________________
સાતસો મહાનીતિ
પણ બીજાં કોઈ નિમિત્તે વસ્તુ મળી આવશે. પણ નવું પાપ ન કરવું એ જ વિચારવાનનું કર્તવ્ય છે.
ચૂલણીનું વૃષ્ટાંત – પોતાના સ્વાર્થ ખાતર પુત્રના પણ પ્રાણ લેવાનો વિચાર. ચૂલણીએ પોતાના કામભોગના સ્વાર્થ ખાતર પોતાના પુત્ર બ્રહ્મદત્તને મારવાનો વિચાર કર્યો. લગ્ન પછી તેને લાક્ષાગૃહમાં મોકલ્યો; પછી આગ લગાડી. ભાવથી તો એણે હિંસા કરી લીધી. બ્રહ્મદત્ત પોતાના પુણ્યથી અને મંત્રીના સહકારથી બચી ગયો. પણ ચૂલણી તો પુત્ર મરી ગયો એમ જાણી રાજી થઈ. એમ હિંસા વડે પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા કદી ઇછું નહીં. ૧૫૧. સૃષ્ટિનો ખેદ વઘારું નહીં.
સૃષ્ટિ એટલે આખો લોક જે ત્રિવિધ તાપથી બળી રહ્યો છે. તેમાં ડાહ્યો માણસ ક્લેશરૂપ લાકડાને હોમી જગતવાસી જીવોના ખેદને વધારે નહીં. “ક્લશે વાસિત મન સંસાર ફ્લેશ રહિત મન તે ભવપાર.” માટે જેમ બને તેમ ખેદ, ક્લેશ, સંતાપ, વેર, ઝેર ઓછા થાય તેમ પ્રવર્તવાની જરૂર છે. બળતું હોય તેને સારો માણસ ઓલવે પણ વધારે નહીં. માટે કહ્યું કે “સૃષ્ટિનો ખેદ વઘારું નહીં.” અર્થાતુ મરતાને મારવા જેવું કરું નહીં. પણ સર્વને શાંતિ ઊપજે તેવો વ્યવહાર કરું. ૧૫૨. ખોટી મોહિની પેદા કરું નહીં.
પુષ્પમાળા - પુષ્પ ૧૦૪માં પરમકૃપાળુદેવે જણાવ્યું કે- “સદ્ગુણથી કરીને જો તમારા ઉપર જગતનો પ્રશસ્ત મોહ હશે તો તે બાઈ, તમને હું વંદન કરું છું.” સગુણ પ્રત્યેનો મોહ તે તો પ્રશસ્ત એટલે શુભરાગ છે. પણ આ ૧૫રમાં વાક્યમાં ખોટી મોહિની પેદા કરું નહીં એમ કહ્યું તે તેનું પ્રતિપક્ષી વાક્ય છે. જગતના જીવોને ખોટી મોહિની અર્થાત્ ખોટું આકર્ષણ થાય તેમ વર્તવું, તેવું બોલવું, પહેરવું કે રહેવું વગેરે કરું નહીં; કારણ કે મોહને લઈને આખું જગત દુઃખી છે. તેમાં મોહ વધે એવું આચરણ કરી જીવોને વધારે દુઃખી કરું નહીં, બળતામાં ઘી હોમ્યું નહીં. ૧૫૩. વિદ્યા વિના મૂર્ખ રહું નહીં.
જગતવાસી જીવોને સવિદ્યાની કંઈ પડી નથી. ઉપરથી ટાપટીપ કરીને ફરે અને પરસ્પર મોહ પામે છે. હિંદુસ્તાનમાં ખાસ કરીને સ્ત્રીઓમાં વિદ્યા ઓછી હોવાથી મોહને પોષી જીવે છે. મૂર્ખાઈમાં જ આખી જિંદગી વહી જાય છે. તેમાં વિદ્યાની ખામી બતાવી. વિદ્યા હશે તો સત્ વિદ્યા પામી મૂર્ખાઈ પણ ઓછી થશે. વાતચીત કરતા આવડશે અને લોકો સાથે સારું વર્તન કરતાં પણ શીખશે. પણ ખરી વિદ્યા તો સાચી સમજણ છે. આત્મા સંબંધીનું જ્ઞાન મળે તે સાચી વિદ્યા છે. તે વિનાનો બીજો બધો પુરુષાર્થ મોહ વઘારનાર છે. મોહ એ દોષ છે. તેનું વિશેષ સેવન થયા કરે છે. તેનું કારણ મિથ્યાત્વ છે. તે વ્યર્થ વસ્તુઓના દેખાવમાં જેમાં કંઈ માલ ન હોય તેમાં સુખ મનાવે છે. સંતુવિદ્યા તે આંખ જેવી છે. તે હોય તો જેમ છે તેમ દેખે. દ્રષ્ટિમાં એમ આવ્યું કે આ ખોટી વસ્તુ છે, અહિત કરનાર છે તો ત્યાંથી મન પાછું વળી જાય છે.
“બુદ્ધિ અહિત જ્યાં જાણે, કે શ્રદ્ધા ત્યાંથી ઊઠતી;
શ્રદ્ધા ઊઠી ગઈ તો ત્યાં, તલ્લીનતાની વાત શી?” -સમાધિશતક માટે વિદ્યા વિના મૂર્ખ રહું નહીં, પણ સવિદ્યાને પ્રાપ્ત કરું.
૭૩