________________
સાતસો મહાનીતિ
લૂંટારાઓની પલ્લીના સરદારના હાથમાં આવી ગયો. તેને પુત્રની ઝંખના અર્થે યજ્ઞમાં કોઈ બત્રીસ લક્ષણા પુરુષની જરૂર હતી. રાજાને જોઈ યોગ્ય પાત્ર મળવાથી ખુશખુશાલ થયો. રાજાનો ભોગ લેવાની તૈયારી થઈ ગઈ હતી. ત્યાં વિઘિકારક પંડિતની નજર રાજાના કપાયેલા અંગૂઠા પર પડી અને જાહેર કર્યું કે આ માણસ અખંડ નથી તેથી યજ્ઞમાં ચાલે નહીં. રાજા મનોમન આનંદ પામ્યો. પોતાના મંત્રીનો ખૂબ આભાર માની તેને જેલમાંથી છોડાવવા પોતાના રાજ્ય તરફ ઘોડો દોડાવ્યો. મંત્રીને મુક્ત કરી માફી માંગી અને પૂછ્યું કે પહેલી વખત તેં કહ્યું કે જે થાય તે સારા માટે તે તો સમજાઈ ગયું જેથી હું બચી ગયો. પણ તને જેલમાં નાખ્યો ત્યારે પણ તે સારા માટે કહ્યું તે સમજાયું નહીં.
મંત્રીએ તરત ખુલાસો કર્યો કે તમે મને જેલમાં ન નાખ્યો હોત તો હું તમારી સાથે હોત, તેથી યજ્ઞ કરતા પંડિતે તમને છોડી મારા અક્ષત શરીરને યજ્ઞમાં હોમી દીધું હોત; એટલે તમે મને જેલમાં નાખ્યો તે પણ સારા માટે. એમ કોઈપણ નિમિત્તે મનમાં ક્લેશ લાવું નહીં. પણ જે થાય તે યોગ્ય જ માનું. ૧૫૮. દત્તા અનીતિ લઉં નહીં.
૧૫૬માં વાક્યમાં આવ્યું કે અદત્તા એટલે આપ્યા વગર લઉં નહીં. પણ કોઈ કહે કે બીજો કોઈ અન્યાયથી કોઈને મારી ઝૂંટીને લાવે અને તમને દાનમાં આપે તો તે તમે લો કે નહીં? તો કે તે અનીતિનું આણેલું હોવાથી લઉં નહીં. દાન તરીકે આપે તો પણ ન લઉં. વળી તે બીજાનું લાવીને આપે છે. તે વસ્તુનો સ્વામી દાન આપનારો નથી. જેની તે વસ્તુ છે તેને તો તે આપવું નથી. જેમકે શેઠના ઘરની કોઈ વસ્તુ તેનો નોકર આપતો હોય અને શેઠને ન આપવું હોય તો મુનિ તે લે નહીં. દાન લેવામાં અનીતિને પોષણ મળે એવું મુનિ કરે નહીં. લાંચ લઈને કોઈ દાન કરે તે પણ મુનિ લે નહીં. ૧૫૯. દુઃખી કરીને ઘન લઉં નહીં.
ઘનને અગિયારમાં પ્રાણ કહે છે. દસ પ્રાણ ઉપરાંત અગિયારમાં પ્રાણ તે ઘન છે. ઘન જતાં ઘરનાં બધાં દુઃખી થાય. તેથી અન્યાય માર્ગે કોઈનું ઘન લઉં નહીં. લૂંટવાનું, ચોરવાનું, વિશ્વાસઘાત કરવાનું એ બધું આમાં આવી જાય છે. ન્યાયનીતિથી કે ઈનામ તરીકે કે દાન રૂપે કોઈ આપે તેમાં બીજાને દુઃખી કરીને લેવાનું ગણાય નહીં.
કુમારપાળરાજાનું દૃષ્ટાંત – એક વખતે રાજા કુમારપાળને, પોતે પૂર્વે પૃથ્વીમાં ફરતાં એક પાપ કર્યું હતું તે યાદ આવ્યું. તે એવી રીતે બન્યું હતું કે, એક વખતે રાજા દથિસ્થળીને માર્ગે જતો હતો. ત્યાં માર્ગમાં વૃક્ષની છાયામાં વિશ્રાંતિ લેવા બેઠો. તેવામાં એક ઉંદર દરમાંથી સોનામહોરો કાઢતો જોવામાં આવ્યો. રાજાએ વિચાર્યું કે “આ મૂષક કેટલી મુદ્રા કાઢે છે તે જોઈએ.” ક્ષણવારમાં તેણે એકવીશ મુદ્રા કાઢી, પછી તે ઉપર નૃત્ય કરી અને શયન કરી એક મુદ્રા લઈને પાછો બિલમાં પેઠો. તે વખતે કુમારપાળે ચિંતવ્યું કે, “અહો! આ પ્રાણીને ઘનનો કાંઈ ભોગ નથી, કાંઈ ગૃહકાર્ય કરવાના નથી, કાંઈ પણ રાજાને આપવાનું નથી, બીજાનો કાંઈ સત્કાર કરવાનો નથી. વળી તીર્થયાત્રાદિક સુકૃત કાંઈ કરવાનું નથી, તથાપિ તે લુબ્ધબુદ્ધિથી ઘન ઉપર કેવી પ્રીતિ રાખે છે? તેથી હું માનું છું કે, આ જગતમાં ઘનના જેવું બીજું કાંઈ પણ મોહક નથી.' આ પ્રમાણે વિચારી રાજાએ બાકીની મુદ્રા લઈ લીધી અને દૂર ઊભો રહ્યો. એટલામાં તો ઉંદર બિલમાંથી નીકળ્યો, પણ ત્યાં એક મુદ્રા ન દીઠી એટલે તત્કાળ હૃદય ફાટી જવાથી