________________
સાતસો મહાનીતિ
શેઠ રહેતો હતો. તેની પાસે લક્ષ્મી ઘણી હતી. પરંતુ તે શુભ સ્થાનકમાં પણ ઘન ખર્ચતો ન હતો. એક દિવસ રાત્રે લક્ષ્મીએ સ્વપ્નમાં આવીને તેને કહ્યું કે - “હું તમારે ત્યાં દશ દિવસ રહેવાની છું, પછી રહેવાની નથી, માટે તમારે જે સુખ ભોગવવા હોય તે ભોગવી , લેજો.” શેઠ તેના આવાં વચનથી ચેતી ગયો અને બીજા દિવસથી પુષ્કળ દ્રવ્ય વાપરવા માંડ્યું. સાતે ક્ષેત્રમાં અઢળક દ્રવ્ય વાપર્યું.
અનેક દીનજનોનો ઉદ્ધાર કર્યો તેથી કીર્તિ પણ બહુ વિસ્તાર પામી. દશ દિવસ પૂર્ણ થયા એટલે અગીયારમે દિવસે રાત્રે લક્ષ્મી આવી. તેને જોઈ શેઠે કહ્યું કે હે લક્ષ્મી! તારા જવાથી મને તો સુખ થયું છે; હવે હું સુખે બારણા ઉઘાડા મૂકી સૂઈ રહું છું. રાજાની કે ચોરની પણ બીક રહી નથી. આવા લક્ષણથી જ જંબુસ્વામીએ તને તજી દીધી; પ્રભવ સ્વામીએ પણ તે જ કારણથી તને તજીને દીક્ષા લીધી; માટે મારે હવે તારો ખપ નથી.”
લક્ષ્મી બોલી કે – ‘તમે કહો છો તે ઠીક છે, પણ હું હવે તમારા ઘરમાંથી જઈ શકું તેમ નથી; કારણ કે તમે મારો સત્પાત્રમાં વ્યય કરીને પગમાં બેડી નાખી છે.” આ પ્રમાણે કહીને લક્ષ્મી અદ્રષ્ય થઈ. સવારે જુએ છે તો આખું ઘર લક્ષ્મીથી ભરપૂર દીઠું. પછી વિદ્યાપતિ સારી રીતે તેનો વ્યય કરવા લાગ્યો. તે કહેતો કે “મારે લક્ષ્મીનું કામ નથી પણ તે જેમ જેમ વાપરતો તેમ તેમ લક્ષ્મી તો વઘતી જ જતી હતી. તે ઠેકાણું છોડતી નહોતી. લક્ષ્મી તેને કહેતી કે-હું તો હવે અહીંજ રહીશને તમારા ચરણ સેવીશ.” શેઠ કહે કે - “તારે આ ઘરમાં રહેવું છે તો મારે અહીં રહેવું નથી. આ પ્રમાણે કહીને શેઠ પરદેશ ગયા, તો ત્યાં રાજ્ય મળ્યું, અને અનુક્રમે તેણે રાજ્ય છોડી દીક્ષા લીધી અને પાંચમે ભવે મોક્ષ સંપત્તિને પામ્યા.
ઉપરની કથા વાંચીને ઉત્તમ જીવોએ સન્માર્ગે ઘન ખર્ચવું અને પાત્રની પોષણા કરવી. કદી એ પ્રમાણે વાપરતાં દ્રવ્ય ઘટી જાય તો શોક ન કરવો; ધૈર્ય રાખવું અને ઘર્માઘર્મનો વિચાર કરવો કે “જો પૂર્વે ઘર્મનું આરાધન કર્યું હોય તો લક્ષ્મી મળે છે અને અઘર્મ કરેલ હોય તો લક્ષ્મી નાશ પામે છે. જે પાપી પુરુષ હોય તે ઘન ખર્યા પછી શોક કરે કે મેં વાપર્યું તેથી મારું ઘન ઘટી ગયું.” દેતાં ઓછું થયું એવો વિચાર તો મૂર્ણ કરે છે. પુણ્યવંત એવો વિચાર કરતા નથી, શુભકાર્યમાં ઘન ખર્ચે જાય છે.” (પૃ.૧૪૫)
કેમકે ઘનની ત્રણ ગતિ છે. દાન, ભોગ અને નાશ. જે દાન આપતો નથી, ભોગવતો પણ નથી તેની ત્રીજી ગતિ નાશ થાય છે.
“સાનઃ મોરાઃ નાશઃ ત્રિતીયા તિર્મવત્તિ વિત્તી;
ये न ददाति न भुक्ते तस्य त्रितीया गतिर्भवति." ૩૩૭. નાસ્તિકતાનો ઉપદેશ આપું નહીં. (૧૦)
જેને આત્માની શ્રદ્ધા નથી, જેને આત્માનો પુનર્જન્મ છે તેમાં વિશ્વાસ નથી, જે આત્માના નિત્યપણાને કે આત્મા કર્મનો કર્તા છે, ભોક્તા છે, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે એ છ પદને માનતા નથી એવા જીવો દર્શનમોહના ગાઢપણાને લઈને નાસ્તિક મતવાળા કહેવાય છે. એવી માન્યતાવાળા નાસ્તિકોનો એવો ઉપદેશ છે કે આ ભવમાં ખાઓ, પીઓ, લહેર કરો કેમકે આ શરીર પંચભૂતમાંથી ઉત્પન્ન થયું છે અને પંચભૂતમાં ભળી જવાનું છે. માટે નિશ્ચિતપણે ભોગવાય એટલા ભોગો ભોગવી લો.
જ્યારે પરમકૃપાળુદેવ આદિ જ્ઞાની પુરુષોએ આત્મા છે વગેરે છ પદનો આત્મસિદ્ધિમાં શંકા
૨૪૧