________________
સાતસો માનીતિ
તે જોઈ સાસુ સસરા તથા તેનો પતિ આશ્ચર્ય પામ્યા અને બધાનાં અંતરમાં ધર્મ પ્રત્યે શ્રા ઉત્પન્ન થઈ. આવા અનેક કષ્ટો આપ્યા છતાં શ્રીમતીએ કોઈ પ્રત્યે ક્રોધથી કાંઈ વચન ભાખ્યું નહીં; પણ સમતા રાખી બધું સહન કર્યું. તેમ સ્વપરને અહિતકારી એવું ક્રોધી વચન કદી ભાખું નહીં. (‘નવજીવન’ પુસ્તિકામાંથી)
૫૫. પાપી વચન ભાખ્યું નહીં.
ઉપરના વાક્યમાં ક્રોધને વિષે કહ્યું તે પ્રમાણે પાપ પણ ચેપી રોગ સમાન છે. હૃદયમાં પાપ હોય તો વચન પણ પાપને પોષનારા નીકળે છે. તે વચન જે સાંભળે તેને પણ પાપનો ચેપ લાગે છે. માટે પાપ પ્રેરક વચનો બોલું નહીં. હિંસા, જાઇ, ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહ એ પાંચ પ્રકારના અવ્રત તે મુખ્ય પાપ છે. તેને પોષનાર પાપી વચન બોલું નહીં.
સોમા સતીનું દૃષ્ટાંત – સોમા હંમેશાં ભક્તિમાં લીન રહેતી. સાસુ તથા પતિ તેને રાત્રિભોજન કરાવવા માટે પ્રયત્ન કરવા છતાં તે કરતી નહોતી. તેથી તેના પ્રત્યે એનો પતિ ચારિત્રનો દોષ લગાવી કરે તારે ચાર દિવાલની બહાર જવું નહીં. છતાં એણે કોઈ પ્રત્યે ક્રોધ કર્યો નહીં. તેમજ ધર્મ પ્રત્યે પણ એની રુચિ પટી નહીં.
એક દિવસ સોમાને મારી નાખવા એના પતિએ એક સર્પને લાવી ઘડામાં મૂકી ઉપર કપડું બાંધી રાખ્યું. સવારમાં એના પતિએ કહ્યું સોમા તું પેલા ઘડામાંથી હાર કાઢીને પહેરી મને બતાવ. સોમાએ ઘડામાં હાથ નાખ્યો કે સર્પનો હાર થઈ ગયો, અને પોતે તે હાર પહેરી પતિને બતાવ્યો. પછી સોમાએ કહ્યું તમે આ હાર પહેરો જેથી હું તમારી શોભાને જોઉં. એમ કહી પતિને પહેરાવ્યો કે તે સર્પ બની ગયો અને ડંખ માર્યો. તે ચીસ પાડીને પડી ગયો. તેનું શરીર લીલું પડી ગયું. પણ સતીના પ્રભાવે તે સ્વસ્થ થઈ ગયો. માટે પાપી વચન કદી ભાખું નહીં. (સન્મતિ સંદેશમાંથી)
૫૬. અસત્ય આજ્ઞા ભાગું નહીં.
અસત્ય આજ્ઞા એ ઉપરના પાપી વચનને પોષનાર છે. ભગવાને તો પાપ તજવાનું કહ્યું તેને બદલે કોઈપણ પાપ, ભગવાને કરવાનું કહ્યું છે એમ કદી કહ્યું નહીં. પોતાની વાત કોઈ માને નહીં; પણ ભગવાનના નામે કહે તો ઘણા માણસો ભોળવાઈને પાપમાં પણ પ્રવર્તે. માટે ભગવાનને નામે પાપ કરવું કે કરાવવું એ મહાદોષ છે. ઘણો દુષ્ટ સ્વભાવ હોય તો જ એને એવું સૂઝે.
મરિચિનું દૃષ્ટાંત – ઉત્સૂત્ર પ્રરૂપણાથી મરિચિના જીવને ઘણા ભવ કરવા પડ્યા. ઋષભદેવના પૌત્ર હતા ત્યાંથી લગાવીને લગભગ એક કોડાકોડી સાગરોપમ સુઘી ચાર ગતિમાં પરિભ્રમણ કરવું પડ્યું. નહિં તો ઋષભદેવના વખતે બીજા ઘણાય મોક્ષે ગયા. તે વખતે ઉત્તમ જોગવાઈ હતી,પણ ઉત્સૂત્રપ્રરૂપણાથી નિષ્ફળ ગઈ; અને મિરિયને અસંખ્યાતા એકેન્દ્રિયના ભવ લેવા પડ્યા. માટે સત્યને તો સત્ય જ રહેવા દઉં. અસત્યને સત્ય સમાન જણાવું નહીં તો તેથી વિશેષ ચઢિયાતું તો કેમ ?
૨૯