________________
સાતસો મહાનીતિ
પ્રમાદ થયો હશે, કારણ પ્રમાદ સાથે લડતાં લડતાં સાંજ પડી ગઈ. જયારે કેવળજ્ઞાન તો
બે ઘડીમાં જ થઈ જાય છે.
= ઋષભદેવ ભગવાન ૧૦૦૦ વર્ષ દીક્ષા પર્યાયમાં વિચર્યા પછી કેવળજ્ઞાન પ્રગટ્ય. કર્મ પ્રમાણે મુશ્કેલીઓ તો આવે. જેમકે ખળખળતું પાણી હોય તેને શાંત થતા વાર લાગે, તેમ મનના વિકલ્પોને સમભાવથી રોકતાં થોડો વખત પણ લાગે.
“રાગ દ્વેષાદિ મોજાંથી, હાલે જો ના મનોજળ;
તો આત્મતત્ત્વ તે દેખે, તે તત્ત્વ અને નિષ્ફળ.”-સમાધિશતક મન સ્થિર થયું હોય ત્યાં બીજા કોઈ નિમિત્ત મળી આવે કે પૂર્વનું કંઈક સાંભરી આવે અથવા ઉપસર્ગ થાય તેથી ફરી મન રાગદ્વેષવાળું કે રતિઅરતિ પરિણામવાળું થઈ જાય છે અને આત્મસ્થિરતા જતી રહે છે. કારણ માયા દુરંત છે. રાગ દ્વેષથી જ્યારે ખળભળાટ વિશેષ થઈ જાય ત્યારે જનકરાજા પણ પોતાના ગુરુ અષ્ટાવક્રનું શરણ લેતા હતા. આ વિષે પરમકૃપાળુદેવ પત્રાંક ૩૨૧માં જણાવે છે –
વિદેહીપણે જનકરાજાની પ્રવૃત્તિ તે અત્યંત ઉદાસ પરિણામને લીધે રહેતી; ઘણું કરીને તેમને તે સહજ સ્વરૂપમાં હતી; તથાપિ કોઈ માયાના દુરંત પ્રસંગમાં સમુદ્રને વિષે જેમ નાવ યત્કિંચિત્ ડોલાયમાન થાય તેમ તે પરિણામનું ડોલાયમાન થવાપણું સંભવિત હોવાથી પ્રત્યેક માયાના પ્રસંગમાં કેવળ જેની ઉદાસ અવસ્થા છે એવા નિજગુરુ અષ્ટાવક્રની શરણતા સ્વીકારી હોવાથી માયાને સુખે તારી શકાય એમ થતું હતું, કારણ કે મહાત્માના આલંબનની એવી જ બળવત્તરતા છે.” (વ.પૃ.૩૧૩) ૫૪. ક્રોધી વચન ભાખું નહીં.
ઉપર જે સમભાવ કહ્યો તેને વિઘ્ન કરનાર ક્રોઘ છે. જેમ ઈઘણ, કોલસા કે લાકડામાં સત્તારૂપે રહેલો અગ્નિ દેખાતો નથી પણ જ્યારે સળગે છે ત્યારે તે અગ્નિ દેખાય છે અને તેને અડતાં ગરમ લાગે છે. તેમ ક્રોધરૂપ આત્માનો ભાવ અરૂપી છે પણ શબ્દ વડે તે વ્યક્ત થાય છે. ક્રોઘના શબ્દ સંભળાય છે ત્યાં જીવ દાઝી ઊઠે છે. કષાયભાવથી કહેવાયેલાં વચનો સામા જીવના કષાયને જાગ્રત કરે છે. ભલે સભ્ય વચનોમાં કહ્યું હોય, જેમકે રૂમાં વીંટીને અગ્નિ કોઈના ઘરમાં નાખ્યો હોય તો પણ એ લાગી ઊઠે છે. તેમ કષાયથી ભરેલા સભ્ય વચનો પણ બીજાના ભાવ ક્રોઘવાળા કરે છે. કોઈ નોકર વગેરે હોય તે ભલે અસમર્થતાને કારણે અત્યારે ક્રોઘ ન બતાવે પણ વેરની લાગણી અંતરમાં સાચવી રાખે છે. માટે સ્વપરને અહિતકારી એવા ક્રોથી વચનો કહ્યું નહીં.
શ્રીમતીનું દૃષ્ટાંત – સમભાવથી સર્વનું કલ્યાણ. પોતનપુર નગરમાં " . સુવ્રત
સુવ્રત નામે એક શેઠ રહેતા હતા. તેમની પુત્રી શ્રીમતીનું જીવન ઘર્મમય હતું. નિરંતર ' એ સ્મરણમંત્રની રટણામાં તે નિમગ્ન રહેતી. તેથી તેના સાસુ સસરાએ જો શ્રીમતી ઘર્મકરણીનો ત્યાગ ન કરે તો તેને કષ્ટ આપવું એમ વિચાર્યું.
એક દિવસ સસરાએ માટીના ઘડામાં સર્પ લાવી રાખ્યો.
શ્રીમતી તંબુરા સાથે ભક્તિ સ્મરણમંત્ર કરતી હતી ત્યારે તેના પતિએ તેને મારવાના આશયથી કહ્યું : ઘડામાંથી પુષ્પહાર લઈ આવ. એ મંત્રસ્મરણ કરતી ઘડા પાસે જઈ ઘડામાં હાથ નાખ્યો કે સર્પને બદલે ફૂલની માળા હાથમાં આવી.