________________
સાતસો મહાનીતિ
સમાધાનરૂપે ઉપદેશ આપી નાસ્તિક માન્યતાનું નિવારણ કર્યું છે. માટે હું કોઈને પરભવ વગેરે કાંઈ છે નહીં તેથી ઘર્મ કરવાની આવશ્યકતા નથી એવો ઉપદેશ આપું નહીં. પણ
આત્મા આદિ છ પદનું, છએ દ્રવ્યોનું અસ્તિત્વ છે તેનું દ્રષ્ટાંતથી નિરુપણ કરું. ૩૩૮. વયમાં પરણું નહીં. (ગૃ૦)
પરણવા યોગ્ય ઉંમર હોય છતાં જેને સંસાર પ્રત્યે વૈરાગ્ય હોય તેવા ગૃહસ્થે લગ્ન કરવા નહીં. કારણ એક વૈરાગી અને બીજો રાગી હોય તો મેળ ખાય નહીં. તેથી ક્લેશના કારણો ઊભા થાય. બન્નેનો સુમેળ થાય નહીં. વ્યવહારમાં પણ કહેવત છે કે વૈરાગીને કન્યા આપવી નહીં.
ઘનગિરિકુમારનું દ્રષ્ટાંત - વજસ્વામીના પિતા ધનગિરિ હતા. તે વૈરાગી હતા. પણ શેઠની કન્યાએ કહ્યું કે હું તો ઘનગીરી સાથે જ લગ્ન કરીશ. પછી ઘનગિરિના માતાપિતાએ જણાવ્યું કે અમારો પુત્ર ક્યારે દીક્ષા લેશે તેની ખબર નથી, માટે તેની સાથે લગ્ન કરવાનું માંડી વાળો. છતાં પુત્રીએ કહ્યું મારે તો તેમની સાથે જ લગ્ન કરવા છે. તેથી લગ્ન કરવા પડ્યા. જ્યારે વજસ્વામી માતાના ગર્ભમાં હતા ત્યારે
પિતા થનગીરીએ દીક્ષા લઈ લીધી. વજસ્વામીનો જન્મ થતાં સાંભળવામાં આવ્યું કે પિતાએ દીક્ષા લીધી છે. તેથી પૂર્વ સંસ્કારથી રડવા માંડ્યું. ઘનગિરિ એમના ઘરે વહોરવા આવ્યા. ત્યારે વજકુમાર બહુ રડવાથી તેમની માતાએ ૭ ૧ || - કિંટાળીને વજકુમારને જ છે, તે વહોરાવી દીધો. પછી પાંચ વર્ષનો થયો ત્યારે માતા રમકડાં વગેરે લઈને તેને પાછો લેવા ગઈ. ત્યારે પણ રમકડા ન લેતા તે ઓઘો
લઈને નાચ્યો. તેથી ગુરુએ પાંચ વર્ષની ઉમરે તેને દીક્ષા આપી. છેવટે વજસ્વામીની માતાએ પણ દીક્ષા લીધી હતી. ૩૩૯. વય પછી પરણું નહીં.
૫-૬૦ વર્ષની ઉંમર થઈ હોય પછી પરણે, તો કન્યા નાની ઉંમરની હોય તેથી બન્નેની વિચારઘારા મળે નહીં. કન્યાને મોજશોખની ઇચ્છા હોય તે પોતે પૂરી પાડી શકે નહીં. તેથી સ્ત્રીના મનમાં ઉદ્વેગ રહ્યાં કરે અથવા દ્રષ્ટિ બીજે ફર્યા કરે.
જે બીજીવાર લગ્ન કરે તેને પહેલા પરણ્યા હોય તેનું કુટુંબ અને બીજીવારના કુટુંબને પણ પાળવું પડે. ઘરમાં ક્લેશના કારણો ઊભા થાય. વળી પોતાની ઉંમર થયેલી હોય તેથી પહેલા ચાલ્યો જાય અને પાછળવાળાને તેની કરેલી બધી ઉપાધિ ભોગવવી પડે. માટે વય પછી પરણું નહીં.
ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૨'માંથી - કુમારપાળ રાજાને રાજર્ષિનું બિરુદ કુમારપાળરાજાનું દ્રષ્ટાંત – “કુમારપાળ ઘર્મ પ્રાપ્ત થયા પહેલા ઘણી રાજકન્યાઓ પરણ્યા
૨૪૨