________________
સાતસો મહાનીતિ
“કોઈ ઘર્મ અને કામને જ સેવે છે, અર્થને સેવતા નથી. અર્થાત્ દ્રવ્યોપાર્જન કરવાની ચિંતા કરતા નથી. પણ એવી રીતે ઘર્મ અને કામની સેવા કરનારને કરજ વધે છે અને માનની હાનિ થાય છે. તેથી ગૃહસ્થ પ્રયત્નથી ઘન ઉપાર્જન કરવું. કહ્યું છે કે, “એવું કોઈ પણ કાર્ય નથી કે જે અર્થ વિના સિદ્ધ થાય', તેથી મતિમાન્ પુરુષે યત્નથી અર્થને સાધવો.” (પૃ.૨૦૫)
“કોઈ અર્થ અને કામની જ સેવા કરે છે, ઘર્મને સેવતા નથી. સાગર શ્રેષ્ઠી અને ઘવળ શ્રેષ્ઠીની જેમ; પરંતુ અઘર્મીનું પરિણામ કાંઈ પણ કલ્યાણરૂપ આવતું નથી.
“આ પ્રમાણે ઘર્મ, અર્થ અને કામની પરસ્પર અબાધાથી શુદ્ધપણે આરાધના કરનાર સુબુદ્ધિપુરુષ અનુક્રમે સ્વર્ગ અને મોક્ષનું સુખ પ્રાપ્ત કરે છે.” (પૃ.૨૦૬) ૬૯૮. તારો ઘર્મ ત્રિકરણ શુદ્ધ સેવવામાં પ્રમાદ નહીં કરું.
હે ભગવાન! તેં જે મુનિઘર્મ, ગૃહસ્થઘર્મ કે આત્મધર્મ બોધ્યો, તે ઘર્મનું હું ત્રિકરણ એટલે મન, વચન અને કાયાએ કરી ત્રણે યોગથી શુદ્ધપણે પાળવામાં પ્રમાદ નહીં કરું, પણ ઉત્સાહથી ભાવપૂર્વક તે ઘર્મ આરાધવામાં મનને પરોવીશ, જેથી મારું શીધ્રપણે કલ્યાણ થાય.
“ નિત્યનિયમાદિ પાઠ”માંથી -
“પ્રત્યક્ષ સદગુરુ પ્રાપ્તિનો, ગણે પરમ ઉપકાર;
ત્રણે યોગ એકત્વથી, વર્તે આજ્ઞાઘાર.” (વ.પૃ.૫૩૭) ભાવાર્થ – “અનાદિકાળથી જીવ રખડ્યો તે સદુગર યોગના અભાવે. તે યોગ આ ભવે પ્રાપ્ત થયો છે. એ કોઈ કાળે ન મળ્યો હોય એવો લાભ છે, આત્માને પરમ ઉપકાર કરનાર છે, તેથી તેને સફળ કરવા મન, વચન ને કાયા એ ત્રણે યોગથી તે સત્પરુષની જ આજ્ઞામાં વર્તે.
એક શેઠનું દ્રષ્ટાંત – એક શેઠને ત્રણ દુકાન - કાપડ, સોનાચાંદી ને ઝવેરાતની છે. ત્યાં કાપડની દુકાનમાં ખોટ આવે તે સોનાચાંદીની દુકાનમાં નફો હોય તો પૂરી પડે, ને સોનાચાંદીની દુકાનની ખોટ ઝવેરાતની દુકાનના નફાથી પૂરી પડે. પણ ઝવેરાતમાં ખોટ જાય તો સોનાચાંદીની દુકાનમાંથી પૂરી ન શકાય, ને સોનાચાંદીની દુકાનમાં નુકસાન આવે તે કાપડના વેપારથી પૂરી ન શકાય. તેવી રીતે શરીરથી કોઈને હાનિ કરી હોય તેની અસર સારાં વચનથી ટાળી શકાય, ને વચન ખરાબ બોલાઈ ગયું તો પશ્ચાત્તાપ વગેરેના ભાવ કરવાથી તેની અસર ન રહે; પરંતુ મનના ભાવ ખોટા થતા હોય તેની અસરવચનથી મોઢે સારું બોલવાથી ટળે નહીં; તેમ વચન ખોટું બોલાયું હોય પછી શરીરથી કામ કરી આપે વગેરે મહેનત કરે પણ તેથી કંઈ વળે નહીં. આ રીતે પ્રથમ મન એટલે ભાવ સુધારવાની જરૂર છે. તેથી મનની વૃત્તિઓ સપુરુષની આજ્ઞામાં જોડેલી રાખે; સમકિતીને વૃત્તિરૂપી દોરી તેના હાથમાં હોય છે. બીજામાં મન જતું રોકીને સ્મરણમાં, ધ્યાનમાં, સ્વાધ્યાયમાં પ્રવર્તાવે. વચનને પણ સ્વાધ્યાયમાં, સ્મરણમાં, વિનયયુક્ત બોલવામાં આજ્ઞાપૂર્વક પ્રવર્તાવે. દેહને પણ સદ્ગુરુની ભક્તિ, સેવા, આસનની સ્થિરતા વગેરેમાં આત્માર્થે જ પ્રવર્તાવે. ત્રણેય યોગ સ્વચ્છેદે વર્તતા કર્મબંધ કરાવે છે તેને સદ્ગુરુની આજ્ઞામાં જોડીને આત્માર્થમાં વાપરે તો આ અમૂલ્ય જોગ સાર્થક થાય.” (પૃ.૧૪૬)
માટે તારો એટલે આત્માનો ઘર્મ પ્રગટ કરવામાં મન, વચન, કાયાથી શુદ્ધપણે પ્રમાદરહિત હું પ્રવર્તી એવી આપ પ્રભુ પ્રત્યે મારી પ્રબળ પ્રાર્થના છે.
- સંપૂર્ણ –
૫૦૭