SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ સાતસો માનીતિ નંદમણિકારનું દૃષ્ટાંત – નંદ મણિકારે શ્રેણિક રાજાની આજ્ઞા લઈ ચાર મુખવાળી એક નંદવાપિકા નામની વાવ કરાવી. તેની ચારે દિશાઓમાં ચાર બગીચા બનાવ્યા. લોકો તેનું સૌંદર્ય જોઈ પ્રશંસા કરવા લાગ્યા. તે સાંભળી શેઠ ઘણો આનંદ પામતા. કાળક્રમે શ્રેષ્ઠીના શરીરમાં સોળ પ્રકારના રોગ ઉત્પન્ન થયા. ઉપચાર કરવા છતાં તે રોગો મટ્યા નહીં. છેવટે મૃત્યુ પામી પોતે બનાવેલ વાવના સૌંદર્યમાં મોહ રાખવાથી તે વાવમાંજ ગર્ભજ દેડકારૂપે જન્મ્યો. લોકોના મુખથી તે વાવના સૌંદર્યનું વર્ણન સાંભળી તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. તેથી પોતાની વર્તમાન દેડકાની સ્થિતિ વિચારી આત્મનિંદા કરવા લાગ્યો. તથા તે દિવસથી છઠ્ઠ છઠ્ઠની તપશ્ચર્યા કરવાનો ભાવથી નિયમ ગ્રહણ કર્યો. એક દિવસ લોકોના મુખથી ભગવાન મહાવીરનું આગમન સાંભળી તેમના દર્શન તથા પૂજન અર્થે મુખમાં પુષ્પ લઈ ચાલ્યો. રસ્તામાં શ્રેણિક રાજાના અશ્વના પગ નીચે દબાઈ મરણ પામી સૌધર્મ દેવલોકમાં દેવ થયો. ત્યાંથી ભગવાનની પૂજા કરવા આવ્યો. ભગવાનના દર્શન, પૂજન કરવાના ભાવે ઉત્તમ ગતિ અપાવી, પણ મૃત્યુ સમયે બાગનું સૌંદર્ય તેને શરણરૂપ થયું નહીં; પણ મનુષ્યમાંથી તિર્યંચનો અવતાર આવ્યો. માટે સૃષ્ટિ સૌંદર્યમાં મોહ રાખું નહીં; પણ ભગવાનની ભક્તિ અથવા દર્શન, પૂજન, સ્મરણમાં ચિત્તને જોડી રાખું, (ઉ.પ્રા.ભા.ભા.૭ના આધારે) ૫૯. સુખ દુઃખ પર સમભાવ કરું. પરમકૃપાળુદેવ પત્રાંક ૪૯૨માં જણાવે છે. “અમારા ચિત્તમાં તો એમ આવે છે કે, મુમુક્ષુજીવને આ કાળને વિષે સંસારની પ્રતિકૂળ દશાઓ પ્રાપ્ત થવી તે તેને સંસારથી તરવા બરાબર છે. અનંતકાળથી અભ્યાર્સેલો એવો આ સંસાર સ્પષ્ટ વિચારવાનો વખત પ્રતિકૂળ પ્રસંગે વિશેષ હોય છે. એ વાત નિશ્ચય કરવા યોગ્ય છે. વ્યાવહારિક પ્રસંગોનું નિત્ય ચિત્રવિચિત્રપણું છે. માત્ર કલ્પનાએ તેમાં સુખ અને કલ્પનાએ દુઃખ એવી તેની સ્થિતિ છે. અનુકૂળ પનાએ તે અનુકૂળ ભાસે છે; પ્રતિકૂળ કલ્પનાએ તે પ્રતિકૂળ ભાસે છે; અને જ્ઞાનીપુરુષોએ તે બેય પના કરવાની ના કહી છે. અને તમને તે કરવી ઘટતી નથી. વિચારવાનને શોક ઘટે નહીં, એમ શ્રી તીર્થંકર કહેતા હતા.' -શ્રીમ, રાજમંડ (વ.પૂ. ૩૯૪) સુખદુઃખ એ બન્ને મનની કલ્પના છે. જ્ઞાનીએ બેય ક્લ્પના કરવાની ના કહી છે. માટે જ્ઞાનીની આજ્ઞા આરાધે તો સુખદુઃખ પર સમભાવ આવે. અવંતિસુકુમાળનું દૃષ્ટાંત – અવંતિસુકુમાળ પોતાના મહેલમાં દેવની પેઠે સુખ ભોગવતો હતો. તેની નજીકમાં પૌષધશાળામાં મુનિ ઊતરેલા હતા. તેમણે જ્ઞાનથી જોયું તો અવંતિકુમાળ જાગે છે. તેનું આયુષ્ય થોડું છે. તેથી રાતના સ્વાધ્યાય કરવા માંડ્યો. તેમાં પાંચમાં દેવલોકના નલિનીગુલ્મ વિમાનનું વર્ણન સાંભળી અવંતિકુમાળને જાતિસ્મરણજ્ઞાન થયું. તેથી પોતાનો મહેલ તેને ખેતરમાં માળો કર્યો હોય તેવો કિંમત વગરનો લાગ્યો. સ્ત્રીઓ બધી રાક્ષસી જેવી દેખાવા લાગી. બધી રાજમહેલની સુખસામગ્રી તેને તુચ્છ ભાસી. પણ માતાએ પહેરેગીરો રાખેલા કે અવંતિકુમાળ ક્યાંય જાય નહીં. તેથી બારીઓએ સાડીઓ બાંધી તે નીચે ઊતરી ગયો અને મુનિ પાસે જઈ પૂછ્યું તમે આ સ્વર્ગની વાત ક્યાંધી જાણી ? મુનિએ કહ્યું : શાસ્ત્રના આધારે, અવંતિકુમાળે કહ્યું કે મને પણ સાંભરી આવ્યું છે કે હું ત્યાં હતો, હવે ત્યાં ફરીથી શી રીતે જવાય? મુનિએ કહ્યું : મોક્ષના સુખ સર્વોત્તમ છે. તે દીક્ષાથી મળે છે તો તેથી બીજી શું અસાઘ્ય હોય ? તેથી તેણે દીક્ષા લીધી. કદી ઉઘાડે પગે ચાલેલ નહીં તો પણ વિહાર કરીને ચાલતા ૩૨
SR No.009139
Book TitleSatso Mahaniti
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size157 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy