________________
૧૫૪. વિનયને આરાધી રહું.
66
विद्या ददाति विनयं । विनयात् याति पात्रताम्
સાતસો માનીતિ
અર્થ - વિદ્યાર્થી વિનય આવે છે અને વિનયથી આત્મજ્ઞાન અને આત્મચારિત્રની એટલે સભ્યશ્ચારિત્રની યોગ્યતા આવે છે.
વિદ્યા પછીનું બીજું પગથિયું વિનયનું કહ્યું, વિનયથી આત્મા નમ્ર બને છે. ઉત્તરાધ્યયનમાં પહેલામાં પહેલું અધ્યયન વિનયનું મૂક્યું છે. અંતરંગમાં સાધુતા હોય તેનું બાહ્ય ફળ વિનય છે. અંતરંગમાં જેવા ભાવ હોય તેવા વિનયરૂપે બાહર દેખાય છે.
“વિનય કરે ભગવાન.” કેવળજ્ઞાન થયા પછી ત્રણ લોકના નાથ થયા છે, છતાં એમનો ગુરુ પ્રત્યેનો વિનય ચાલુ જ રહે છે. દેવળી થયા પછી પણ તેમના અપાતિયા કર્મ વેદનીય, નામ, ગોત્ર અને આયુષ્ય કર્મની નિર્જરા થયા કરે છે. વિનયનો બીજો અર્થ દીનત્વ છે.
“સત્પુરુષમાં જ પરમેશ્વર બુદ્ધિ, એને જ્ઞાનીઓએ ૫૨મ ઘર્મ કહ્યો છે; અને એ બુદ્ધિ પરમ સૈન્યત્વ સૂચવે છે.'' પાઠાંતરમાં બીજી રીતે પણ છે. ‘તથારૂપ ઓળખાણ થયે સદ્ગુરુમાં પરમેશ્વરબુદ્ધિ રાખી તેમની આજ્ઞાએ પ્રવર્તવું તેને ‘પરમ વિનય' કહ્યો છે, તેથી પરમ જોગ્યતાની પ્રાપ્તિ હોય છે.” (વ-પૃ. ૨૮૯) માટે આત્મજ્ઞાન પામવા સત્પુરુષના વિનયને આરાધી રહ્યું.
૧૫૫. માયાવિનયનો ત્યાગ કરું.
ઉપર વિનય દેખાડવો અને અંદર માયા રાખવી એવા માયા વિનયનો ત્યાગ કરું.
વિનયરત્નનું દૃષ્ટાંત – ઉત્તમ પુરુષોને માયા વડે મારનારની દુર્ગતિ. ચંડપ્રદ્યોત રાજાએ નોકરને કહ્યું કે ઉદયન રાજાને મારવો છે. મારે તે હોશિયાર કહેવાય. જેને મારવો છે તે ઉદયન રાજા ધર્માત્મા હતા. મારવાનો તેને લાગ મળ્યો નહીં. રાજા સાધુને માન આપે છે એમ જાણી મરાવનાર રાજાના નોકરે સાધુવેશ લીધો. બાર વર્ષ સુધી સાધુપણું પાળ્યું અને વિનયરત્ન સાધુ તરીકે પ્રખ્યાત થયો. બધાનો વિનય બહુ કરે. આચાર્યને બહુ પ્રિય થઈ પડ્યો. હવે જે રાજાને મારવો છે તે ગામમાં આચાર્ય અને સાધુ આવી ચઢ્યા. તે દિવસે રાજાને ચૌદશનો ઉપવાસ હતો. ધર્મધ્યાનમાં રાત્રિ ગાળવા માટે આચાર્યને રાજાએ આમંત્રણ આપ્યું. આચાર્ય વિનયરત્ન શિષ્યને સાથે લઈ રાજાની પૌષધશાળામાં ગયા. મોડી રાત સુધી બધા ધર્મધ્યાન કરી પાછલી રાત્રે બધા સૂઈ ગયા. બધા ઊંઘી ગયા પણ વિનયરત્ન શિષ્ય ઊંઘ્યો નહીં. તેણે આ અવસરે ખરો લાગ આવ્યો છે એમ જાણી ૧૨ વર્ષથી ઓઘામાં સંતાડી રાખેલી છરી વડે રાજાનું ગળું કાપી તે નાસી ગયો. આચાર્ય નીચે લોહીનો રેલો આવ્યો ત્યારે જાગ્યા. શિષ્યને દીઠો નહીં. ત્યારે લાગ્યું કે આ શિષ્યનું જ કામ છે. પછી જૈનશાસનની અવહેલના થશે એમ જાણી આચાર્યે પોતે પણ તે જ છરીથી આપઘાત કર્યો. લોકોએ જાણ્યું કે આચાર્ય અને રાજાને કોઈએ મારી નાખ્યા છે.
મારનારે નાસી જઈ પોતાના રાજા પાસે આવી કહ્યું —–ઢું ઉદયનરાજાને મારી આવ્યો. રાજાએ પૂછ્યું કેવી રીતે ? ત્યારે કહ્યું કે સાધુ થઈને ગયો અને મારી નાખ્યો. રાજા ગુસ્સે થયો અને કહ્યું અરે દુષ્ટ, કે ઘર્મને બહાને આવા કામ! પછી તેને રાજ્ય બહાર કાઢી મૂક્યો, તે મરીને નરકમાં ગયો.
ધર્મ એવી વસ્તુ છે કે જેથી ભલભલાં છેતરાઈ જાય, અભયકુમાર જેવો બુદ્ધિશાળી પણ એક
૭૪