________________
સાતસો મહાનીતિ
ચંદ્રમાં એક દિવસ ખાંડો, એક દિવસ ગોળ, એક દિવસ લાંબો ને એક દિવસ માત્ર લીટી જેવો દેખાય છે; તેના પણ સરખા દિવસો જતા નથી. તેમ આભડશેઠ પણ
કોટીધ્વજ હતો, છતાં નિર્ધન થઈ જવાથી જ્યાં ત્યાં ભટકે છે; માટે હે પુરુષ!માન કરીશ નહીં, કેમકે જેવી કાલ તેવી આજ નથી.
અન્યદા આભડશેઠ હેમચંદ્રાચાર્ય પાસે ગયા અને તેમની પાસે શ્રાવકનાં બાર વ્રત ઉચ્ચર્યા. તેમાં પાંચમા વ્રતમાં પરિગ્રહનું પરિમાણ કરતાં તેણે સો પચાસ રૂપિયા રાખવા ઘાર્યું. ગુરુમહારાજે કહ્યું કે –
આટલા દ્રવ્યથી તારું મન સ્થિર નહીં રહે; કારણ કે આગળ ઉપર તને ઘણી લક્ષ્મી મળવાની છે.” તેણે હજાર રાખવા કહ્યું, ગુરુએ તો પણ ના કહી, એટલે લાખ રાખવા ઇચ્છા જણાવી, લોકો હસવા લાગ્યા. પણ ગુરુમહારાજે તેટલાથી પણ નહીં સરે' એમ કહ્યું, એટલે નવલાખ રાખ્યા અને તેનાથી વધારે થાય તો પુણ્યકાર્યમાં ખર્ચીશ” એમ કહ્યું. ગુરુએ તેને તે પ્રમાણે નિયમ કરાવ્યો.
હવે તેની પાસે પાંચ દામ હતા. તેટલા વડે એક બકરીના ગળામાં ઇંદ્રનીલ બાંધેલું હતું તે ખરીદું. પછી તેના ઘણા માણેક કર્યા અને લાખ લાખ રૂપિયે એકેક મણકો વેચાણો, તેથી તેની પાસે ઘણું દ્રવ્ય થયું. પાછો અનુક્રમે કોટી ધ્વજ થયો, એટલે સ્ત્રી પુત્ર પણ આવીને મળ્યા. તેણે નગરમાં દુઃખીઓનું દુઃખ ટાળવા પડહ વગડાવ્યો અને મુનિરાજને વૃત વિગેરેનું દાન દેવા લાગ્યો.
આભડશેઠ લક્ષ્મી મળી એટલે આનંદથી સ્વામીવત્સલ કરવા લાગ્યા. જિનેશ્વરની પૂજા-ભક્તિ કરવા લાગ્યા. દાનશાળા મંડાવી. શ્રી સંઘની (તમામ જૈનબંધુની) વર્ષમાં બે વાર ભક્તિ કરવા લાગ્યા. જિર્ણોદ્ધાર, ચૈત્યોનો તેમજ પુસ્તકોનો કરાવ્યો. આ પ્રમાણે તેના ૮૪ વર્ષના આયુષ્યમાં કુલ સરવાળો કરતાં તેણે ૯૮લાખ દ્રવ્ય ખર્ચી. અંતસમયે તે સરવાળો જાણી તેને ખેદ થયો કે “હું એક કરોડ પૂરા ખર્ચે ન શક્યો?” તે સાંભળીને તેના પુત્ર તેના શ્રેયાર્થે આઠ લાખ બીજા ખચેવાનું કબૂલ કર્યું, અને દશ લાખ ખર્ચે એક ક્રોડ ને આઠ લાખનો સરવાળો કર્યો. આભડ શેઠ અનશન કરી મૃત્યુ પામીને સ્વર્ગે ગયા.
આ પ્રમાણે આભડશેઠનો પ્રબંધ સાંભળીને ઉત્તમ પુરુષે ઘન જાય ત્યારે શૈર્ય અને ઘર્મ છોડવો નહીં અને ઘન આવે ત્યારે ગર્વ કરવો નહીં. કદી પાછું ન આવે તોપણ હૃદયમાં ખેદ કરવો નહીં, સમભાવમાં રહેવું, કારણ કે જગતમાં સંતોષ જ સર્વ કરતાં વડો છે, શ્રેષ્ઠ છે, કલ્પવૃક્ષ સમાન છે. માટે નિર્ણન અવસ્થા આવ્યું પણ શોક કરવો નહીં. (પૃ.૧૧૩) ૬૫૨. પરદુઃખે હર્ષ ઘરું નહીં.
બીજાનું દુઃખ દેખી આનંદ માનું નહીં, પણ તેનું દુઃખ નિવારવા યથાશક્તિ મદદ કરું. પરદુઃખે હર્ષ ઘરવાથી પરભવમાં પોતે પણ તેવા દુઃખનો ભોક્તા થાય. માટે સર્વ જીવો સદા સુખી રહો, નિરોગી રહો એવી ભાવના કર્યા કરું.
ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૫'ના આઘારે :
બ્રાહ્મણનું દ્રષ્ટાંત - હસ્તિનાપુરમાં એક દિવસ મુનિ મહાત્મા ભિક્ષા માટે પધાર્યા. ત્યાં એક શેરી હતી. તેમાં કોઈ ચાલતું તો તરત મૃત્યુ પામતું. કારણ કે તે શેરી કોઈ વ્યંતરના ઉપદ્રવથી અગ્નિ જેવી તપેલી રહેતી. તે શેરી માણસના સંચાર વિનાની જોઈને મુનિએ ત્યાં ઊભા રહેલ બ્રાહ્મણને પૂછ્યું કે “આ શેરીમાં માણસો ચાલે છે કે નહીં?” તેણે ‘ભલે આ મુનિ બળી જાય એવા દુષ્ટ આશયથી કહ્યું કે “હા ચાલે
४७४