________________
સાતસો મહાનીતિ
છે.” તે સાંભળી મુનિ તે શેરીમાં ઈર્યાપથિકી પૂર્વક ચાલવા લાગ્યા. પણ તેમના તપના પ્રભાવથી તે શેરી શીતળ થઈ ગઈ. તે જોઈ બ્રાહ્મણને થયું કે “અહો! આ કોઈ તપસ્વી છે' એમ જાણી વિસ્મય પામ્યો અને મુનિ પાસે આવી કહ્યું – મેં આપને એ શેરીમાં આ જવાની આજ્ઞા આપી તે પાપથી હું કેવી રીતે છુટીશ? ત્યારે મુનિએ કહ્યું – દીક્ષા ગ્રહણ કર. તે સાંભળી તેણે દીક્ષા લીધી. પણ બ્રાહ્મણ હોવાથી જાતિમદ કર્યો. ત્યાંથી દેહ છોડી સ્વર્ગે ગયો. પણ જાતિમદના કારણે દેવલોકથી ચ્યવી ચંડાળને ઘેર ઉત્પન્ન થયો. ત્યાં ફરી દીક્ષા લઈ હરિકેશી મુનિ બની અનુક્રમે કર્મનો ક્ષય કરી પરમપદને પામ્યા. કથાના સારરૂપે, બીજા દુઃખી થાય તે જોઈ પરના દુઃખે હર્ષ માનું નહીં; પણ કોઈનું દુઃખ દૂર થાય એવો યથાશક્તિ પ્રયત્ન કરું. ૬૫૩. જેમ બને તેમ ઘવળ વસ્ત્ર સજું
જેમ બને તેમ ઘવળ એટલે સફેદ વસ્ત્ર પહેરું. સાદગી સાથે તે પહેરવાથી મનની પવિત્રતા ઉપર તેની સારી અસર થાય છે. સફેદ કપડા સાદગી સૂચવે છે. રંગબેરંગી કપડાં પહેરવાનો મોહ ઓછો થાય તો સફેદ કપડા પહેરવાનું બની શકે એમ છે. ૬૫૪. દિવસે તેલ નાખું નહીં.
“બોઘામત ભાગ-૩'માંથી – ‘દિવસે તેલ નાખું નહીં'=પુરુષે દિવસેય માથામાં તેલ નાખવું નહીં, એટલે કે નાખવું જ નહીં; કારણકે હજામત, સ્નાન વગેરે સાધનોથી શિર સ્વચ્છ રહેવાનું કારણ પુરુષને બને છે.” (પૃ.૪૨૮) ૬૫૫. સ્ત્રીએ રાત્રે તેલ નાખવું નહીં.
બોઘામૃત ભાગ-૩'માંથી :- “રાત્રિએ તેલ નાખનાર એટલે વેશ્યાદિ તથા અત્યંત મોહાસક્ત સ્ત્રીઓ હોય. સામાન્ય સ્ત્રીઓ તો દિવસે શરીર-સંસ્કાર કરી લે છે.” (પૃ.૪૨૮) ૬૫૬. પાપપર્વ એવું નહીં.
હોળી વગેરે પર્વો પાપપર્વો છે. તે લૌકિક અને ભવની પરંપરાને વઘારનાર હોવાથી ઘર્મને જાણનાર એવા ઉત્તમ જીવોએ તે પર્વનો ત્યાગ કરવો. એની કથા નીચે પ્રમાણે –
ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૫'માંથી –
હોળીકાનું દ્રષ્ટાંત - એક પાપમાંથી અનેક પાપ થતાં સંસારની વૃદ્ધિ. હોળીકા મનોરથ શ્રેષ્ઠીની પુત્રી હતી. તે બાળ વિઘવા થઈ. “નવરો બેઠો નખોદ વાળે તેમ તે પણ નવરી બેઠી ખોટા વિચાર કર્યા કરતી. એક દિવસ તે ગોખમાં બેઠેલી હતી. ત્યાંથી કામપાલ નામના પુરુષને જતા જોયો. તેને જોઈ તેનો કામવિકાર જાગૃત થયો. ટૂંઢા નામની પરિવ્રાજીકાએ તે બન્નેનો મેળાપ કરાવી દીધો.
એકવાર હોળીકા તથા કામપાલે વિચાર્યું કે આપણી ગુરૂવાત આ ટૂંઢા જ જાણે છે. કાલે ઊઠીને આપણી વાત તે બહાર પાડી દેશે માટે એને જ મારી નાખીએ; એમ વિચારી જે ઝૂંપડીમાં ઢંઢા સૂતી હતી તે ઝૂંપડીને જ સળગાવી દીધી. ટૂંઢા મરીને વ્યંતરી થઈ અને હોળીકા કામપાલ સાથે ઘરથી ભાગી ગઈ. પણ લોકોએ એમ જાણ્યું કે હોળીકા બળીને સતી થઈ છે માટે હોળીનું પર્વ ઉજવી તેને પૂજવા લાગ્યા. હવે પેલી ઢંઢા તાપસી જે મરીને વ્યંતર જાતિમાં દેવી થઈ તેણે વિભંગ જ્ઞાનથી જોયું કે “અહો! આ લોકો મહા
૪૭૫