________________
સાતસો મહાનીતિ
પ૭. અપથ્ય પ્રતિજ્ઞ
એના બે અર્થ થાય છે. પહેલો અર્થ પ્રતિજ્ઞા એટલે વચન આપવું. કોઈને વચન આપીને
તે કામ કરી શકાય નહીં તો તેના પ્રત્યેનો વિશ્વાસ ઊઠી જાય અને સામાને પણ નુકસાન થાય. આમ સ્વપરને દુઃખનું કારણ થાય. બીજો પ્રતિજ્ઞાનો અર્થ વ્રત થાય છે. કોઈ વ્રત પાળી શકે નહીં અને પરિણામે તેને તે અહિતકર્તા થાય એવી વ્રતની પ્રતિજ્ઞા આપું નહીં કે અપાવું નહીં.
પરમકૃપાળુદેવ પત્રાંક ૯૪૧માં જણાવે છે કે
“જ્યાં સુધી આત્મા સુદ્રઢ પ્રતિજ્ઞાથી વર્તે નહીં, ત્યાં સુઘી આજ્ઞા કરવી ભયંકર છે.... નિયમને વિષે સ્વેચ્છાચાર પ્રવર્તન કરતાં મરણ શ્રેય છે, એવી મહાપુરુષોની આજ્ઞાનો કાંઈ વિચાર રાખ્યો નહીં; એવો પ્રમાદ આત્માને ભયંકર કેમ ન થાય”? -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ. ૬૫૪) ૫૮. સૃષ્ટિ સૌંદર્યમાં મોહ રાખું નહીં.
સૃષ્ટિ સૌંદર્ય એટલે પ્રાકૃતિક સૌંદર્ય. જેમાં પાંચ ઇન્દ્રિયોને પોષે એવી સુંદર સામગ્રી હોય. જેમકે કાનને ગમે એવા અવાજો, આંખને ગમે એવા રંગબેરંગી ફૂલો, નાકને ગમે એવી પુષ્પોની સુગંધ, જીભને ગમે એવા મધુર ફળો અને સ્પર્શેન્દ્રિયને ગમે એવો ઠંડો પવન વગેરે હોય. આ બધી વસ્તુઓ જેને મન વશ કરવું છે તેને વિધ્વરૂપ છે, કારણ કે તે મનને આકર્ષે છે. કાશ્મીર વગેરે સૃષ્ટિ સૌંદર્ય માટે જે પ્રદેશો વખણાય છે, ત્યાં પાંચ ઇન્દ્રિયોને અનુકૂળ સામગ્રી હોય છે. લોકો ઘર્મધ્યાનને માટે એવી અનુકૂળ વસ્તુઓ કે ક્ષેત્રો પસંદ કરે છે. પણ મોહને લીધે તેમાં રાગ ઉત્પન્ન થતાં ક્ષેત્ર પ્રતિબંધ થઈ જાય છે; પછી ઘર્મ તો નામનો જ રહે છે અને ઇન્દ્રિયો પોષાય એવું વર્તન થઈ જાય છે. મોક્ષમાળા શિક્ષાપાઠ ૬૮ “જિતેન્દ્રિયતામાં આ વિષે ખુલાસો કર્યો છે :
“જ્યાં સુઘી જીભ સ્વાદિષ્ટ ભોજન ચાહે છે, જ્યાં સુઘી નાસિકા સુગંથી ચાહે છે, જ્યાં સુધી કાન વારાંગનાનાં ગાયન અને વાજિંત્ર ચાહે છે, જ્યાં સુઘી આંખ વનોપવન જોવાનું લક્ષ રાખે છે, જ્યાં સુથી ત્વચા સુગંથીલેપન ચાહે છે ત્યાં સુઘી તે મનુષ્ય નીરાગી, નિગ્રંથ, નિપરિગ્રહી, નિરારંભી અને બ્રહ્મચારી થઈ શકતો નથી. મનને વશ કરવું એ સર્વોત્તમ છે.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૧૦૭)
અહીં કહેવું છે કે પૂર્વના પ્રારબ્ધને લીધે અનુકૂળ સામગ્રી મળી આવી હોય તો પણ તેમાં મોહન કરવો, તો પછી પ્રયત્ન કરીને એવાં મોહનાં કારણો ઊભા કરવા તે આત્માને અહિતકારી છે. જ્ઞાની પુરુષો તો સહનશીલતા વધારવા પ્રતિકૂળતાઓ ઊભી કરે છે. બહુ સ્વાદ આવતો હોય તેમાં પાણી પણ રેડે.
પ્રભુશ્રીજીનું દ્રષ્ટાંત – પ્રભુશ્રીજી પહેલાં જંગલમાં મુનિઓ સાથે જતાં ત્યારે બીજા મુનિઓ આગળ જઈને કોઈ સારી છાયાવાળી જગ્યામાં પ્રભુશ્રીજીનું આસન બિછાવતા અને પોતાને માટે પણ તેવી સરસ છાંયાવાળી જગ્યા જોઈને બેસે. પ્રભુશ્રીજી આવે એટલે જોઈ લે કે બઘાએ ઠીક જગ્યા શોધી લીધી છે, એટલે પોતાનું બિછાનું ઉઠાવીને અડઘો છાંયડો હોય તેવી જગ્યામાં નાખે, એટલે બધા પોતાનું આસન ફેરવે. આર્ત પરિણામ ન થાય તેવા પ્રકારની સાદી બાહ્ય સામગ્રી રાખી, મુખ્ય લક્ષ આત્મ-શાંતિ તરફ રાખવાની જરૂર છે. નહીં તો ઇન્દ્રિયોના સંતોષને આત્મ-શાંતિ માનવાની ભ્રાંતિ થઈ આવે છે. પરમકૃપાળુદેવ પત્રાંક ૨૫૪માં લખે છે કે
“મુમુક્ષતામાં પણ કેટલોક આનંદ અનુભવાય છે, તેને લીધે બાહ્યશાતાનાં કારણો પણ
૩૦