________________
સાતસો મહાનીતિ
હતા. પણ શ્રાવકના વ્રત લેવા વખતે અલ્પ આયુષ્યને યોગે બીજી રાણીઓ મરણ પામી હતી અને એક ભૂલદેવી જ જીવતી હતી. શ્રાવકના વ્રત લીધા પછી તે પણ કેટલેક કાળે મૃત્યુ પામી. પછી તેમના બહોંતેર સામંતાદિક વર્ગે ઘણી વિનંતી કરી કે, “હે છે પ્રજાપાલ મહારાજા! પુનઃ પાણિગ્રહણ કરો.' ત્યારે કુમારપાળે કહ્યું કે “હવે સંસાર વધારવાના ઉપાયભૂત પાણિગ્રહણના આગ્રહથી સર્યું. મારે આજથી માવજીવિત શીલવ્રત હો, કે જેથી બઘી ક્રિયાઓ સફળ થાય.' સિદ્ધાંતમાં કહ્યું છે કે, “શીલથી વ્રત, દાન, તપ અને નિયમ વગેરે ભલે પ્રકારે આચરેલા થાય છે.” સામંતોએ કહ્યું “રાજન! પટરાણી વિના માંગલિક ઉપચારો શી રીતે થાય? બીજા લોકોની જેમ રાજાઓ રાણી વગરના ક્યાંય સાંભળ્યા નથી, તેમ જોયા પણ નથી.” રાજાએ કહ્યું, “અરે! શ્રી ગાંગેય (ભીખ પિતામહ) ને કેમ ભૂલી જાઓ છો? જેમણે જન્મથી જ પાણિગ્રહણ કર્યું નહોતું.” પછી કુમારપાળે સામંતાદિકથી પરવરેલા ગુરુ પાસે જઈને તેમને મુખે બ્રહ્મવ્રત અંગીકાર કર્યું. ત્યારથી મંત્રીઓ રાજઘર્મ સંબંઘી માંગલિક ઉપચારો-આરતી અને મંગલપ્રદીપ કરવાનો અવસરે રાણી ભૂયેલ્લદેવીની સુવર્ણની મૂર્તિ કરાવીને રાજાની પડખે મૂકતા હતા. બ્રહ્મચર્યવ્રત ગ્રહણ કર્યું તે વખતે શ્રીગુરુ હેમચંદ્રાચાર્યે કુમારપાળને રાજર્ષિનું બિરૂદ આપ્યું હતું. (પૃ.૨૦૪). ૩૪૦. વય પછી સ્ત્રી ભોગવું નહીં.
યોગ્ય ઉંમર થયા પછી સંસાર ભોગવવો તે તીવ્ર કષાયનાં કારણો છે.
બ્રહ્મદત્ત ચક્રવર્તીએ જીવ્યા ત્યાં સુઘી વિષયોની અભિલાષા છોડી નહીં તો સાતમી નરકે ગયો. તેમ આપણે પણ મરણના અંત સુધી વિષય પ્રત્યેની રુચિ મટાડવા પ્રયત્ન નહીં કરીશું તો આપણે પણ દુર્ગતિના ભાજન બનવું પડશે. માટે ઘીમે ઘીમે પણ ભોગો પ્રત્યેની રહેલી આસક્તિને ઘટાડું. આસક્તિ ઘટાડવા માટે ખૂબ વાંચન વિચાર વઘારું. તેની ખાસ જરૂર છે. જેમ જેમ વસ્તુ સ્વરૂપ સમજાય તેમ તેમ પરપદાર્થો પ્રત્યે રહેલી આસક્તિ ઘટતી જાય છે.
“શ્રીમદ્ રાજચંદ્ર'માંથી - “જ્ઞાનીના વચનમાં સ્ત્રીપુત્રાદિ ભાવોને જે મર્યાદા પછી ઇચ્છતાં નિર્ધ્વસ પરિણામ કહ્યાં છે, તે પરિણામે પ્રવર્તતાં પણ ‘અનંતાબંઘી હોવા યોગ્ય છે. સંક્ષેપમાં ‘અનંતાબંઘી કષાય'ની વ્યાખ્યા એ પ્રમાણે જણાય છે.” (વ.પૃ.૪૭૨)
“સહજસુખ સાધન'માંથી - “હે મૂઢ! અનંતવાર આ વિષય સુખો તે ભોગવ્યાં છે છતાં હજુ તું ઘરાયો નથી? તું તો ખરેખર વિષયાભિલાષી જીવોમાં શિરોમણિ છો. આ દુલર્ભ નરદેહ મળ્યો છે. તેમાં આર્યક્ષેત્ર પ્રાપ્ત થયું છે તોપણ નહીં ચેતે તો હે ચિદાનંદરાય! તારું અશુભ જ થવાનું છે. અનેક કષ્ટો અને દુઃખો તારે ભોગવવાં પડશે.” (પૃ. ૧૨૧) | હે જીવ! આ નરદેહ પામીને તેં શી સિદ્ધિ પ્રાપ્ત કરી? વિષય સુખોમાં લીન રહી તેને સેવતાં પૂર્વના સર્વ પુણ્ય પરવારી બેઠો. જે દુષ્ટ દુઃખપ્રદ પાંચ ઇન્દ્રિયો છે તેને પોષી પોષી પુષ્ટ રાખે છે, પણ જરાઅવસ્થા આવી કે તારું આ બધુંય બળ વિલય પામશે. ક્રોઘ, માન, માયા અને લોભ એ ચારે કષાયોએ તારા ચિત્તને રોકી લીધું છે. નરક અને નિગોદમાં જલદી જવાનો સંદેશો તને મળી ગયો છે. પૂર્વે જે કમાઈ આવ્યો તે તો ખાઈ ગયો અને નવી તો એક કોડીની કમાઈ કરી નથી. નવાં કોઈ સુકૃત તો તે આચર્યા નથી. તેથી તારા જેવો મૂર્ખ તો આ જગતમાં શોધતાં બીજો કોઈ જણાતો નથી.' (પૃ.૧૨૪)
૨૪૩