________________
સાતસો માનીતિ
- વાત
હે ભાઈ! આપણે આ કુદ્રષ્ટિ (મિથ્યાદ્રષ્ટિ) ઓને છોડી આગળ જઈએ.” તે સાંભળીને સુમતિએ કહ્યું કે “હે નાગિલ! તું વક્ર દ્રષ્ટિએ દોષ જોનારો દેખાય છે. આ સાધુઓ સાથે
વાતો કરવી તથા ગમન કરવું મને તો યોગ્ય લાગે છે.’ નાગિલે જવાબ આપ્યો કે “હે ભાઈ! હું મનથી પણ સાધુના દોષને ગ્રહણ કરતો નથી, પરંતુ મેં ભગવાન તીર્થંકરની પાસે કુશીલીયાને નહીં જોવાનો નિશ્ચય કર્યો છે.” સુમતિ બોલ્યો “જેવો તું બુદ્ધિ વિનાનો છે તેવા તીર્થકર પણ હશે કે જેણે તને આવો નિષેઘ કર્યો.” એ પ્રમાણે બોલતા સુમતિના મુખને નાગિલે પોતાના હાથવડે બંધ કર્યું અને કહ્યું કે “હે બંધુ! અનંત સંસારના કારણરૂપ આવું વાક્ય તું ન બોલ. તીર્થકરની આશાતના તું ન કર. આ સાઘુઓમાં બાળતપસ્વીપણું જણાય છે, કેમકે તેઓ અનેક ગુણ વિષયાદિ દોષોથી દૂષિત છે, માટે હું તો તેમનો સંગ મૂકીને જાઉં છું.” સુમતિ બોલ્યો કે “હું તો પ્રાણાંત થતાં સુધી પણ એમનો સંગ છોડવાનો નથી.” તે સાંભળીને નાગિલ એકલો જુદો પડ્યો. પછી સુમતિએ તે સાઘુઓ પાસે દીક્ષા ગ્રહણ કરી. તે પાંચ સાઘુઓમાંથી ચારસાધુઓ તો અનેક ભવમાં પરિભ્રમણ કરી છેવટે મોક્ષપદને પામશે અને પાંચમો તો અભવ્ય હોવાથી અનંત સંસાર ભટકશે.
શ્રી ગૌતમ ગણઘરે જિનેશ્વરને પૂછ્યું કે “હે ભગવાન! સુમતિ ભવ્ય છે કે અભવ્ય?” ભગવાન બોલ્યા “હે ગૌતમ! સુમતિનો જીવ ભવ્ય છે.” ગૌતમે પૂછ્યું “ત્યારે તે હાલ કઈ ગતિમાં છે?” ભગવાન બોલ્યા કે “હે ગૌતમ! કુશીલીયાની પ્રશંસા તથા જિનેશ્વરની આશાતના કરવાથી તે પરમાઘાર્મિક દેવપણે ઉત્પન્ન થયો છે. ત્યાંથી ચ્યવીને તે અંડગોલિક મનુષ્ય થશે. તેની અંડગોલી લેવા માટે વેપારીઓ રસ્તામાં માંસ અને મદીરા મૂકતા મૂકતા તેને મોટી દળવાની ઘંટી ઉપર લાવી દેશે. તે ઘંટીનું પડીકું પહેલાથી ઊંચુ રાખશે. તે આવ્યા પછી તેના ઉપર તે નાખી દઈ તેને પીલશે. બાર મહિના સુધી તે ઘંટીમાં પીડાતા તેના પ્રાણ છુટશે. આવા ભયંકર દુઃખોને તે ભોગવશે. ત્યાંથી મરી-ફરી પરમાઘાર્મિક દેવ થશે. તથા ફરી અંડગોલિક મનુષ્ય થશે. એ રીતે સાત ભવ અંડગોલિકના કર્યા પછી અનુક્રમે વ્યંતર, વૃક્ષ, પક્ષી, સ્ત્રી, છઠ્ઠી નરકે નારકી અને કુષ્ટી મનુષ્ય એવા ભવોમાં અનંતકાળ સુધી પરિભ્રમણ કરીને છેવટે કર્મનો ક્ષય થતાં ચક્રવર્તી પદ પામી દીક્ષા ગ્રહણ કરી મુક્તિ મેળવશે. જ્યારે નાગિલ તો તે જ ભવમાં બાવીશમાં તીર્થંકર નેમિનાથ ભગવાન પાસે દીક્ષા લઈ મુક્તિને પામ્યો. (આ પ્રબંધ વિસ્તારથી મહાનિશિથસૂત્રના ચોથા અધ્યયનમાંથી જાણવો.) સુમતિના અવિચારે વચન બોલવાનું આવું ફળ જાણી ભવ્યોએ કુશીલીયાની પ્રશંસા કરવી નહીં. (ઉ.પ્રા. ભા.૧ના આધારે)
કાયા- પુષ્પમાળામાં “પગ મૂકતા પાપ છે.” અવિચારે એટલે અયત્નાથી પાપનો વિચાર કર્યા વિના એમને એમ વર્તે તો પાપના ઘણા કાર્યો થાય છે. જેમકે લેવામાં, મૂકવામાં, બેસવા, ઊઠવા, ફરવાહરવામાં, નાહવામાં – એમાં જો વિચારપૂર્વક વર્તે તો ઘણાં પાપ અટકી જાય એવાં છે. તેથી અવિચારે કાયા પણ વાપરવી નહીં એક કહ્યું. જેમ તલવાર હોય અને વગર વિચારે ફેરવે તો પોતાને વાગી જાય, તેમ પોતાની કાયા પણ વગર વિચાર્યે વાપરે તો તે જ પોતાને પરિભ્રમણનું કારણ થાય છે. તરવા માટે મનુષ્ય દેહ મળ્યો છે તે કર્મ બાંધવા માટે થઈ પડે.
મહેશ્વર વણિકનું દ્રષ્ટાંત – મહેશ્વર નામના કોઈ વણિકે જૂ ને હાથમાં લઈ મારી નાખી. તેથી કુમારપાળે તેને શિક્ષા કરી અને કહ્યું – પરભવનો ભય ન લાગ્યો પણ મારો ભય પણ ન લાગ્યો કે મને રાજા શિક્ષા કરશે. મહેશ્વરે જીવિતની ભિક્ષા માગી ત્યારે કુમારપાળે કહ્યું – તારું સર્વ ઘન ખર્ચીને
૧૪