________________
સાતસો માનીતિ
“એક ભાઈ – ક્રોધ ન થાય એનો ઉપાય શો?
પૂજ્યશ્રી – સમજણ આવે પછી ક્રોધ મંદ પડે છે. ક્રોથ આવે ત્યારે વિચારે કે ક્રોધ કરું છું
પણ એ તો ઝેર છે. મને આથી નુકશાન થાય છે, માટે મારે નથી કરવો. “પ્રત્યક્ષ કષાયાદિનું તીવ્રપણું હોય, પણ તેના અનભ્યાસથી, તેના અપરિચયથી, તેને ઉપશમ કરવાથી તેનું મંદપણું દેખાય છે.’ (૪૯૩) એ ઉપાય છે. જેમ જેમ દોષ દેખાય તેમ તેમ દોષને કાઢવાનો ઉપયોગ રાખે તો નીકળે.” (ધો.૧ યુ.૬૪)
“પાંચ ઇન્દ્રિયોના વિષયોની લોલુપતા મટે તો કષાય મટે, કારણ કે પાંચ ઇન્દ્રિયોના વિષયને લઈને કે કષાય ઉત્પન્ન થાય છે. ઇન્દ્રિયોના વિષયો પરથી ભાવ ઊઠી જાય તો કષાય કોના ઉપર કરે ?” -ધો.૧ (પૃ.૫૦) “કામ, ક્રોધ અને લોભ એ ત્રણ મોટા વિકારો છે. કામ છે તે ભૂત જેવો છે. મનુષ્યને ગાંડો બનાવનાર છે. કામમાં આસક્ત થયેલાને વિચાર નથી હોતો. જ્યારે જવને ક્રોધ ચઢે છે ત્યારે પણ એને કંઈ ભાન રહેતું નથી, આંઘળા જેવો બની જાય છે. કંઈ જુએ નહીં અને મોઢામાંથી જેમ આવે તેમ બકે. લોભ પણ એવો છે. જેમ જેમ લોભ કરે છે તેમ તેમ વધતો જાય છે. લોભથી કોઈ સુખી થતું નથી. એ ત્રણે વસ્તુ ખરાબ છે.’” (બો.૧ પૃ.૩૭૯)
“કોઈ માણસ બીજાને મારતો હોય તો કહે કે પાપ કરે છે; પણ ક્રોધ, માન, માયા, લોભ એ મોટાં પાપ છે, તે હોય તો તેને પાપ કહેતા નથી. ક્રોધ આવે ત્યારે તરત ખબર પડે. આંખો લાલ થઈ જાય, પોતે દુઃખી થવા લાગે. પણ જ્યારે માન આવે ત્યારે જીવને પોતાને ખબર પડવી મુશ્કેલ છે. સામાને તેની ખબર પડે. માયાની તો સામાને પણ ખબર ન પડે. એ તો સત્પુરુષોના યોગે જ જાય. માયા તો પંડિતોને પણ છેતરી જાય છે. લોભ છે તે સર્વથી મોટો દોષ છે. લોભને લઈને બીજા ત્રણ દોષો થાય છે. ક્રોથ, માન, માયા એ લોભને લઈને કરે છે. (બી.૧ પૃ. ૬૫૦
ઋષભદેવ ભગવાનના ચારિત્ર'માંથી :
શ્રી ઋષભદેવ, ભરત, બાહુબલિ આદિના પૂર્વભવનું દૃષ્ટાંત – ‘હસ્તિનાપુરમાં એક વેપારીનો પુત્ર હતો પણ તીવ્ર ક્રોધને લીધે તે મરીને સિંહ થયો. એક રાજપુત્ર હતો પણ તીવ્રમાનને લઈ મરીને ભૂંડ થયો. એક વણિકપુત્ર હતો, પણ તીવ્ર માયાને લીધે મરીને વાંદરો થયો. એક હલવાઈ હતો, પણ તીવ્ર લોભને લીધે મરીને નોળીયો થયો. આ ચારેજણ, વજંઘ રાજા મુનિને દાન દઈ રહ્યા છે તે જોઈને ચારેને જાતિસ્મરણ જ્ઞાન થયું, વજંઘ રાજા તે ભવિષ્યમાં ઋષભદેવ ભગવાન થશે. અને આ ચારેજણા દાનના અનુમોદનના કારણે ભરત, બાહુબલિ વગેરે પુત્રો થરો.
“એ ચારે કોઘાદિ કષાયને કાઢવા માટે તેના ચાર પ્રતિપક્ષી લક્ષમાં રાખવાનાં છે. ક્રોધનો પ્રતિપક્ષી ક્ષમા છે. માનનો પ્રતિપક્ષી વિનય છે. ક્ષમા, વિનય હોય ત્યાં ક્રોધ, માન ન રહે. માયાનો પ્રતિપક્ષી સરલતા છે. લોભનો પ્રતિપક્ષી સંતોષ છે.
ક્રોધ—ક્રોઘાદિને શત્રુઓ જાણે તો વહેલા મોડા નીકળે. એ આત્માના મોટા
૧૫૨