________________
સાતસો મહાનીતિ
ઉઘાડી મોતીના દાણા જેવા પરમકૃપાળુદેવના સ્વહસ્તાક્ષરો જોઈ રોમાંચ થઈ આવતો. ઘીમે ઘીમે અમૃતના ઘૂંટડા ભરે તેમ બધો પત્ર સહર્ષ વાંચી, ફરી વાંચતા, વળી ફરી ફરી વાંચી વિચારતા; સત્પુરુષના પરમ ઉપકારને, તેની નિષ્કારણ કરુણાને હૃદયમાં ખડી કરી અત્યંત ભક્તિભાવે તે પત્રના આશયને હૃદયમાં ઉતારતા.’' (પૃ.૨૧૯)
દુર્યોઘનનું દૃષ્ટાંત – યુધિષ્ઠિર સત્યવક્તા હતા. મહાભારતનું યુદ્ધ વિરામ પામ્યું ત્યારે દુર્યોધન યુધિષ્ઠિર પાસે ગયો અને કહ્યું કે કાલે મારે ભીમ સાથે લડવાનું છે. એની પાસે ગદા છે તેથી હું જીતી શકું તેમ નથી; માટે કંઈ ઉપાય હોય તો બતાવો. ત્યારે યુધિષ્ઠિર જે સત્યવક્તા હતા તેણે કહ્યું કે જો તારી માતા ગાંધારી આંખનો પાટો ખોલી તારા શરીરનું નિરીક્ષણ કરે તો તારી કાયા વજ્રમય બની જાય. એ સાંભળીને દુર્યોધન રાજી થતો પોતાની માતાના મહેલ તરફ ચાલ્યો. તે જોઈ કૃષ્ણ વચ્ચે આવીને ઊભા અને પૂછ્યું કે કેમ દુર્યોધન ! આજે બહુ આનંદમાં છો. ત્યારે તેણે કહ્યું—યુધિષ્ઠિરે કહ્યું છે કે તારી માતાની દૃષ્ટિ તારા શરીર ઉપર પડશે તો તું વજ્રમય થઈ જઈશ. તેથી હું જાઉં છું. ત્યારે કૃષ્ણે કહ્યું કે તું મૂર્ખા છે. તારી માતા પાસે નગ્ન થઈશ તો તારી માતા તારી સામે જોશે નહીં. તેથી તેણે સાથળથી લગાવીને કમર સુધી ઢાંકી દીધું. પછી એની માતાએ તેને જોયો તેથી એનું શરીર વજ્રમય થઈ ગયું. કારણ કે એ સતી હતી. પછી કૃષ્ણે ભીમને કહ્યું કે હવે તું ઘ્યાન રાખજે. બીજે ક્યાંય એને વાગશે નહીં; એક સાથળ અને કમરે વાગશે. આ કથાનો સારાંશ એ કે વૈરી એવો દુર્યોધન પણ સત્યવક્તા એવા યુધિષ્ઠિરના સત્ય
શબ્દોને સન્માન આપે છે.
૬૨૬. અયોગ્ય આંખે પુરુષ નીરખું નહીં.
કુદૃષ્ટિથી કોઈને જોઉં નહીં. તેમ કરવાથી ખોટા ભાવ વડે કર્મ બાંધી જીવ સંસારમાં રઝળે છે. શ્રી જૈન હિતોપદેશ'માંથી :- • વિષમ દૃષ્ટિથી કે મોહવૃષ્ટિથી કોઈને જોઉં નહીં. સમ (સરલ) દૃષ્ટિથી જોઉં, એમાં અનેક લાભ સમાયેલા છે. એમ કરવાથી આપણા પ્રત્યે શંકાશીલતા ટળે, લોક વિશ્વાસ બેસે અને લોકાપવાદ થવા ન પામે. વિષમ દૃષ્ટિના કારણે વાંકુ બોલી, વાંકુ ચાલી, જીવો બહુ દુઃખી થાય છે. છતાં એ અનાદિ કુચાલ સુધારવી જીવને મુશ્કેલ પડે છે. જેની ભાગ્યદશા જાગી કે જાગવાની હોય તે જ સીધે રસ્તે ચાલી શકે છે; એમ સમજી ધુમાડાના બાચકા ભરવા જેવો મિથ્યા પ્રયાસ નહીં કરતાં સીથી સડકે ચાલી, સ્વહિત સાધવા સદ્વિચારમાં પ્રવર્તવું. આવી રૂડી મર્યાદા સાચવીને ચાલતાં કોપેલાં દુર્જનો પણ શું વિરુદ્ધ બોલી શકે? કંઈ પણ છિદ્ર નહિ દેખાવાથી આડું અવળું બોલી શકે નહીં, માટે નિરંતર શુભ દૃષ્ટિ રાખી ચાલવું, બોલવું જેથી કોઈને ટીકા કરવાનો અવસર સાંપડે નહીં. (પૃ.૫૩) ૬૨૭. અયોગ્ય વચન ભાળું નહીં.
જે વચન બીજાને સુખકર ન લાગે અથવા બોલવા જોઈએ નહીં તેવા વચન બોલું નહીં. ‘સમાધિસોપાન'માંથી :— “પરમાગમ ઉપદેશે છે કે આ જીવ અનંતાનંત કાળ તો નિગોદમાં
જ રહ્યો. ત્યાં વચનરૂપ કર્મ-વર્ગણા જ ગ્રહણ કરી નથી. કારણ કે પૃથ્વીકાય, અપકાય, તેજકાય, વાયુકાય અને વનસ્પતિકાયમાં અનંત કાળ કે અસંખ્યાત કાળ રહ્યો ત્યાં તો જિહ્વા ઇન્દ્રિય જ પામ્યો નહીં, બોલવાની શક્તિ પણ પામ્યો નહીં. બેઇન્દ્રિય, ત્રીંદ્રિય, ચતુરિંદ્રિય અને અસંશી પંચેન્દ્રિય એ ચાર વિકલ ચતુષ્ક અને સંશી પંચેન્દ્રિય તિર્યંચ (પશુ,પક્ષી)માં જિહ્વાઇન્દ્રિય તો પામ્યો, પણ અક્ષરસ્વરૂપ શબ્દો
૪૬૫