SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ સાતસો મહાનીતિ / Tી વાંચવા માટે સેના સહિત જતો હતો. માર્ગમાં દુર્ગથ સહન ન થવાથી વસ્ત્રના છેડા વડે નાસિકા બંઘ કરીને ચાલતા સૈનિકોને જોઈ રાજાએ પોતાના કોઈ સેવકને તેમ કરવાનું કારણ પૂછ્યું, ત્યારે તે બોલ્યો કે “હે સ્વામી! અહીં માર્ગમાં તરતની જન્મેલી એક બાલિકા પડી છે, તેના શરીરમાંથી દુર્ગધ છૂટે છે.” તે સાંભળીને રાજા “એ તો પુદ્ગલનું પરિણમન છે” એમ કહી, તે બાલિકાને જોઈ સમવસરણમાં ગયો. શ્રી વીરસ્વામીને પ્રણામ કરી દેશના સાંભળી અવસર જોઈને રાજાએ તે દુર્ગધી બાલિકાના પૂર્વભવ પૂક્યો. ભગવાન બોલ્યા કે “અહીં નજીક રહેલા શાલિ નામના ગામડામાં ઘનમિત્ર નામે શ્રેષ્ઠી રહેતો હતો. તેમને ઘનશ્રી નામની એક પુત્રી હતી. એકદા ગ્રીષ્મ ત્રસ્તુમાં શ્રેષ્ઠીએ તેના વિવાહનો પ્રારંભ કર્યો. તેવામાં કોઈ મુનિઓ ગોચરીને માટે તેને ઘેર આવ્યા. તેને વહોરાવવા માટે શ્રેષ્ઠીએ પુત્રીને આજ્ઞા કરી, એટલે તે મુનિને વહોરાવવા ગઈ, પરંતુ કદી પણ સ્નાન વિલેપનાદિક વડે શરીરની સુશ્રુષા નહીં કરનારા તે મહાત્માઓનાં વસ્ત્રોમાંથી અને શરીરમાંથી સ્વેદ તથા મળ વિગેરેની દુર્ગધ આવવાથી તે ઘનશ્રીએ પોતાનું મુખ મરડ્યું. વિવાહનો ઉત્સવ હોવાથી સર્વ અંગે અલંકારોથી શણગારાયેલી, મનોહર, સુગંધી અંગરાગથી વિલેપન કરાયેલી તથા યુવાવસ્થાના ઉદયથી મત્ત થયેલી તે ઘનશ્રીએ વિચાર કર્યો કે “અહો!નિર્દોષ જૈનમાર્ગમાં રહેલા આ સાધુઓ જો કદાચ પ્રાસુક જળથી પણ સ્નાન કરતા હોય તો તેમાં શો દોષ? એ પ્રમાણે તેણે જુગુપ્સા કરી. પછી કેટલેક કાળે તે જુગુપ્સારૂપ પાપકર્મની આલોચના કર્યા વિના મરણ પામી. તે અહીં રાજગૃહીમાંજ એક ગણિકાના ઉદરમાં પુત્રીપણે ઉત્પન્ન થઈ. તે પોતાના દુષ્કર્મને લીધે ગર્ભમાં રહી છતી પણ માતાને અત્યંત અસુખ ઉત્પન્ન કરવા લાગી; તેથી તે ગર્ભથી ઉદ્વેગ પામીને તે ગણિકાએ ગર્ભપાત માટે ઘણાં ઔષઘો કર્યા, પરંતુ તેનું આયુષ્ય દ્રઢ હોવાથી ગર્ભપાત થયો નહીં. છેવટે સમય પૂર્ણ થયે તે પુત્રીને ગણિકાએ પ્રસવી. જન્મથી જ દુર્ગઘમય હોવાને લીધે ગણિકાએ તેને વિષ્ટાની જેમ તજી દીઘી. તેને તમે માર્ગમાં દીઠી. આ પ્રમાણેની તેની પૂર્વ હકીકત સાંભળીને શ્રેણિક રાજાએ “હવે પછી તેની શી ગતિ થશે?” એમ પ્રભુને પૂછ્યું, ત્યારે ભગવાન બોલ્યા કે “હે રાજા!તે દુર્ગધાએ પૂર્વે કરેલી મુનિની જુગુપ્સારૂપ અશુભ કર્મનું ફળ સમગ્ર ભોગવી લીધું છે; હવે તે મુનિને આપેલા દાનના ભોગરૂપ ફળ ભોગવવાની છે, તેથી તેનું શરીર કસ્તુરી અને કર્પર કરતાં પણ અધિક સુગન્ધીમય બની ગયું છે. હે રાજા! તે તારી પટરાણી થશે. તે સર્વ વૃત્તાંત સાંભળીને શ્રેણિક રાજા આશ્ચર્ય પામી પ્રભુને વંદના કરી પોતાને સ્થાને ગયો. (પૃ.૭૨) .૪ ૩. કહે છે કે હે.. ૩૯૯. દાતણ કરું નહીં. “અદંતથોવન આદિ પરમ પ્રસિદ્ધ જો” -શ્રીમદ્ રાજચંદ્ર મેઘકુમારનું દ્રષ્ટાંત – મુનિઓને શરીર મૂછનો ત્યાગ હોવાથી તે આત્માની જ સંભાળ લેનારા હોય છે. માટે દાતણ કરતા નથી. જેમ શ્રેણિક રાજાના પુત્ર મેઘકુમાર, મુનિ થયા પછી ભગવાન મહાવીરે તેનો પૂર્વભવ હાથીનો હતો એમ જણાવ્યું. તે ભવમાં જંગલમાં દવ લાગવાથી બઘા પશુઓ ઝાડ વગરની કોઈ જગ્યામાં આવીને ભરાઈ ગયા. ત્યાં હાથીએ ખાજ ખણવા માટે પગ ઊંચો કર્યો કે ત્યાં એક સસલું આવીને બેસી ગયું. તેની દયા ખાઈને હાથીએ પગ ઊંચો જ ૨૮૬
SR No.009139
Book TitleSatso Mahaniti
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size157 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy