________________
સાતસો મહાનીતિ
બોલવાની શક્તિ પ્રાપ્ત થઈ નહીં. મનુષ્યપણામાં વચન બોલવાની શક્તિ પ્રગટ થાય છે. આવી દુર્લભ વચનશક્તિ અસત્ય બોલીને બગાડી દેવી એ મહા અનર્થ છે. મનુષ્યભવનો
મહિમા તો વચન વડે જ છે. નાક, કાન, જીભ, આંખ તો પશુને પણ હોય છે; ખાવુંપીવું, કામ-ભોગ આદિ પુણ્ય-પાપ પ્રમાણે ઢોરને પણ પ્રાપ્ત થાય છે; આભરણ, વસ્ત્ર આદિ, કૂતરાં, વાંદરા, ગઘેડાં, ઘોડા, ઊંટ, બળદ ઇત્યાદિને પણ પ્રાપ્ત થાય છે. પરંતુ વચન બોલવાની શક્તિ, સાંભળીને સમજવાની શક્તિ તથા ઉત્તર દેવાની શક્તિ તેમજ ભણવા, ભણાવવામાં ઉપયોગી વચનશક્તિ તે મનુષ્ય જન્મમાં મળે છે. માટે મનુષ્ય જન્મ પામીને જેણે વચન બગાડ્યું તેણે આખો ભવ બગાડ્યો. મનુષ્ય જન્મમાં લેવું-દેવું, કહેવું-સાંભળવું, પ્રતીતિ-પરીક્ષા, થર્મ-કર્મ પ્રવૃત્તિ-નિવૃત્તિરૂપ વગેરે કાર્યો વચનને આધીન છે. જેણે વચન બગાડ્યું તેણે તો બધો મનુષ્ય જન્મનો વ્યવહાર બગાડી દૂષિત કર્યો. માટે પ્રાણ જતાં પણ પોતાનું વચન દૂષિત ન કરો. (પૃ.૨૭૮) ૬૨૮. ઉઘાડે શિરે બેસું નહીં.
વડીલોની મર્યાદા અર્થે ઉઘાડે શિરે બેસું નહીં. ૬૨૯. વારંવાર અવયવો નીરખું નહીં.
- શરીરના અવયવો એટલે હાથ, મોટું વગેરે વારંવાર જોઉં નહીં. કારણ મોહ થવાનું તે નિમિત્ત છે. ઘણા પોતાના શરીરને અરીસામાં નીરખ્યા કરે. તેથી શરીર પ્રત્યેની આસક્તિ વધે. માટે વારંવાર શરીરના અવયવોને નીરખું નહીં. ૬૩૦. સ્વરૂપની પ્રશંસા કરું નહીં.
પોતાનું સુંદરરૂપ હોય તો પણ તેની પ્રશંસા કરું નહીં. શ્રીમદ્ રાજચંદ્ર'માંથી -
સનતકુમાર ચક્રવર્તીનું દ્રષ્ટાંત - “ચક્રવર્તીના વૈભવમાં શી ખામી હોય? સનતકુમાર એ ચક્રવર્તી હતા. તેના વર્ણ અને રૂપ અત્યુત્તમ હતા. એક વેળા સુઘર્મ સભામાં તે રૂપની સ્તુતિ થઈ. કોઈ બે દેવોને એ વાત રુચિ નહીં. પછી તેઓ તે શંકા ટાળવાને વિપ્રરૂપે સનકુમારના અંતઃપુરમાં ગયા. સનત્ કુમારનો દેહ તે વેળા મેળથી ભર્યો હતો. તેને અંગ મર્દનાદિક પદાર્થોનું માત્ર વિલેપન હતું. એક નાનું પંચિયું પહેર્યું હતું અને તે સ્નાનમંજન કરવા માટે બેઠા હતા. વિપ્રરૂપે આવેલા દેવતા તેનું મનોહર મુખ, કંચનવર્ણી કાયા અને ચંદ્ર જેવી કાંતિ જોઈને બહુ આનંદ પામ્યા અને માથુ ઘુણાવ્યું એટલે ચક્રવર્તીએ પૂછ્યું; તમે માથું શા માટે ઘુણાવ્યું? દેવોએ કહ્યું, અમે તમારું રૂપ અને વર્ણ નિરીક્ષણ કરવા માટે બહુ અભિલાષી હતા. સ્થળે સ્થળે તમારા વર્ણરૂપની સ્તુતિ સાંભળી હતી; આજ તે અમે પ્રત્યક્ષ જોયું એથી અમને પૂર્ણ આનંદ ઊપજ્યો. માથું ધુણાવ્યું એનું કારણ એ કે જેવું લોકોમાં કહેવાય છે તેવું જ રૂપ છે; એથી વિશેષ છે પણ ઓછું નથી. સનકુમાર સ્વરૂપવર્ણની સ્તુતિથી પ્રભુત્વ લાવી બોલ્યા, તમે આ વેળા મારું રૂપ જોયું તે ભલે, પરંતુ હું રાજસભામાં વસ્ત્રાલંકાર ઘારણ કરી કેવળ સજ્જ થઈને જ્યારે સિંહાસન પર બેસું છું, ત્યારે મારું રૂપ અને મારો વર્ણ જોવા યોગ્ય છે. અત્યારે તો હું ખેળભરી કાયાએ બેઠો છું. જો તે વેળા તમે મારા રૂપ, વર્ણ જુઓ તો અદ્ભુત ચમત્કારને પામો અને ચક્તિ થઈ જાઓ. દેવોએ કહ્યું, ત્યારે
૪૬૬