________________
સાતસો મહાનીતિ
Eી રસ્તે થઈને લઈ જાય છે. તે બૂમો પાડે છે કે હું ચંડપ્રદ્યોત રાજા છું. એમ કરતાં એક
દિવસે ચંડપ્રદ્યોત તે સ્ત્રીઓ પાસે આવ્યો ત્યારે શેઠના વેશે રહેલો અભયકુમાર ચંડપ્રદ્યોત
? રાજાને બજારમાંથી લઈ જાય છે. ત્યારે તે બૂમો પાડે છે કે હું તમારો રાજા ચંડપ્રદ્યોત છું પણ એને ગાંડો જાણી કોઈ સાંભળે નહીં. એમ કરતા રાજગૃહી લઈ આવ્યો. ત્યાં શ્રેણિક રાજાએ આદર સત્કાર સહિત તેને પાછો પોતાને ઘેર મોકલ્યો. એમ માયા વિનય વડે કોઈને છેતરી પાપના પોટલા બાંધુ નહીં. ૧૫૬. અદત્તાદાન લઉં નહીં.
અદત્તાદાન એટલે આપ્યા વિના કોઈની વસ્તુ લઉં નહીં. ચોરીનું બીજું નામ અદત્તાદાન છે. અદત્ત+આદાન=અદત્તાદાન, એટલે નહીં આપેલું લેવું તે. સાધુઓ સંપૂર્ણ રીતે આ વ્રત પાળી શકે છે. એમનાથી કશુંય લેવાય નહીં. રસ્તામાં પડેલી વસ્તુ પણ ન લેવાય. કાંટો વાગેલો હોય અને સોય પડી હોય તો પણ કોઈ આપે નહીં ત્યાં સુધી લે નહીં, એવો મુનિનો આચાર છે.
જેનો ત્યાગ કરી શકે નહીં એવી વસ્તુઓ જેમકે શ્વાસોચ્છવાસ લેવો કે નિરંતર કર્યગ્રહણ થઈ રહ્યા છે, તે અદત્તાદાન છે. પણ એ એની શક્તિની બહારની વાત છે. ખરું તો કર્મ પણ ગ્રહણ ન કરે તે સાચું અદત્તાદાન ત્યાગવ્રત છે. તે થવા અર્થે સંવરમાં રહેવા જણાવ્યું. સંવર એટલે આવતા કર્મને રોકવાં. તીર્થકર, ગુરુ કે વસ્તુના સ્વામીએ જે જે વસ્તુ દાનમાં આપવાની ના કહી હોય અને તે આપે તો તે પણ અદત્તા દાન છે. ૧૫૭. ક્લેશ કરું નહીં. ક્લેશ કરે તો કર્મ આવે માટે ક્લેશ કરું નહીં.
“ક્લેશે વાસિત મન સંસાર, ક્લેશ રહિત મન તે ભવપાર.” “સર્વ પ્રકારે જ્ઞાનીના શરણમાં બુદ્ધિ રાખી નિર્ભયપણાને, નિઃખેદપણાને ભજવાની શિક્ષા શ્રી તીર્થકર જેવાએ કહી છે, અને અમે પણ એ જ કહીએ છીએ. કોઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી. અવિચાર અને અજ્ઞાન એ સર્વ ક્લેશનું, મોહ, અને માઠી ગતિનું કારણ છે. સવિચાર અને આત્મજ્ઞાન તે આત્મગતિનુ કારણ છે.
તેનો પ્રથમ સાક્ષાત ઉપાય જ્ઞાનીપુરુષની આજ્ઞાને વિચારવી એ જ જણાય છે.” (વ.પૃ.૩૭૯) માટે જ્ઞાની પુરુષની આજ્ઞાને વિચારી આત્મા સંબંઘી જ્ઞાન મેળવી ક્લેશને નિર્મળ કરું.
“જગત આત્મરૂપ માનવામાં આવે; જે થાય તે યોગ્ય જ માનવામાં આવે; પરના દોષ જોવામાં ન આવે; પોતાના ગુણનું ઉત્કૃષ્ટપણું સહન કરવામાં આવે તો જ આ સંસારમાં રહેવું યોગ્ય છે; બીજી રીતે નહીં.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૩૦૭)
રાજા અને મંત્રીનું દ્રષ્ટાંત - એકદા રાજાનો અંગૂઠો કપાઈ ગયો ત્યારે મંત્રીથી બોલાઈ ગયું કે “જે થાય તે સારા માટે.” રાજા ક્રોધાયમાન થયો. અરે મારો અંગૂઠો કપાઈ ગયો અને તું કહે “સારા માટે”. નાખો એને જેલમાં. રાજાનો હુકમ છૂટ્યો કે તરત મંત્રી પાછો બોલી ઊઠ્યોઃ “જે થાય તે સારા માટે.”
મંત્રી જેલની હવા ખાય છે. દર વખતે મંત્રીને સાથે રાખી શિકારની શોઘમાં ફરતો રાજા આજે એકલો સૈન્યના થોડા માણસોને સાથે લઈ શિકારે ગયો. રાજા જંગલની અટવીમાં ભૂલો પડ્યો અને
૭૬