________________
સાતસો મનનીતિ
૩૯૭, વણ ખપની વસ્તુ લઉં નહીં.
જે વસ્તુની આપણે જરૂર ન હોય તે વસ્તુ લઉં નહીં. કારણ નકામી વસ્તુઓ ભેગી કરવાથી પરિગ્રહ વધે અને તેને સાચવવો પડે. લોકો તા આપે પણ વિચાર કરી વણખપની વસ્તુ લઈ નહીં.
પૂ. શ્રી બ્રહ્મચારીજી શ્રવણ બેલગોલ બાહુબલજીની યાત્રાએ જતાં મૈસુર ગયા હતા. ત્યાં એક મુમુક્ષુ પૂજ્યશ્રીને ગરમ કિંમતી શાલ આપવા લાગ્યા. પણ તેઓશ્રીએ ના પાડી કે અમારે જરૂર નથી. ઘણો આગ્રહ કર્યો તો પણ લીધી નહીં. નિઃસ્પૃહ્તાવાળા મહાત્માઓ એવા જ હોય છે.
ઇલાચીકુમારનું દૃષ્ટાંત – નટડીના મોહમાં પડેલો એવો હું ક્યાં અને આ મહાત્મા ક્યાં?
ઇલાચીકુમાર ઈમ્ય નામના શેઠનો પુત્ર હતો. પણ પોતાના પૂર્વભવની સ્ત્રી જે આ ભવમાં નટી થઈ છે, તેના ઉપર મોહ પામી ઘરબાર છોડી દીધું. પોતાના લગ્નના ખર્ચ માટે દાન મેળવવા રાજા આગળ તે દોરી ઉપર નૃત્ય કરવા લાગ્યો. રાજા પણ નટીના રૂપમાં મોહ પામ્યો, જેથી ‘નટ મરે તો આ નટી મને મળે' એમ ધારી વારંવાર તેની પાસે નૃત્ય કરાવવા લાગ્યો.
ઇલાચીકુમાર રાજાની બદદાનત સમજી ગયો. નૃત્ય કરતાં વાંસ ઉપરથી તેની દૃષ્ટિ કોઈ શેઠના ઘરમાં પડી. ત્યાં સુંદર શેઠાણી મુનિશ્રીને ગોચરી વહોરાવતા આગ્રહ કરે છે. છતાં મુનિશ્રીને જે વસ્તુનો ખપ નથી તે લેતા નથી. તે જોઈ ઇલાચીકુમાર વિચારવા લાગ્યો કે મને ધિક્કાર છે કે હું આ નીચકુળની સ્ત્રીમાં મોહ પામ્યો. જ્યારે આ પરમ શાંત, ગંભીર, નિર્મળ મુનિશ્રી નટી કરતાં પણ સુંદર સ્ત્રીની સામું પણ જોતા નથી. અહીં! મોહમાં પડેલો એવો હું ક્યાં? અને આ નિઃસ્પૃહી મહાત્મા ક્યાં? આવા શુભ પરિણામની ધારાએ ચઢતાં સર્વ ચારિત્રભાવને સ્પર્શી વાંસ ઉપર જ કેવળજ્ઞાનને પ્રાપ્ત થયાં. દેવતાઓએ આવી મુનિનો વેષ આપ્યો. સુવર્ણકમળની રચના કરી. કેવળી ઉપદેશ આપવા લાગ્યા. રાજાએ કેવળીને પૂછ્યું “આપને એ નટડી ઉપર કેમ રાગ થયો. કેવળી ભગવંતે પોતાનો પૂર્વભવ કહ્યો કે વસંતપુર નગરમાં રાજાનો મદન નામે એક પુરોહિત હતો. તેને મોહિની નામની સ્ત્રી હતી. તે બન્ને જણાએ સુગુરુ પાસે શ્રાવકના વ્રત લીધા હતા. બન્ને વચ્ચે અત્યંત પ્રીતિ હતી. મોહિનીએ જાતિમદ કર્યો અને આલોચના કર્યા વગર મૃત્યુ પામી દેવલોકે ગઈ. ત્યાંથી ચ્યવીને નટડી થઈ. અને રાજાનો પુરોહિત મદન તે હું અહીં શેઠ પુત્ર ઇલાચીકુમાર થયો. પૂર્વભવની અત્યંત પ્રીતિના કારણે આ ભવમાં તેના ઉપર મને મોઠ થયો. આ સાંભળી રાજા, રાણી અને નટડી પણ વૈરાગ્ય પામ્યા અને તે જ વખતે કેવળજ્ઞાન પામ્યા. ૩૯૮. નાઠું નહીં. (મુ॰)
નગ્નભાવ, મુંડમાવ સહ અસ્નાનતા” “શ્રીમદ્ રાજચંદ્ર
મુનિને મળ પરિષહ સહન કરવાનું વિધાન છે. તેથી મુનિઓ સ્નાન વગેરે કરતા નથી. કારણ નાહવું એ શરીરની સુશ્રૂષા એટલે સેવા છે અને તેનો તો મુનિએ ત્યાગ કરેલો છે. મુનિના શરીર ઉપર જે મળ છે તે તેની શોભા છે. તે શરીર પ્રત્યેનું તેમનું નિસ્પૃહપણું સૂચવે છે. એવા મુનિના શરીર ઉપર શેઠની પુત્રી ધનશ્રીએ દુગંછા કરવાથી ક્યાં જન્મ લેવો પડ્યો. તે વિષે જણાવે છે –
૨૮૫
ઉપદેશ પ્રાસાદ ભાષાંતર ભાગ-૧માંથી – મુનિના ગાત્ર મલિન જોઈ દુર્ગંછા કરું નહીં દુર્ગંધારાણીનું દૃષ્ટાંત – એકદા રાજગૃહીનો રાજા શ્રેણિક ઉદ્યાનમાં સમવસરેલા શ્રી વીરપ્રભુને