________________
સાતસો મહાનીતિ
-
બાહુબલિજીનું દૃષ્ટાંત – ઋષભદેવ ભગવાન પોતાના પુત્ર ભરત અને બાહુબલિને રાજ સોંપી સર્વસંગ પરિત્યાગી થયા. ભરતેશ્વર ચક્રવર્તી થયા. છ ખંડમાં પોતાની આણ મનાવી. બાહુબલિએ એ આણ અંગીકાર ન કરી. બન્ને વચ્ચે યુદ્ધ મંડાયું. ભરતે બાહુબલિ ઉપર ચક્ર મૂક્યું. આ જોઈ બાહુબલિએ ભરતેશ્વર પર મહા બલવત્તર મુષ્ટિ ઉપાડી. પણ ભાવનાનું સ્વરૂપ ફર્યું અને વિચાર્યું કે આનું પરિણામ મહાદુઃખદાયક આવશે; ભલે ભરતેશ્વર રાજ્ય ભોગવે. તે ઉપાડેલી મુષ્ટિ વડે પોતાનું કેશલુંચન કર્યું અને મુનિ થઈ ભગવાન ઋષભદેવજી પાસે જવા ઇચ્છા કરી. પણ મનમાં માન કષાય આવ્યો કે ત્યાં જઈશ તો મારાથી નાના અટ્ઠાણું દીક્ષિત ભાઈઓને વંદન કરવું પડશે, માટે વનમાં જ એકાગ્ર ધ્યાને ઊભા રહ્યાં. બાર માસ વીતી ગયા. શરીરે વેલડીઓ વીંટાણી, દાઢીમાં પક્ષીઓએ માળા કર્યાં, પણ માનનો અંકુર મનમાંથી ખસ્યો નહીં.
બાહુબલિને પ્રતિબોધ કરવા ઋષભદેવ ભગવાને બ્રાહ્મી અને સુંદરી નામની તેમની બે બહેનોને મોકલી. તેમણે જઈ કહ્યું કે ‘વીરા મારા ગજ થકી ઉતરો.’ આ વચન સાંભળી તેમને ભાન થયું કે અહો! સત્ય છે, હું માનરૂપી હાથી ઉપરથી હજું ક્યાં ઊતર્યો છું? એમ જાણી પોતાના ભાઈઓને વંદન કરવા માટે પગલું ભર્યું કે તરત જ કૈવલ્યકમળાને વર્યાં.
“વાંચનાર ! જુઓ માન એ કેવી દુરિત વસ્તુ છે! –શ્રીમદ્ રાજચંદ્ર
=
‘બોધામૃતભાગ-૨'માંથી :– “અનંતાનુબંધી કષાય છે તે જ્યાંથી કલ્યાણ થવાનું છે, ત્યાંથી જીવને આઘો ખસેડે છે; અને મિથ્યાત્વ છે તે અવળી સમજણ કરાવે છે. એ અંદર હોય અને જ્ઞાની પાસે જાય; જ્ઞાનીપુરુષ એના દોષ બતાવે ત્યારે કહે કે એ તો મારા દોષ દેખે છે, એમ દ્વેષભાવ થઈ જાય તે અનંતાનુબંધી ક્રોધ છે. જ્ઞાનીપુરુષ જાણે છે અને હું કંઈ નથી જાણતો તેને બદલે ‘હું જાણું છું’ એમ રહે તે અનંતાનુબંધી માન છે. જ્ઞાની પુરુષ પાસે જાય ત્યારે ઉપરઉપરથી સારું દેખાડે અને મનમાં તો એમ રાખે કે જ્ઞાનીને છેતરી, મારું કામ કરી જતો રહું, એ અનંતાનુબંધી માયા છે. લોકો પાસે વખાણ કરાવે, જ્ઞાની પાસેથી સંસારની વસ્તુઓ ઇચ્છે તે અનંતાનુબંધી લોભ છે.’’ (બો.૨ પૃ.૫૦)
‘બોઘામૃતભાગ-૩’માંથી :- “કષાય જેવો કોઈ કટ્ટો શત્રુ નથી અને વિષય જેવું કોઈ વિષ નથી. માટે જાણી જોઈને પોતે પોતાના શત્રુ ન બનવું. શ્રી શ્રેણિક રાજાને શ્રી અનાથી મહર્ષિએ એ જ ઉપદેશ દીધો છે કે પોતે જ પોતાને નરકે લઈ જાય છે અને દુઃખી કરે છે, પોતે જ પોતાને સ્વર્ગે લઈ જાય છે અને પોતે જ પોતાને મોક્ષપ્રાપ્તિ કરાવશે. માટે આવો યોગ મળી આવ્યો છે તે તરવા અર્થે જ છે.’’
જેમ ખાધાનો નિયમ કરીએ છીએ તેમ કષાયનો પણ નિયમ શક્તિ વિચારીને કરવો કે આજે ક્રોધ કોઈના ઉપર ન થાય તેમ વર્તવું. પછી ગમે તેવો પ્રસંગ આવી પડે તો પણ પોતાના ભાવ બગાડવા નહીં. એમ કરતાં કરતાં ક્રોધ ઓછો સહેજે થાય છે એમ જણાય ત્યારે ક્રોધ અને માન એ બન્નેનો નિયમ રખાય. ગમે તે વખાણે કે ગમે તેવું રૂપ હોય કે તપ થતું હોય કે સારી સમજણ હોય, ધર્મનું કામ થતું હોય તો પણ અભિમાન થઈ ન જાય તેવી વૃત્તિઓ ઉપર ચોકી રાખતાં શીખવાનું છે. પછી માયા, પછી લોભ એમ કષાયો ઓછાં કરવાં.’’ (બો.૩ પૃ.૧૩૨)
‘બાળવા યોગ્ય ક્રોધ છે; ટાળવા યોગ્ય માયા-કપટ છે; વાવવા યોગ્ય વિનય છે; સાધવા યોગ્ય સંતોષ છે; સમજવા યોગ્ય સત્પુરુષનું શરણ છે. આ વાત સત્સમાગમે સમજી હૃદયમાં લખી રાખવાની
૧૫૪