને પંથ જો? અપૂર્વ અવસર એવો ક્યારે આવશે.” (વ.પૃ.૫૬૪)
૧૫૫.