SearchBrowseAboutContactDonate
Page Preview
Page 502
Loading...
Download File
Download File
Page Text
________________ સાતસો મહાનીતિ પામતા નથી. દાખલા તરીકે, બે ને બે ચાર થાય. પછી ગમે તો ગુજરાતી, કે સંસ્કૃત, કે પ્રાકૃત, કે ચીની, કે અરબી, કે પર્શિયન કે ઈગ્લિશ ભાષામાં લખાયેલ હોય. તે આંકડાને ગમે તે સંજ્ઞામાં ઓળખવામાં આવે તો પણ બે ને બેનો સરવાળો ચાર થાય એ વાત પ્રત્યક્ષ છે. જેમ નવે નવે એકાશી તે ગમે તે દેશમાં, ગમે તે ભાષામાં, અને ઘોળા દિવસે કે અંધારી રાત્રિએ ગણવામાં આવે તોપણ ૮૦ અથવા ૮૨ થતા નથી, પરંતુ એકાશી જ થાય છે. આ જ પ્રમાણે સિદ્ધાંતનું થાય છે. સિદ્ધાંત છે એ પ્રત્યક્ષ છે, જ્ઞાનીના અનુભવગમ્યની બાબત છે, તેમાં અનુમાનપણું કામ આવતું નથી. અનુમાન એ તર્કનો વિષય છે, અને તર્ક એ આગળ જતાં કેટલીક વાર ખોટો પણ પડે; પરંતુ પ્રત્યક્ષ જે અનુભવગમ્ય છે તેમાં કાંઈ પણ ખોટાપણું સમાતું નથી. જેને ગુણાકાર અથવા સરવાળાનું જ્ઞાન થયું છે તે એમ કહે કે નવે નવે એકાશી, ત્યાં આગળ જેને સરવાળો અથવા ગુણાકારનું જ્ઞાન થયું નથી, અર્થાત્ ક્ષયોપશમ થયો નથી, તે અનુમાનથી અથવા તર્ક કરી એમ કહે કે “૯૮ થતા હોય તો કેમ ના કહી શકાય?” તો તેમાં કાંઈ આશ્ચર્ય પામવા જેવું છે નહીં, કેમકે તેને જ્ઞાન ન હોવાથી તેમ કહે તે સ્વાભાવિક છે. પરંતુ જો તેને ગુણાકારની રીત છોડી (છૂટી છૂટી કરીને) એકથી નવ સુઘી આંકડા બતાવી નવવાર ગણાવ્યું હોય તો એકાશી થતાં અનુભવગમ્ય થવાથી તેને સિદ્ધ થાય છે. કદાપિ તેના મંદ ક્ષયોપશમથી એકાશી, ગુણાકારથી અથવા સરવાળાથી ન સમજાય તોપણ એકાશી થાય એમાં ફેર નથી. એ પ્રમાણે સિદ્ધાંત આવરણના કારણથી ન સમજવામાં આવે તો પણ તે અસિદ્ધાંતપણાને પામતા નથી, એ વાતની ચોક્કસ પ્રતીતિ રાખવી. છતાં ખાતરી કરવા જરૂર હોય તો તેમાં બતાવ્યા પ્રમાણે કરવાથી ખાતરી થતાં પ્રત્યક્ષ અનુભવગમ્ય થાય છે. જ્યાં સુધી અનુભવગમ્ય ન થાય ત્યાં સુધી સુપ્રતીતિ રાખવા જરૂર છે, અને સુપ્રતીતિથી ક્રમે ક્રમે કરી અનુભવગમ્ય થાય છે. સિદ્ધાંતના દાખલા (૧) “રાગદ્વેષથી બંધ થાય છે.” (૨) “બંઘનો ક્ષય થવાથી મુક્તિ થાય છે.” આ સિદ્ધાંતની ખાતરી કરવી હોય તો રાગદ્વેષ છોડો. રાગદ્વેષ સર્વ પ્રકારે છૂટે તો આત્માનો સર્વ પ્રકારે મોક્ષ થાય છે. આત્મા બંધનના કારણથી મુક્ત થઈ શક્તો નથી. બંઘન છૂટ્યું કે મુક્ત છે. બંઘન થવાનું કારણ રાગદ્વેષ છે. રાગદ્વેષ સર્વથા પ્રકારે છૂટ્યો કે બંધથી છૂટ્યો જ છે. તેમાં કશો સવાલ કે શંકા રહેતાં નથી. જે સમયે સર્વથા પ્રકારે રાગદ્વેષ ક્ષય થાય, તેને બીજે જ સમયે કેવળજ્ઞાન' છે.” (વ.પૃ.૭૫૧) “જ્ઞાનીના સિદ્ધાંતમાં ફેર હોઈ શકે નહીં. સૂત્રો આત્માનો સ્વધર્મ પ્રાપ્ત કરવા માટે કરવામાં આવ્યાં છે; પણ તેનું રહસ્ય, યથાર્થ સમજવામાં આવતું નથી તેથી ફેર લાગે છે.” (વ.પૃ.૭૭૦) “સિદ્ધાંતના બાંઘા વિષે એમ સમજવું કે આપણી બુદ્ધિ ન પહોંચે તેથી તે વચનો અસતુ છે એમ ન કહેવું; કારણ કે જેને તમે અસત્ કહો છો, તે શાસ્ત્રથી જ પ્રથમ તો તમે જીવ, અજીવ એવું કહેતાં શીખ્યા છો; અર્થાત તે જ શાસ્ત્રોને આધારે જ તમે જે કાંઈ જાણો છો તે જાણ્યું છે; તો પછી તેને અસત કહેવાં તે ઉપકારને બદલે દોષ કરવા બરાબર ગણાય. વળી શાસ્ત્રના લખનારાઓ પણ વિચારવાન હતા; તેથી તે સિદ્ધાંત વિષે જાણતા હતા. મહાવીરસ્વામી પછી ઘણે વર્ષે લખાણાં છે માટે અસતુ કહેવાં તે દોષ ગણાય.” (વ.પૃ.૬૮૪) ૪૪૪
SR No.009139
Book TitleSatso Mahaniti
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size157 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy