________________
સાતસો મહાનીતિ
કેટલીક વાર પ્રિય લાગે છે ! અને તેથી આ લોકની અલ્પ પણ સુખેચ્છા રહ્યા કરે છે; / Tી જેથી જીવની જોગ્યતા રોકાઈ જાય છે.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૨૮૯)
સમકિત પામવા માટેની યોગ્યતા રોકાઈ જાય છે અને સૃષ્ટિસૌંદર્યમાં આકર્ષણ છે કે મોહ થાય છે. તેના પરિણામે આત્મા ઉપર પ્રેમ રહેતો નથી. જે વૈરાગ્ય કે ઉદાસીનતા પરપદાર્થમાં રાખવી જોઈએ તેને બદલે પરવસ્તુમાં મોહ થાય છે. જેમકે હાથી, ઘોડા, ગાડી વગેરે સારા મોહક પદાર્થોનું જીવ અભિમાન કરે છે તેમજ બાગ બગીચા વગેરે પદાર્થોમાં પણ પોતાની મોટાઈ માને છે.
“ઉપદેશામૃત'માંથી – “જગામાં અંત વખતે જીવ રહે તો ઘરોળાં કે જીવડાં થવું પડે; સ્ત્રી-પુત્ર કે ચેલા-ચેલીમાં જીવ રહે તો તેને પેટે અવતાર લેવો પડે; મહેલ-મકાનમાં કે બાગ બગીચામાં જીવ રહે તો દેડકાં કે અળશિયાં થવું પડે અને ખેતર કે જમીનમાં વૃત્તિ રહે તો ઘાતુ કે પથ્થરમાં ઉત્પન્ન થવું પડે.” (પૃ.૩૨૦)
વિશ્વનંદીનું દ્રષ્ટાંત – મહાવીર સ્વામીના આગલા વિશ્વનંદીના ભાવમાં પોતાના પિતાશ્રીએ દીક્ષા લીધી અને પોતે નાના હોવાથી રાજ્ય કાકાને સોંપ્યું હતું. વિશ્વનંદીનો બાગ બહુ સુંદર હતો. તે કાકાના દીકરાએ પોતાના પિતા જે હાલમાં રાજા છે તેમની પાસે માગ્યો એટલે વિશ્વનંદીને ખોટું બહાનું કાઢી પરદેશ બળવો સમાવવા માટેનું કહી લડવા મોકલ્યો, અને બાગ પોતાના દીકરાને આપ્યો. ત્યાં પરદેશમાં તોફાન કે બળવો કંઈ નહીં હોવાથી તે પાછો આવ્યો અને પોતાનો બાગ કાકાના દીકરાને E0% DATE સ્વાધીન દીઠો. વિશ્વનંદી બાગમાં ગયો ત્યાં કાકાનો
આSONG દીકરો પત્થરના થાંભલા પાછળ ડરનો માર્યો સંતાઈ
ગયો. વિશ્વનંદીએ થાંભલાને મુષ્ટિથી તોડી નાખ્યો. તે જોઈ કાકાનો દીકરો દીન બની ગયો કે જાણે મને પણ મારી નાખશે. તે ઉપરથી વિશ્વનંદીને વૈરાગ્ય પ્રગટ્યો કે બળ્યો આ બાગ કે જેના માટે લડવું પડે. બાગ તો એનો એ હતો પણ તે પ્રત્યેના પોતાના ભાવ પલટાઈ ગયા અને વિચારવા લાગ્યા કે બાગમાં વિલાસ કરતા કાકાના દીકરાને આ બાગ અત્યારે બચાવતો નથી; તેમ હું પણ બાગને માટે તકરાર કરી એને મારી નાખી બાગમાં વિલાસ કરું, પણ આ બાગ મને પણ મરણ વખતે બચાવનાર નથી; એમ વિચારી દીક્ષા લઈ લીધી. ઘણું તપ કરી શરીર ક્ષીણ કરી નાખ્યું. એકવાર ગાયના ઘક્કાથી રસ્તામાં પડી ગયા. તે જોઈ કાકાના દીકરાએ મશ્કરી કરી કે ત્યારે તો થાંભલો તોડી નાખ્યો હતો, હવે તે બળ
ક્યાં ગયું? તે સાંભળી વિશ્વનંદીએ મુનિ અવસ્થામાં (0ડો. હજી / V. નિયાણું કર્યું કે હું એને મારનારો થાઉં. ત્યાંથી ભરી દેવલોકે જઈ પછી ત્રિપુષ્ટ વાસુદેવ થયા અને કાકાનો દીકરો તે ભવમાં સિંહ થયો. તેને બે હાથથી ફાડી નાખ્યો. ત્યાંથી મરી નરકે ગયા. માટે દુઃખના કારણ એવા સૃષ્ટિ સૌંદર્યમાં મોહ રાખું નહીં.
IિNS
જોવી
કયાં ગયું? તે સાંભળી
૩૧