________________
સાતસો મહાનીતિ
જાય ત્યાં વાંકા ને જડ મનુષ્યો મળે. તે જડ, સ્વાર્થી, વક્ર લોકો સાથે સંબંધ પડે અને ઘારેલું થાય નહીં, નિષ્ફળ જાય. એવા કાળમાં આપણે જનમ્યા છીએ માટે જીવોની જડતા જોઈને આક્રોશ પામવો નહીં અર્થાત્ ઘાંટો પાડીને બોલવું નહીં. કારણ કે આ કાળમાં ભગવાન મહાવીરના શિષ્યો વાંકા અને જડ છે, એમ શાસ્ત્રોમાં જણાવ્યું છે.
ધર્મનો ઉદ્યોત કરવાની ભાવના કૃપાળુદેવે કરેલી. તેમાં કયા કયા જીવો મદદ કરી શકે તે પણ જોયેલું. પણ પછી કાળને પોષાય તેવું ન લાગ્યું. જડતા વિશેષ જામેલી જણાઈ. જડતા એટલે જીવ આત્મભાવમાં ન હોય તે તેની જડતા છે. “ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં અહો રાચી રહો!” વર્તમાનકાળમાં જીવોની આવી કર્માધીન દશા છે. કોઈ ક્રોઘાદિને વશ થઈ આક્રોશ કરે અર્થાત્ ઘાંટો પાડી ઠપકો આપે, ગાળ દે કે આક્ષેપ કરે કે જે સહન ન થાય. છતાં બાવીસ પરિષહમાંનો એક પરિષહ માની સહન કરે અને મનમાં પણ વિક્ષેપ લાવે નહીં, ખોટું લગાડે નહીં તો તે સાચો થયો કહેવાય. ‘અપમાનાદિ તે માને, વિક્ષેપી મન જેમનું;
અપમાનાદિ ના લેખે, અક્ષુબ્ધ મન જેમનું.’ -સમાધિશતક
માટે વર્તમાનકાળના જીવોની આવી જડતા જોઈને આક્રોશ પામું નહીં, અર્થાત્ દુઃખી થાઉં નહીં. પણ જે થાય તે જોયા કરું.
૧૪૬. ખેદની સ્મૃતિ આણું નહીં.
ખેદની સ્મૃતિ થવાથી થાય છે શું? તો કે તે કારણો ફરીથી તાજાં થાય છે. સ્મૃતિ સારી વસ્તુની કરવાની છે. સત્પુરુષોનો યોગ થયો હોય, આપણને કંઈ હિત થયું હોય તેની સ્મૃતિ કરવી. ક્લેશની સ્મૃતિ કરવાથી માત્ર કલેશ જ થાય. વિશેષ જો એવા ભાવ રહે તો વેરનું રૂપ લઈ લે.
-
કીર્તિઘ૨૨ાજાની રાણીનું દૃષ્ટાંત ખેદથી આર્તધ્યાન કરવાનું ફળ તિર્યંચગતિ. કીર્તિઘર રાજાએ પોતાનો પુત્ર સુકોશલ પંદર દિવસનો થયો ત્યારે દીક્ષા લઈ લીધી. પુત્ર પણ કોઈ સાધુને દેખતાં દીક્ષા લેશે એમ કોઈ જોષીએ કહેલું. તેથી રાણી કોઈ સાધુ ભિક્ષા લેવા માટે આવે તો તેને મહેલના કંપાઉન્ડમાં પણ પેસવા દે નહીં. એક વખત પોતાના પતિ કીર્તિધર રાજા જ મુનિ અવસ્થાએ ત્યાં આવી ચઢ્યા. તેમનું પણ અપમાન કરીને રાણીએ દ૨વાજા બહાર કઢાવી મૂક્યા. ઘાવમાતાએ આ બનાવ મેડા ઉપરથી જોયો અને તેની આંખમાં આંસુ આવી ગયા. તે જોઈ સુકોશલકુમારે પૂછ્યું “તમે કેમ રડો છો? ઘાવમાતાએ તેના પિતાને કાઢી મૂક્યાની વાત કહી. તેથી કુમારે સંસારનું આવું સ્વાર્થમય સ્વરૂપ જાણી પિતા પાસે જઈ દીક્ષા લઈ લીધી. રાણી ખૂબ ખેદ કરવા લાગી કે મારો પતિ તો મારો ન થયો અને પુત્ર પણ મારો ન થયો. એમ વારંવાર ખેદ કરતી આર્તધ્યાનથી મરીને વાઘણ થઈ. પુત્રના ઉપર પ્રેમ હતો તેથી જંગલમાં પહેલા તેને જ ખાધો. ખાતાં ખાતાં તેના સોનાથી જડેલા દાંત જોતાં વાઘણને જાતિસ્મરણ
ન
જ્ઞાન થયું કે આ તો મારો જ પુત્ર છે. ત્યાં કીર્તિધરમુનિ પણ સુકોશલમુનિની પાસે જ કાઉસગ્ગ કરીને ઊભેલા હતા. કીર્તિઘરમુનિએ જ્ઞાનથી જાણ્યું કે એને જાતિસ્મરણજ્ઞાન થયું છે તેથી કૃપા કરી વાઘણને ઉપદેશ આપ્યો. તેની કૃપાથી વાઘણનો આત્મા શાંત થયો, બોઘ પામ્યો. પછી વાઘણે કોઈ જીવની હિંસા કરી નહીં અને અનશન કરી દેહ ત્યાગીને સ્વર્ગે ગઈ.
માટે આવા ખેદમય સંસારની સ્મૃતિ આણું નહીં પણ વિસ્મૃતિ કરવા પ્રયત્ન કરું.
૭૧