________________
સાતસો મહાનીતિ
અસતી એવી જીવતી હોળીકાને પૂજે છે, તેની સ્તુતિ કરે છે પણ મને કોઈ સંભારતું પણ નથી. “એમ વિચારીને તે ગામ ઉપર એક મોટી શિલા વિધુર્થીને તે બોલી કે “મને સંતોષ આપનાર એક મનોરથ શ્રેષ્ઠી વિના બીજા સર્વને હમણાં જ આ શિલાથી ચૂર્ણ કરી નાખીશ.’’ તે સાંભળીને રાજા વિગેરે સર્વ લોક, ભય પામી મનોરથ શ્રેષ્ઠીને શરણે ગયા. ત્યારે તે શ્રેષ્ઠીએ પૂજા વિગેરે કરીને કહ્યું કે '‘દેવ કે દાનવ જે હોય તે પ્રગટ થઈને જે ઇચ્છા હોય તે કહો, અમે નગરના સર્વ લોકો તે પ્રમાણે કરીશું’ તે સાંભળીને ઢૂંઢા વ્યંતરી પૂર્વનો સર્વ વૃત્તાંત કહીને બોલી કે ‘‘હોળીનું પર્વ આવે ત્યારે સર્વ પૌરજનો ભાંડચેષ્ટા કરે, પરસ્પર ગાળો દે, ધૂળ ઉછાળે, શરીરે કાદવ ચોળે ઇત્યાદિ કરે તો આ ઉપદ્રવ હું શાંત કરું.'' તે સાંભળીને લોકોએ તે પ્રમાણે અંગીકાર કર્યું. ત્યારથી ઘૂળેટીનું પર્વ સર્વત્ર પ્રસર્યું. “લોકો ગાડરિયા પ્રવાહ જેવા છે, તે પરમાર્થને સમજતા નથી.”
અહીં ઉપદેશવચન આ પ્રમાણેના ઘારી રાખવાં કે “એક અસંબંધ વાક્ય બોલવાથી, ગાળી પ્રદાનાદિ કરવાથી જીવ અનેક ભવમાં ભોગવવું પડે તેવું પાપકર્મ બાંધે છે, માટે અશુભ પ્રલાપનો ત્યાગ કરીને દ્રવ્યથી હુતાશિની પર્વને (હોળીપર્વને) સર્વથા તજવું અને ભાવથી બુદ્ધિપૂર્વક શુભ વાક્યને અંગીકાર કરી સ્વપરને હિતકારી વાક્યો બોલવાં.’’
“દુષ્ટ વાક્યના વિસ્તારવાળું, મિથ્યાત્વથી ભરેલું અને સંસારસાગરમાં ડુબાવનારું આ હોળી લૌકિક પર્વ શ્રી જિનેન્દ્ર આગમના તત્ત્વની ઇચ્છાવાળા લોકોએ અવશ્ય ત્યાગ કરવું. (પૃ.૨૦૭ના આધારે)
શ્રી પર્યુષણાદિ પર્વોની કથા'માંથી – વળી ગુરુ કહે છે કે “જે પ્રાણી બળતી હોળીની ઝાળમાં એક મુષ્ટિ ગુલાલ નાખે તેને દશ ઉપવાસનું આલોચણ આવે તથા જો એક લોટો પાણીનો રેડે તો એકસો ઉપવાસનું આલોચણ આવે, છાણાં નાખે તો પચીસ ઉપવાસ, એક ગાળ બોલે તો પંદર ઉપવાસ, હોળીના ગીત ગાય તો દોઢસો ઉપવાસ, છાણાનો હાર કરી નાખે તો સો વાર બળી મરવું પડે, શ્રીફળ નાખે તો હજાર વાર બળી મરવું પડે, એક સોપારી નાખે તો પચાસ વખત બળી મરવું પડે, હોળી સળગાવે તો હજાર વખત ચંડાળના કુળમાં ઊપજવું પડે, વળી જે પુરુષ હોળીમાં ભુખ્યો રહી વ્રત કરે તે એક હજાર વખત મ્લેચ્છના કુળમાં ઊપજે.
માટે આવા મિથ્યાત્વને ગાઢ કરનારા પર્વનો ભાવથી ત્યાગ કરું. (પૃ.૫૯) ૬૫૭. ધર્મી, સુયશી એક કૃત્ય કરવાનો મનોરથ ધરાવું છું.
દાન, શીલ, તપ અને ભાવ એ ચાર પ્રકારના ધર્મમાંથી ઉત્તમ પ્રકારનું દાન આપીને કે મુશ્કેલીના વખતમાં પણ અખંડ શીલ પાળીને કે ઇચ્છાઓને રોકી તપ આરાધીને કે રાગદ્વેષના ભાવ ઘટાડવા માટે આત્મધર્મ પ્રબળપણે આરાધવાનો મનોરથ ધરાવું છું. જેનો સુયશ સહેજે ફેલાય પણ તેની ઇચ્છા ખરા આરાધકને હોતી નથી.
૫૮. ગાળ સાંભળું પણ ગાળ દઉં નહીં.
કર્મના ઉદયે કોઈ મને ગાળ દે તો શાંતિથી સાંભળું પણ સામી ગાળ દઉં નહીં.
ગૌતમબુદ્ધનું દૃષ્ટાંત – કોઈ ગાળો આપે પણ પોતે ન લે તો? એક વખત ગૌતમ બુદ્ધને કોઈએ ગાળો આપી. ત્યારે બુદ્ધે કહ્યું કે ભાઈ ! કોઈ વસ્તુ આપે પણ સામો વ્યક્તિ ન લે તો તે કોની પાસે રહે ? તે ભાઈ કહે તે તો તેની પાસે જ રહે. ત્યારે બુદ્ધે કહ્યું કે તમે મને જે ગાળો આપી, તેમાંથી મેં કાંઈ
૪૭૬