________________
સાતસો માનીતિ
છ માસનું વ્રત પૂ...પાસે પરમકૃપાળુદેવના ચિત્રપટ સમક્ષ લેવા ભલામણ છેજી, છ માસ પૂરા થવા આવ્યે ફરી તેવો જોગ મળ્યે વ્રત વધારી લેવું કે પત્રથી જણાવવું. પણ વ્રત લીધા પછી તૂટે તો ભારે કર્મબંધ થવા સંભવ છે અને તમારી ઉંમર તથા તે પ્રદેશનો દૂધ ઘીનો મનમાન્યો ખોરાક, આકર્ષક પહેરવેશ અને પ્રસંગો વિચારી આ ટૂંકા ટૂંકા હપતા તમને અનુકૂળ પડશે જાણી તેમ લખ્યું છે. ફરી વ્રત લેવામાં કંઈ હરકત નથી તથા ઉત્સાહ ઊલટો વધતો રહેશે અને તે બહાને પણ સત્સંગનો યોગ મેળવવા ભાવના રહેશે. જ્યારથી વ્રત લો ત્યારથી ભાઈ બહેન તરીકે રહેવાની ટેવ પાડવી, એક પથારીમાં સુવું નહીં; જરૂર વિના એક્બીજાને અડવું પણ નહીં. એકાંતમાં બહુ વખત વાતચીત આદિ પ્રસંગો પણ પાડવા નહીં. આ બધા વ્યવહાર શુદ્ઘિના નિયમ વાડ જેવા છે, વ્રતની રક્ષા કરનાર છે; પણ પરમકૃપાળુદેવની આજ્ઞા પાળવાની દૃઢતા એ વ્રતનું મૂળ છે. તેની સમક્ષ લીધેલા વચનને પ્રાણ જતાં પણ ન તોડું એવી પકડ આત્મામાં થયે તે પુરુષનો આત્મકલ્યાણક બોધ હૃદયમાં ઊતરવો સુગમ પડે છે, માટે સાદો ખોરાક, સાદો પહેરવેશ, બને તો ગરમ કરીને ઠારેલું પાણી પીવામાં વાપરવું. તમારાં માતાપિતા બ્રહ્મચર્ય પાળે છે તો કુટુંબમાં પીવા માટે ગરમ પાણીની જ ટેવ રાખી હોય તો બધાને લાભકારી છેજી'' (બો.૩ પૃ.૬૩૯)
“નિયમ ન હોય તો પણ આઠમ, પાંચમ, બીજ, ચૌદશ, પૂનમ આદિ દિવસો ઘર્મને અર્ધે નિર્માણ મોટા પુરુષોએ કરેલા છે તે દિવસોએ તો બ્રહ્મચર્ય પાળવું જ અને બને ત્યાં સુધી એ પશુપણાની વૃત્તિ (મૈથુન)ને વારંવાર વશ ન થવું. તેમાં જ સુખ માની શરીરશક્તિને બરબાદ ન કરવી. જેટલું મન સંયમમાં રહેશે તેટલી દયા પળાશે. ભોગમાં મન આસક્ત રહેશે તેટલી હિંસાપ્રિય વૃત્તિ બનશે.’’ (બો.૩ પૃ.૬૯૯)
“આ દેહ હાડ, માંસ, મળ, મૂત્ર, લોહી, પાચ આદિ મહા અપવિત્ર, દુર્ગંધવાળા પદાર્થોનો કોથળો છે. બહાર સર્વે બાજુથી ચામડાની પાતળી ચાદર લપેટ્યાથી તે રાગી જીવોને સારો લાગે છે. જો તે ચામડીરૂપી ચાદર લઈ લેવામાં આવે કે વૃદ્ધાવસ્થા આવી જાય તો તે તરફ જોવું પણ ન ગમે. આવા દુર્ગંધભર્યા શરીરમાં ક્રીડા (ક્રીડા=લહેર, મજા) શી કરવી? વિષ્ટાના કીડાની પેઠે તેમાં પોતે પોતાને ફસાવી ચારગતિનાં દુઃખમાં પડવાનું શા માટે કરવું? આમ બ્રહ્મચર્યવંત વિચારે છે. તે કામનો દુર્જય કિલ્લો તોડી પોતાના અનંત સુખમય આત્મામાં વિહાર કરે છે, જે ધારે તે કરી શકે છે.’’ (પ્રવેશિકા-શિક્ષાપાઠ ૯૯) (બો.૩
પુ.૧૯)
‘ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૨'માંથી – “જ્ઞાનાદિ સર્વ ધર્મનું જીવિત શીલ છે, જે પ્રાણીઓ તે શીલની રક્ષા કરે છે તેઓની કીર્તિ આ જગતને વિષે માતી નથી.'' જ્ઞાનાદિ એ વાક્યમાં આદિ શબ્દ વડે દર્શન, ચારિત્ર વિગેરે ગ્રહણ કરવા. તેના પ્રાણરૂપ બ્રહ્મચર્ય (શીલ) છે, અર્થાત્ તે વિના સર્વ ધર્મ વ્યર્થ છે. તે વિષે અન્ય દર્શનીના શાસ્ત્રમાં પણ કહ્યું છે કે, “હે યુધિષ્ઠર ! જે એક રાત્રિ પણ બ્રહ્મચારી રહ્યો હોય, તેને જે ગતિ મળે, તે ગતિ હજારો યજ્ઞથી પણ મેળવી શકાતી નથી.'' (પૃ.૮૩)
“જેઓ આ સંસારમાં રહ્યા સતા નિરંતર વિષયભોગની આકાંક્ષા રાખે છે, તેઓ ઘોર સંસારસાગરમાં પડે છે, અને જેઓ ભોગની અપેક્ષા રાખતા નથી તેઓ સંસાર અટવીનો પાર પામે છે.'' (પૃ.૮૫ સમાધિસોપાન'માંથી – : “કુશીલ મહા પાપ છે, સંસાર પરિભ્રમણનું બીજ છે. બ્રહ્મચર્ય પાળનાર પાસેથી હિંસાદિક પાપો દૂર ભાગી જાય છે. બ્રહ્મચર્ય પાળનારમાં સર્વ સદ્ગુણો આવીને વસે છે.
૧૫૮