________________
સાતસો મહાનીતિ
વેશ્યાના ભક્તિભાવના ઢોંગથી છેતરાઈ ગયો હતો.
અભયકુમારનું દ્રષ્ટાંત - ચંડપ્રદ્યોતરાજા બીજા ૧૪ રાજાઓ સાથે રાજગૃહનગરીને જીતવા ઉદ્યનીથી આવી રહ્યા છે. તે વાતની શ્રેણિકરાજાને ખબર પડી. તેથી અભયકુમારને કહ્યું કે આપણે ચંડપ્રદ્યોતને જીતી શકીશું નહીં. કેમકે એ બહુ બળવાન છે. તો એનો શો ઉપાય કરવો? અભયકુમાર કહે આપણે લડાઈ કરી શકીએ તેમ નથી તો તેના ભેદનો ઉપાય લેવો યોગ્ય છે. બે રાજાઓ વચ્ચે ફુટ પડાવવી એ પ્રમાણે વિચારીને સોનાના ઘડાં ભરી જ્યાં શત્રુ રાજાઓનો ઉતારો છે ત્યાં દટાવી દીઘા. પછી અભયકુમારે ચંડપ્રદ્યોત રાજાને કહેવડાવ્યું કે શીવાદેવી મારા માસી થાય છે તેથી અંદરની વાત જણાવું છું કે મારા પિતા શ્રેણિક રાજાએ તમારી સાથે આવેલા રાજાઓને સોનાના ઘડાં આપી પોતાને વશ કર્યા છે. તે ઘડાઓ તેમનો ઉતારો છે ત્યાં દાટેલા છે. તેની ખાતરી કરવી હોય તો જોઈ લેજો. તેઓ તમને પકડાવી શ્રેણિકને સોંપી દેશે. એ વાત સાંભળીને ચંડપ્રદ્યોતે ત્યાં ખોદાવી જોયું તો ઘડાઓ મળ્યાં તેથી તે ભાગી ગયો. તેને ભાગતો જોઈ બીજા રાજાઓ પણ ભાગી ગયા. ઉશ્યની પહોંચ્યા પછી બધા રાજાઓએ કહ્યું એમ કેમ થયું? ત્યારે ચંડપ્રદ્યોતે બધી વાત કરી. તે સાંભળીને બધા રાજાઓએ કહ્યું આપણે તો રાજગૃહી જીતવાની જ હતી. અમને કંઈ સોનાના ઘડા આપ્યા નથી. આ બધું કામ અભયકુમારનું છે.
તે સાંભળી ચંડપ્રદ્યોતરાજા કહે : આપણી સભામાંથી કોઈ અભયકુમારને લાવી શકે એમ છે? કોઈ ઊભું થયું નહીં. એક વેશ્યા ઊભી થઈને બોલી હું લઈ આવીશ. રાજાએ તેને શાબાશી આપી વિદાય કરી. પછી ત્રણ વેશ્યાઓએ શ્રાવિકાનો વેશ ઘારણ કરી થોડી ઘાર્મિક ક્રિયાઓ શીખી લઈ રાજગૃહી નગરીમાં આવી. પછી મંદિરમાં ભગવાનની આગળ બહુ ભાવપૂર્વક ભક્તિ કરતા જોઈ અભયકુમારને સાઘર્મી વાત્સલ્યભાવ ફરવાથી તે મંદિરમાં ઊભા રહ્યાં. પછી અભયકુમારે બનાવટી શ્રાવિકાઓને પૂછ્યું તમે ક્યાંથી આવ્યા છો? એમણે કહ્યું જાત્રા કરતાં કરતાં અવંતિથી અહીં આવ્યા છીએ. ત્યારે અભયકુમાર કહે આજે અમારે ત્યાં ભોજન કરવાનું રાખીએ. ત્યારે તેઓ કહે ના આજે તો અમારે ઉપવાસ છે. અભયકુમારે કહ્યું તો કાલે પારણું અમારે ત્યાં કરજો. પછી બીજે દિવસે અભયકુમારને ત્યાં ભોજન કર્યું. થોડા દિવસ વીત્યા પછી તેણે અભયકુમારને કહ્યું તમે અમારે ત્યાં ભોજન રાખો. બહુ આગ્રહ કરવાથી અભયકુમાર તેમને ત્યાં જમવા ગયા. ત્યાં જમાડ્યા પછી ચંદ્રહાસ નામનો દારૂ પીવડાવ્યો. તેથી ત્યાંજ ઊંઘ આવવા લાગી અને સૂઈ ગયા. ત્યારે તે વેશ્યા શ્રાવિકાઓએ એક રથમાં નાખી અભયકુમારને અવંતિ રવાના કરી દીઘા. ત્યાં જઈ રાજાને સુપ્રત કર્યા. અભયકુમાર વિચારવા લાગ્યો કે છેતરીને મને અહીં લાવ્યો છે. પણ હું તમને ઘોળે દિવસે અહીંથી લઈ જઈશ. પછી ત્યાં અભયકુમારને બહુ સારી રીતે રાખ્યો. ચંડપ્રદ્યોતના અનેક કામો કરવાથી રાજાએ તેને વરદાનો આપ્યા. અભયકુમારે રાજા પાસે જ તે વરદાનો રહેવા દીઘા. રાજા કહે રાજગૃહી જવા સિવાય વરદાન માંગજે. ચાર વરદાન ભેગા થવાથી અભયકુમારે તે માગ્યા. ત્યારે રાજા કહે – એ વરદાન હું આપી શકું એમ નથી. માટે તું ખુશીથી ભલે રાજગૃહી નગરે જા. પછી અભયકુમારે જે પ્રતિજ્ઞા કરી હતી કે હું ઘોળે દિવસે ચંડપ્રદ્યોતને લાવીશ. તે માટે એક દિવસ અભયકુમાર શેઠનો વેશ લઈ બે વેશ્યાઓ સાથે અવંતિ નગરીએ ગયો. ત્યાં રસ્તે જતી વેશ્યાઓને જોઈ ચંડપ્રદ્યોત રાજા મોહ પામ્યો. તેથી તેમને વશ કરવા માટે દાસીને વારંવાર મોકલે છે. ત્યાં સુઘી અભયકુમારે ચંડપ્રદ્યોત નામના એક માણસને જાણે ગાંડો થયો હોય એવો તૈયાર કર્યો. તેને રોજ
૭૫