________________
સાતસો માનીતિ
શત્રુઓ છે. કેવા શત્રુઓ છે! કેટલાય ભવનું પુણ્ય કર્યું હોય તેને બાળી નાખે છે. પુંડરિકનો ભાઈ કુંડરિક ક્રોથથી સાતમી નરકે ગયો. “ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે.’’ (૮)
માન—“અધમાધમ અધિકો પતિત, સકલ જગતમાં હુંય' એવું રોજ બોલીએ છીએ, પણ અંદરથી લાગવું જોઈએ. કૃપાળુદેવે કહ્યું છે કે “જગતમાં માન ન હોત તો અહીં જ મોક્ષ હોત.(૨૧-૭૩) માનને કાઢવા માટે ખરો ઉપાય વિનયગુણ છે. દૃષ્ટિ ફેરવવી છે. જ્યાં ધર્મનું માહાત્મ્ય લાગે ત્યાં શરીરનું માહાત્મ્ય ન લાગે. શરીર તો નાશ પામવાનું છે. અભિમાન કરીશું તોય નાશ પામશે. ગમે તેટલું અભિમાન કરે તો પણ રહે નહીં. અભિમાન કરવા જેવી તો કોઈ વસ્તુ જગતમાં નથી.
માયા—સરલભાવ આવે ત્યારે માયા છૂટે. સરલતા એ મોટો ગુણ છે. જેટલી સરલતા હોય તેટલો બોધ પરિણમે. સરલભાવ ન આવે ત્યાં સુધી બોધ ન પરિણમે. સરળતાવાળો સીધો છે અને માયાવાળો વક્ર એટલે વાંકો છે.
ન
લોભ—જ્યાં લોભ ન હોય ત્યાં સંતોષ અને સુખ છે. જેમ જેમ લોભ ઓછો થાય તેમ તેમ સમકિત થાય છે. લોભ જાય તો બધી આકાંક્ષા જાય.”
“લોભમાં બધા દહાડા જાય છે. ઇચ્છા માત્ર લોભ છે. એ જ મોટી ભૂલ છે. “ક્યા ઇચ્છત ખોવત સબે, હૈ ઇચ્છા દુઃખમૂલ.” વસ્તુ ગ્રહણ કરવાની ઇચ્છા એ જ પરિભ્રમણનું કારણ છે. જીવને ગ્રહણ કરવાની બુદ્ધિ છે, તો પછી સુખી ક્યાંથી થાય? માથે બોજો ઉપાડે તો દુઃખી જ થાય. ઇચ્છા દુઃખનું મૂળ છે. એક લોભ જાય તો ચારેય જાય. છેક અગિયારમા ગુણસ્થાનથી પાડનાર લોભ છે.’’
લોભને કાઢવા માટે પરિગ્રહની, જરૂર હોય તેટલી અમુક મર્યાદા કરે કે આટલું થયા પછી ધર્મધ્યાન કરીશું. જ્યાં સુધી સમજણ ન ફરી હોય, ત્યાં સુધી મર્યાદા પણ એવી જ હોય. જરૂર હોય એક લાખની અને મર્યાદા કરે ચાર લાખની, તો શાથી પાર આવે? લોભ શત્રુ છે એમ જાણે તો જ તેને કાઢવા લાગે. કંઈક પાછું વળવાની ઇચ્છા હોય, તો જ થાય. કષાયની ઉપશાંતતા તે આત્માર્થીનું પહેલું લક્ષણ છે.'' (બો.૧ પૃ.૬૫,૬૬)
“માન સંસારમાં સર્વત્ર નજરે આવે છે. ખાતાં, પીતાં, ચાલતાં, બેસતાં, જીવ માન સાથે રાખીને ફરે છે. વિચારે કે મેં શું કર્યું? અભિમાન કરવા જેવું તો કશું છે નહીં. પણ વિભાવ અને અહંભાવને લઈને જીવને એવા વિચાર નથી આવતા. અમૃતચંદ્રાચાર્યે ‘તત્ત્વાર્થસાર' ગ્રંથમાં છેવટે લખ્યું છે : મેં કશું કર્યું નથી; ધાતુને લઈને શબ્દ થયા, શબ્દોથી વાક્ય બન્યાં અને વાક્યોથી ગ્રંથ બન્યાં. એમાં મેં શું કર્યું? કશુંય નથી.’ સમજણ હતી તેથી અભિમાન ન થયું.’’ (બો.૧ પૃ. ૯૨)
-
“મુમુક્ષુ – કોઈ પદ અથવા પત્ર બોલતા અભિમાન આવી જતું હોય તો બોલવું કે ન બોલવું? પૂજ્યશ્રી – જ્યારે બોલે ત્યારે વિચારે કે હું હજુ શીખ્યો નથી. એવું અભિમાન કરવા જેવું શું શીખ્યો છું? પૂર્વે થઈ ગયેલા ગણઘરોએ ચૌદપૂર્વની રચના કરી હતી. ઘણા એ પૂર્વોને ભણ્યા હતા. તે જ્ઞાનની આગળ મારું શાન શું છે? કશુંયે નથી. ભગવાનમાં કેટલા ગુણો છે! મારામાં કેટલા બધા દોષો ભરેલા છે ? મારે તો હજુ ઘણું કરવાનું છે. એમ જો વિચાર કરે તો અભિમાન થાય નહીં, અને પુરુષાર્થ પણ જાગે. જ્યારે મનમાં અભિમાન આવે ત્યારે ભગવાનને સંભારે તો અભિમાન ન થાય. પોતાનાથી જે
નીચા છે તેના ઉપર દૃષ્ટિ રાખે તો અભિમાન થાય.’” (બી.૧ પૃ. ૫૪)
૧૫૩