________________
સાતસો મનનીતિ
કામીપુરુષ લજ્જાઠીન હોય છે. તેવા પુરુષ વિકારવશ થઈ પોતાની કીર્તિ, યશ, જ્ઞાન ને ધ્યાનનો નાશ કરે છે. તેમને કોઈ પ્રકારનું ભાન રહેતું નથી અને તેનું ફળ મળે ત્યારે પતાવો કરે છે. કામ વ્યાપેલા પુરુષનું શરીર ધ્રુજે છે, શ્વાસોચ્છવાસ જોરથી ચાલે છે, જ્વર આવે છે, અને મરણ પણ પામે છે.’’ (બો.૧ પૃ.૧૩)
“એક ભાઈ – મારે ચોથું વ્રત બ્રહ્મચર્ય લેવું છે.
પૂજ્યશ્રી – આત્માને માટે કરવાનું છે. નિશ્ચય છે ને? પ્રભુશ્રીજી કહેતા કે એક હાથમાં ઝેર અને એક હાથમાં કટાર લૈ. મરી જવું, પણ વ્રત ભંગ ન કરવું.'' (બો.૧ પૃ.૬૦)
“હવે ચોથા વ્રત સંબંધી કહે છે. મૂળ વ્રત તો અહિંસાવ્રત છે, તેને પોષવા બીજાં વ્રતો છે. મૈથુનમાં પણ હિંસા છે. તેથી ત્યાગવા કહ્યું છે. નિશ્ચયથી તો આત્મામાં રહેવું તે બ્રહ્મચર્ય છે. પણ તે માટે વ્યવહા૨-બ્રહ્મચર્યની જરૂર છે. પરસ્ત્રીને માતા, બહેન, પુત્રી સમાન ગણવી. મનની નિર્મળતા ન થવાનું કારણ અબ્રહ્મચર્ય છે. મન જીતવું હોય તો બ્રહ્મચર્ય પાળવા યોગ્ય છે. જગતમાંથી કંઈ જોઈતું નથી એમ થાય ત્યારે બ્રહ્મચર્ય પળાય. પ્રભુશ્રીજી કહેતા યોગ્યતા લાવો, યોગ્યતા લાવો.' એ યોગ્યતા બ્રહ્મચર્યથી આવે છે. પ્રભુશ્રીજી વારંવાર કહેતા કે આશ્રમનો પાયો સત્ અને શીલ છે.’’ (બો.૧ પૃ.૨૯૪)
બ્રહ્માનું દૃષ્ટાંત – ‘બ્રહ્મચર્ય મહાવ્રત વિષે વાત છે. મોટા મોટા ઋષિઓ પણ ચળી ગયા છે. પાંચ મહાવ્રતમાં બ્રહ્મચર્ય બહુ અઘરું છે. બ્રહ્મચર્યની પરીક્ષા કરવા દેવદેવીઓ પણ આવે છે. બ્રહ્માને બ્રહ્મચર્યથી ડગાવવા એક તિલોત્તમા અપ્સરાને ઇન્દ્રે મોકલી. તે ત્યાં બ્રહ્માની પાસે નૃત્ય કરવા લાગી ને ચારે બાજુ ફરવા લાગી. બ્રહ્માનું ચિત્ત તેમાં એટલું બધું ચોંટી ગયું કે ચારે બાજુથી નૃત્ય જોવાની ઇચ્છા થઈ તેથી ચાર મોઢાં બનાવ્યાં. પછી અપ્સરાએ આકાશમાં ઊંચે નૃત્ય કરવા માંડ્યું. તેને જોવા બ્રહ્માએ પાંચમું મોઢું બનાવવાની ઇચ્છા કરી, પણ પુણ્ય ક્ષીણ થઈ ગયેલું હોવાથી મનુષ્યનું મુખ તો ન થયું, પણ તેને બદલે ગઘેડાનું મોઢું થયું. મોટા દેવો પણ કામવિકારને વશ થઈ ગયા છે. હલકી વૃત્તિઓથી પાપ બંઘાય છે. જીવને પશુવૃત્તિ છે. પશુ ઇચ્છે તેને એ ઇચ્છે તો એ પશુ જ છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર એ ત્રણ મોટા દેવો કહેવાય છે. તેમાં બ્રહ્મા મોટા, તે પણ કામવિકારથી ચળી ગયા. વિકાર એ હલકી વસ્તુ છે. દરેકના જીવનમાં આ બઘી વૃત્તિઓ આવી પડે છે, પણ મહાપુરુષો એનો જય કરી છોડે છે. એને શત્રુ જાણે છે. મુખ્ય વાત આત્મજ્ઞાન છે. “આત્મજ્ઞાન ત્યાં મુનિપણું.' આત્મજ્ઞાન હોય તો સ્ત્રીથી ચળે નહીં. નહીં તો બાહ્ય પરિત્યાગ કર્યો હોય પણ સ્ત્રીઓથી ચળી જાય. પારો મારી નાખ્યો હોય તે પણ સિદ્ધૌષધ્ધિથી સજીવન થઈ જાય છે. તેવી રીતે જેને સમાધિયુક્ત મન થયું હોય તેને પણ સ્ત્રીને લીધે રાગ પાછો સજીવન થઈ જાય છે.’’ (બો.૧ પૃ.૨૯૫)
‘અબ્રહ્મચર્ય જીવને મારી નાખે એવું ઝેર છે. એથી કર્મ બંધાય છે. તેથી જન્મવું મરવું પડે. વેર જેવું ઝેર છે, એવું સ્નેહ એ પણ ઝેર છે. વેરને લીધે પાર્શ્વનાથ ભગવાન અને કમઠને કેટલાય ભવો સુધી વિરોધ થયો. એવું સ્નેહને લીધે રાવણને સીતાના સંબંઘે કેટલી લડાઈઓ થઈ! જો બ્રહ્મચર્ય હ્રદયમાં બરાબર વસી જાય, તો સંસારનું મૂળિયું ઊખડી જાય. સંસારનું મૂળિયું ભોગ છે. તે જો ઊખડી જાય તો પછી કશાની જરૂર ન પડે. સારાં કપડાં પહેરવાની, સારું ખાવાપીવાની ઇચ્છા ન રહે. માત્ર મોક્ષને માટે દેહને વાપરે છે.’’ (બો.૧ પૃ.૨૯૫)
‘બોઘામૃતભાગ-૩’માંથી – ‘મનમાં બે વર્ષ સુધી બ્રહ્મચર્ય પાળવું જ છે એવો નિશ્ચય રાખી
૧૫૭