________________
સાનસો ક્ષાનીતિ
મૃત્યુ પામ્યો. તે જોઈ રાજા ઘણો ખેદ પામ્યો સતો વિચારવા લાગ્યો કે धनेषु जीवितव्येषु स्त्रीषु चान्येषु सर्वदा ।
અન્નાઃ પ્રાપ્શિન: સર્વે, પાતા પાસ્યંતિ યાંતિ ન રા
ભાવાર્થ – ‘અહો! પ્રાણીઓ ઘનની ઇચ્છામાં, જીવિતમાં, સ્ત્રીમાં અને બીજામાં સદા અતૃપ્ત રહ્યા સતા ચાલ્યા ગયા છે, ચાલ્યા જાય છે અને ચાલ્યા જશે.''
આ પ્રમાણે પૂર્વ પાપને યાદ કરી પાપનું પ્રાયશ્ચિત્ત કરવા સારું પ્રથમ વ્રત ગ્રહણ કરવાને સમયે તે સ્થળે જઈ ત્યાં ઉદરિકાવિહાર નામે પ્રસાદ કરાવ્યો. તે આજે પણ ત્યાં છે, ઉ.પ્રા. બા.બાબર (પૃ.૨૮)
ફકીરનું દૃષ્ટાંત – “એક શેઠ હતા. તેમની પાસે એક ફકીરે આવી કહ્યું- મારે મક્કે જવું છે, માટે મારા કિંમતી હીરાની પોટલી તમે રાખો. શેઠે આનાકાની કરી પણ ફકીરે બહુ આગ્રહ કર્યો તેથી પોટલી ઉપર નામ લખીને કબાટમાં મૂકી. ફકીર ગયા પછી હીરા વેચીને બીજી જગ્યાએ નવું ઘર બંધાવ્યું, ફકીર પાછો આવ્યો ત્યારે શેઠ પાસે હીરાની પોટલી માગી. તે વખતે શેઠ કહેતે ઘર તો બળી ગયું. તેમાં તારી કપડાંની પોટલી પણ બળી ગઈ. એ સાંભળતા જ તેને આઘાત લાગ્યો અને તે મરી ગયો. મરીને તે
શેઠાણીની કૃખે જ અવતર્યો. આ બધું મુનીમ જાણતો હતો. તેથી પુત્ર માટે જે ખર્ચો થાય તેનો જાદો હિસાબ રાખતો. પુત્ર મોટો થયો ત્યારે તેને પરણાવ્યો. મુનીમે શેઠને કહ્યું તમારો પુત્ર છ મહિના જીવવાનો છે. અચાનક પુત્ર બીમાર પડ્યો. વૈદો બોલાવ્યા. પણ પુત્ર બચી શક્યો નહીં. ત્યારે શેઠે મુનીમને કહ્યુંતને છ માસનું એનું આયુષ્ય છે એમ કેમ ખબર પડી? ત્યારે કહ્યું – તે ફકીરનો જીવ હતો. જે હીરા વેચ્યા, તેના જે પૈસા આવ્યા તે જમા કર્યા હતા. તે હિસાબ પૂરો થતાં તે ચાલ્યો ગયો. હવે તે મૂડીના વ્યાજને ચુકવવા આ બાળવિધવા પુત્રવધૂને પાછળ મૂકતો ગયો છે. તેનું તમે પાલન કરો.' સૂયગડાંગસૂત્રના આધારે ૧૬૦, ખોટો તોલ તોળું નહીં.
માયાથી ઓછુંવઘતું તોલે પણ સરખું તોલે છે એમ બતાવે. લોખંડના તોલ કરવાના કાટલામાં નીચે ખાડો પાડી તોલને સરખું કરવા માટે કથીર ચોંટાડવામાં આવે છે, તેને કાઢી નાખે જેથી તોલ ઓછું થઈ જાય. અથવા વસ્તુ લેવાના માપ જુદા રાખે અને વસ્તુ આપવાના માપ જુદા રાખે. એમ ખોટાં તોલ કરે. જેમ માયા કરે તેમ આ ખોટાં ત્રાજવા રાખે તે પણ ચોરી છે. ખોટા તોલની જેમ અનાજ વગેરે ભરવાના માપીયા ખોટાં રાખે તે પણ ચોરી જ છે. એમ અનીતિ કરી બીજાને ઠગે તે જીવને ઘણા દુઃખનું કારણ છે. માટે ખોટાં તોલે તોળું નહીં.
૧૬૧. ખોટી સાક્ષી પુરું નહીં.
કોઈ વસ્તુનો નિર્ણય ન થતો હોય તો સાક્ષી રાખે. હાલમાં ભાડુતી ખોટા સાક્ષી મળી આવે, ત્યાં ન્યાય ક્યાં રહ્યો. ખોટી સાક્ષી આપવી તે પણ જૂઠ છે. ખોટી સાક્ષી ગમે તેમાં આપે તે વિશ્વાસઘાત કહેવાય. માટે કોઈ પણ કાર્યમાં ખોટી સાક્ષી પુરું નહીં.
૧૬૨. ખોટા સોગન ખાઉં નહીં.
ઉપર ખોટી સાક્ષી વિષે કહ્યું. હવે ખોટા સોગન ખાવા વિષે કહે છે. હડહડતું જૂઠ્ઠું બોલે અને કહે કે ભગવાનના સમ. કેટલાકને એવી સોગન ખાવાની ટેવ પડેલી હોય છે કે, મારા સમ, ભગવાનના સમ, તમારા સમ. 'તમને છેતરે તે ગામનો બેટો થાય.' તમને ન છેતરું. આવા સોગન ખાય પણ સમજે નહીં કે
૭૮