________________
સાતસો મહાનીતિ
b
*
તંદુલમસ્યનું દ્રષ્ટાંત - તંદુલમસ્ય મોટા મસ્સના આંખની પાંપણ ઉપર
ઉત્પન્ન થાય છે. તેનું શરીર ચોખાના દાણા જેટલું જ હોય છે. તેનું વજ8ષભનારી સંઘયણ હોય છે. મોટા માછલાના મુખમાંથી કેટલાક
- નાના માછલાઓ આવ જાવ કરતા જોઈ તંદુલમસ્ય 0 38ી . રીતે હું વિચારે છે ?
- વિચારે છે કે હું એ જગ્યાએ હોઉં તો એક પણ માછલાને
જીવતો જવા દઉં નહીં, બઘા ખાઈ જઉં. પોતે નાનો હોવાથી ખાઈ શકતો નથી પણ આવા મનના ભાવથી મરીને સાતમી નરકે જાય છે. (ઉપદેશ પ્રાસાદ ભાષાંતર ભાગ
રના આધારે) વચન – અવિચારી વચન બોલવાથી પાછળ પસ્તાવું પડે. વેર બંધાઈ જાય તો ભવોભવ પાછું દુઃખ ઊભું થાય અને ભટકવું પડે છે. માટે વિચાર કરીને બોલવાની ટેવ રાખવા યોગ્ય છે.
ચંદ્રા અને પુત્ર સર્ગનું દ્રષ્ટાંત - ચંદ્રા અને તેનો પુત્ર સર્ગ હતો. તે બહારથી ઘેર આવ્યો. ભૂખ બહુ લાગેલી હતી અને મા પણ કામ કરવા બહાર ગયેલી હોવાથી જ્યારે તે ઘેર આવી ત્યારે પુત્રે ક્રોધથી કહ્યું- શું તને કોઈએ ફાંસીએ ચઢાવી હતી? ત્યારે માએ પણ ગુસ્સામાં કહ્યું - શું તારા હાથ ભાંગી ગયા હતા કે શીકામાંથી ખાવાનું પણ ન લેવાય? આયુષ્ય પૂર્ણ થયે બન્ને મૃત્યુ પામ્યા. બીજા ભવમાં એકના હાથ કપાયા અને એકને શૂળીએ ચઢવું પડ્યું. બન્નેને અવધિજ્ઞાની ગુરુ મળવાથી તેમનો પૂર્વ ભવ કહ્યો તેથી જાતિસ્મરણજ્ઞાન પામ્યા. પછી અનશન ગ્રહણ કરી દેહ છોડી બન્ને સ્વર્ગે ગયાં. (ઉ.પ્રા.ભા.રના આધારે)
ઉત્સુત્ર પ્રરૂપણા – એ વચનનો મોટો દોષ ગણાય છે. ભગવાનના વચનથી વિરુદ્ધ કહેવું તે ઉસૂત્ર પ્રરૂપણા છે. જેમકે પોતાને ગમતો અર્થ કરવો અથવા પોતાની શિથિલતા પોષવા માટે શાસ્ત્રના વચનને મરડીને પોતાના વર્તનને અનુકૂળ દર્શાવવું. પણ ભવભીરુ હોય તે તો પોતાની અશક્તિ દર્શાવે છે કે ભગવાને તો આમ કહ્યું છે પણ મારાથી તે પળાતું નથી; એમ પોતાના દોષ કહી સત્ય વાત કહે. જ્યારે ઉત્સુત્ર પ્રરૂપણા કરનાર તો ભગવાનના વચનોને પણ ફેરવી નાખે અને કહે કે ભગવાનના કહેલાં વચન પ્રમાણે જ અમે વર્તીએ છીએ.
સુમતિ અને નાગિલનું દ્રષ્ટાંત – મગધ દેશમાં કુશસ્થલ નામના નગરમાં જીવાજીવાદિક તત્ત્વોને જાણનારા સુમતિ અને નાગિલ નામના બે ઘનાઢ્ય ભાઈ રહેતા હતા. કેટલેક કાળે કોઈ પાપકર્મના ઉદયથી તેઓ નિર્ધન થયાં. ત્યારે તે બન્નેએ પરસ્પર વિચાર કર્યો કે “આપણે દ્રવ્યરહિત થયા છીએ, તેથી ઘન ઉપાર્જન કરવા માટે પરદેશ જઈએ.” એમ વિચારીને તેઓ શુભ દિવસે નીકળ્યા. માર્ગે ચાલતાં એક દિવસ તેમણે એક શ્રાવક સાથે પાંચ સાધુઓને જતા જોયા. સારો સંગાથ મળ્યો જાણીને તેઓ તેમની સાથે ચાલ્યા. કેટલેક દિવસે તે સાધુઓની ચેષ્ટા તથા વાણી ઉપરથી તેમને કુશીલીયા જાણી નાગિલે સુમતિને કહ્યું કે “આપણે આ સાધુઓ સાથે ચાલવું યોગ્ય નથી; કેમકે મેં શ્રી નેમિનાથના મુખથી એકવાર એમ સાંભળ્યું હતું કે “મેવવિદે ડખર અવંતિ તે સીજે, તે વિક્રિો વિ નિgિવો ન ખંતિ - એવા પ્રકારના સાઘુઓ વેષઘારી હોય છે, તેઓને કુશીલીયા જાણવા; તેઓ દ્રષ્ટિથી પણ જોવા યોગ્ય નથી. માટે
૧૩