SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ સાતસો મહાનીતિ ઊંચો જ રાખ્યો. તે દયાના પરિણામે તું આ ભવમાં શ્રેણિક રાજાનો પુત્ર થયો છે. તે જાણવાથી તેણે એવો નિયમ લીધો કે એક આંખ સિવાય બીજા દાંત આદિ કોઈપણ અંગની હું સંભાળ કરીશ નહીં. એવા પુરુષો શીધ્ર આત્મકલ્યાણને સાથે છે. ૪૦૦. સંસારસુખ ચાહું નહીં. ઇન્દ્ર કે ચક્રવર્તીની ગમે તેટલી રિદ્ધિ હોય, પણ તે જોઈને અથવા કોઈ પૈસાદાર જોઈને તેમના જેવું સંસાર સુખ ચાહું નહીં. કેમ કે એ બધું ક્ષણિક છે, નાશવંત છે, પરાધીન છે, બાઘા સંયુક્ત છે, બંઘનું કારણ છે અને એક સરખું ટકી રહેતું નથી; માટે તેની ચાહના કરું નહીં. આ સંસારમાં સુખ લેવા જતાં જીવ કેવા કેવા દુઃખ પામે છે તે વિષે પરમકૃપાળુદેવ જણાવે છે – શ્રીમદ્ રાજચંદ્ર'માંથી - સંસાર અનુપ્રેક્ષા હવે સંસાર અનુપ્રેક્ષાનું સ્વરૂપ વિચારીએ છીએ – આ સંસારમાં અનાદિકાળના મિથ્યાત્વના ઉદયથી અચેત થયેલ જીવ, જિનેન્દ્ર, સર્વજ્ઞ વીતરાગના પ્રરૂપણ કરેલ સત્યાર્થ ઘર્મને પ્રાપ્ત નહીં થઈ ચારે ગતિમાં ભ્રમણ કરે છે. સંસારમાં કર્મરૂપ દ્રઢ બંઘનથી બંઘાઈ, પરાધીન થઈ, ત્રસસ્થાવરમાં નિરંતર ઘોર દુ:ખ ભોગવતો વારંવાર જન્મ મરણ કરે છે. જે જે કર્મના ઉદય આવી રસ દે છે, તેના ઉદયમાં પોતાને ઘારણ કરી અજ્ઞાની જીવ પોતાના સ્વરૂપને છોડી નવાં નવાં કર્મનાં બંઘન કરે છે. કર્મના બંધને આધીન થયેલ પ્રાણીને એવી કોઈ દુ:ખની જાતિ બાકી નથી રહી કે જે તેણે નથી ભોગવી. બધા દુઃખો અનંતાનંત વાર ભોગવી અનંતાનંત કાળ વ્યતીત થઈ ગયો. એવી રીતે અનંત પરિવર્તન આ સંસારમાં આ જીવને થયાં છે. એવું કોઈ પુદ્ગલ સંસારમાં નથી રહ્યું કે જે જીવે શરીરરૂપે, આહારરૂપે ગ્રહણ નથી કરેલ. અનંત જાતિનાં અનંત પુદ્ગલોનાં શરીર ઘારી આહારરૂપ (ભોજન પાનરૂપ) કરેલ છે. ત્રણસેં સેંતાલીસ ઘનરન્તુ પ્રમાણ લોકમાં એવો કોઈ એક પણ પ્રદેશ નથી કે જ્યાં સંસારી જીવે અનંતાનંત જન્મ મરણ નથી કરેલાં. ઉત્સર્પિણી અવસર્પિણી કાલનો એવો એક પણ સમય બાકી નથી રહ્યો કે જે સમયમાં આ જીવ અનંતવાર નથી જભ્યો, નથી મૂઓ. નરક, ર્તિયચ, મનુષ્ય અને દેવ એ ચારે પર્યાયોમાં આ જીવે જઘન્ય આયુષ્યથી લઈ ઉત્કૃષ્ટ આયુષ્ય પર્યત સમસ્ત આયુષ્યના પ્રમાણ ઘારણ કરી અનંતવાર જન્મ ઘરેલ છે. એક અનુદિશ, અનુત્તર વિમાનમાં તે નથી ઊપજ્યો, કારણ કે એ ચૌદ વિમાનોમાં સમ્યદ્રષ્ટિ વિના અન્યનો ઉત્પાદ નથી. સમ્યકુદ્રષ્ટિને સંસાર ભ્રમણ નથી. કર્મની સ્થિતિબંઘનાં સ્થાન તથા સ્થિતિબંધને કારણે અસંખ્યાત લોકપ્રમાણ કષાયાધ્યવસાયસ્થાન, તેને કારણે અસંખ્યાત લોકપ્રમાણ અનુભાગ બંઘાધ્યવસાયસ્થાન તથા જગતશ્રેણીના સંખ્યાતમા ભાગ જેટલાં યોગસ્થાનમાંનો એવો કોઈ ભાવ બાકી નથી રહ્યો કે જે સંસારી જીવને નથી થયો. એક સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રના યોગ ભાવ નથી થયા. અન્ય સમસ્ત ભાવ સંસારમાં અનંતાનંતવાર થયા છે. જિનેન્દ્રના વચનના અવલંબનરહિત પુરુષને મિથ્યાજ્ઞાનના પ્રભાવથી વિપરીત બુદ્ધિ અનાદિની થઈ રહી છે તેથી સમ્ય માર્ગને નહીં ગ્રહણ કરતાં સંસારરૂપ વનમાં નાશ થઈ જીવ નિગોદમાં જઈ પડે છે. કેવી છે નિગોદ? જેમાંથી અનંતાનંત કાલ થાય તો પણ નીકળવું ઘણું મુશ્કેલ છે. કદાચિત્ પૃથ્વીકાયમાં, જળકાયમાં, અગ્નિકાયમાં, પવનકાયમાં, પ્રત્યેક વનસ્પતિકાયમાં, સાધારણ વનસ્પતિકાયમાં લગભગ સમસ્તજ્ઞાનનો નાશ થવાથી જડરૂપ થઈ, એક સ્પર્શ ઇન્દ્રિય દ્વારા કર્મના ઉદયને આધીન થઈ આત્મશક્તિ રહિત જિલ્લા, નાસિકા, નેત્ર, કર્ણાદિક ઇંદ્રિયરહિત થઈ દુઃખમાં દીર્ઘ કાળ વ્યતીત કરે છે. અને બેઇંદ્રિય, ટીંદ્રિય, ૨૮૭
SR No.009139
Book TitleSatso Mahaniti
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size157 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy