SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ સાનસો માનીતિ – ‘ઉપદેશ પ્રાસાદ ભાષાંતર ભાગ-૨'માંથી – વય પછી વિકાર મટે નહીં તો દુઃખ પામે પૃથ્વીરાજ ચૌહાણનું દૃષ્ટાંત “સવા લાખ ગામનો અધિપતિ અને દિલ્લીનો સ્વામી પૃથ્વીરાજ ચૌહાણ કામાસક્ત થવાથી રાજ્યભ્રષ્ટ થયો હતો. તેની હકીકત એવી છે કે, એક વખતે પૃથ્વીરાજ પંગુરાજાના અંતઃપુરમાંથી તેની પુત્રી સંયોગિતાને છળથી હરી ગયો અને પોતાના નગરમાં આવ્યો. પછી અત્યંત કામાસક્ત અને રાજ્યચિંતાથી રહિત એવા તે રાજાની વાત કોઈ મ્લેચ્છ બાદશાહના જાણવામાં આવી. તેથી તત્કાળ તે બાદશાહે તેના પર ચડાઈ કરીને સુખે સુખે તેનું રાજ્ય લઈ લીધું. અને તેની બંને આંખોના પોપચાં સોયદોરાથી સીવી લઈ લોઢાના પાંજરામાં તેને પૂર્યો. ત્યાં તે મહાદુ:ખ પામ્યો. (પૃ.૨૦૪) ૩૪૧. વયમાં સ્ત્રી ભોગવું નહીં. - ‘‘યુવાવયનો સર્વસંગ પરિત્યાગ પરમપદને આપે છે.’’ શ્રીમદ્ રાજચંદ્ર મોક્ષમાળા વિવેચન'માંથી – • યુવાવયમાં ઘણી ભૂલો થાય છે. યુવાવયમાં મોહનું બળ વધારે હોય છે તેથી કર્મ બાંધી લે છે. તે વયમાં શરીર ઉપર કાબુ હોય છે પણ તે બળ બધું ક્ષણિક વસ્તુમાં તે નકામું જાય છે. જો તે વયમાં સમજણ આવી જાય અને ત્યાગ કરે તો પછી પુરુષાર્થ કરીને મોહને જીતે અને તેથી મોક્ષ થાય. તે વખતે ઘણી ધર્મભાવના હોય તો જ સર્વસંગ પરિત્યાગ થાય, પણ સત્પુરુષનો યોગ હોય તો જ તેમ થઈ શકે અને સાચી મોક્ષની ઇચ્છા જાગે. યુવાવયમાં ઘન, સ્ત્રી, છોકરાં માટે પુરુષાર્થ થાય છે, તેને બદલે ધર્મ કમાવા સર્વસંગપરિત્યાગ કરે તો ઘણો અવકાશ હોવાથી પુરુષાર્થ કરી શકે, અને તે વયમાં બળ વિશેષ હોવાથી કર્મ ક્ષય કરી પરમપદ–મોક્ષ મેળવે.'' (પૃ.૨૨૭) બને ત્યાં સુધી યુવાવસ્થામાં પણ બ્રહ્મચર્ય પાળી શકાય તો સર્વથી શ્રેષ્ઠ છે. એનાથી જીવનમાં આત્મજ્ઞાન પામવા માટેની યોગ્યતા આવે છે તથા વિષયોની વૃત્તિ મંદ પડે છે. તીર્થંકરો પણ જ્યારે ઉપદેશ આપે છે ત્યારે પહેલાં સર્વ સંગ પરિત્યાગનો જ આપે છે. પછી જેનાથી સર્વસંગ પરિત્યાગ ન થઈ શકે તેના માટે ગૃહસ્થધર્મનો ઉપદેશ આપે છે. શ્રાવક પણ નિરંતર એવી ભાવના રાખે કે ક્યારે એવો ઘન્ય દિવસ આવશે જ્યારે હું પણ સર્વસંગ પરિત્યાગ કરીશ. એવી ભાવના જેને વર્તે છે તેને જ ખરેખર શ્રાવક કર્યો છે. ‘બોઘામૃત ભાગ-૩”માંથી :- બ્રહ્મચર્યનો અદ્ભુત પ્રભાવ શ્રી જંબુકુમારનું દૃષ્ટાંત – ‘શ્રી જંબુકુમારે પૂર્વભવે બ્રહ્મચર્યની આરાધના કરેલી હોવાથી તેને આઠ કન્યાઓ અપ્સરાઓ જેવી પરણાવી છતાં તેના બ્રહ્મચર્યમાં ખામી ન આવતાં સર્વને સંસારની અસારતા ગળે ઉતારી સર્વસંગત્યાગી થયા, અનેકને ત્યાગ કરાવનાર થયા. જેટલું કૂવામાં હોય તેટલું હવાડામાં આવે એવી કહેવત છે.'' (બી.૩ ૧,૪૧૨) શ્રી જંબુકુમારને શ્રી સુધર્માસ્વામીની દેશના સાંભળીને વૈરાગ્ય ઉત્પન્ન થયો અને કહ્યું કે મને દીક્ષા આપો. ત્યારે ગુરુએ કહ્યું : માતાપિતાની આજ્ઞા લઈ આવો. આજ્ઞા લેવા જતાં રસ્તામાં દરવાજો પડી ગયો. તે જોઈને તેમને વિચાર થયો કે જો હું એની નીચે આવીને મરી ગયો હોત તો દીક્ષા લેવાનું રહી જાત. તેથી ગુરુ પાસે પાછા જઈને આજીવન બ્રહ્મચર્યવ્રત લઈને જ ઘરે આવ્યા અને માતાપિતાને કહ્યું કે કાલે મારે દીક્ષા લેવી છે, માતાપિતાએ કહ્યું ; શેઠની આઠ કન્યાઓ સાથે સગપણ કરેલ છે તેનું શું? કુમારે કહ્યું કે ના પાડી દો. ત્યારે માતાપિતાએ કુંવરીઓના માતાપિતાને સમાચાર મોકલ્યા કે અમારો જંબુકુમાર કાલે ૨૪૪
SR No.009139
Book TitleSatso Mahaniti
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size157 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy