________________
સાતસો મહાનીતિ
કામદેવ શ્રાવકની ઘર્મદ્રઢતા આપણને શો બોવ કરે છે તે કહ્યા વગર પણ સમજાયું હશે. એમાંથી તત્ત્વવિચાર એ લેવાનો છે કે, નિગ્રંથપ્રવચનમાં પ્રવેશ કરીને દ્રઢ. રહેવું. કાયોત્સર્ગ ઇત્યાદિક જે ધ્યાન ઘરવાનાં છે તે જેમ બને તેમ એકાગ્ર ચિત્તથી અને તે દ્રઢતાથી નિર્દોષ કરવાં. ચળવિચળ ભાવથી કાયોત્સર્ગ બહુ દોષયુક્ત થાય છે. પાઈને માટે ઘર્મશાખ કાઢનારા ઘર્મમાં દ્રઢતા ક્યાંથી રાખે? અને રાખે તો કેવી રાખે! એ વિચારતાં ખેદ થાય છે.” (વ.પૃ.૭૩)
“ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૪'માંથી :- “દેવતાએ બીજી પણ અનેક રીતે પોતાની શક્તિ પ્રમાણે સર્વ વીર્ય ફોરવ્યું તોપણ તે કામદેવ શ્રેષ્ઠીના દ્રવ્યભાવની શક્તિનો અલ્પમાત્ર પણ નાશ કરવાને તે સમર્થ થયો નહીં. છેવટે તે દેવતા થાક્યો, ત્યારે શ્રેષ્ઠીને પ્રણામ કરીને બોલ્યો કે “હે શ્રાવક! તને ઘન્ય છે. માયારૂપી પૃથ્વીનું વિદારણ કરવામાં હળ સમાન એવા પરમ ઘીર શ્રી મહાવીરસ્વામીએ કહેલા ઘર્મમાર્ગમાં રસિક થયેલો તું સાચો છે. તારા આવા સુદ્રઢ સમકિતરૂપ આદર્શ (અરીસો)માં જોવાથી મારું પણ સમ્યગ્દર્શન પ્રગટ થયું છે, અને અનાદિ કાળનું મિથ્યાત્વ નાશ પામ્યું છે, તારા ઘર્માચાર્ય તો શ્રી મહાવીર ભગવાન છે, પણ મારો ઘર્માચાર્ય તો તું જ છે. ચંદનના વૃક્ષની જેમ તેં પરીષહો સહન કરીને મને સમ્યક્તરૂપી સુગંઘ આપી છે, તે સર્વ મારો અપરાધ ક્ષમા કરજે.” ઇત્યાદિ તે શ્રેષ્ઠીની સ્તુતિ કરીને દેવતાએ પોતાને સ્વર્ગથી ત્યાં આવવાનું કારણ કહી બતાવ્યું. વળી તે બોલ્યો કે “હું સ્વર્ગથી સમ્યત્વ રહિત અહીં આવ્યો હતો, અને તેનાથી પરિપૂર્ણ થઈને પાછો સ્વર્ગે જઈશ. તેં બહુ સારું કર્યું કે એક મિથ્યાત્વરૂપ વસ્તુથી મને ખાલી કર્યો અને એક સમ્યગ્દર્શનરૂપ વસ્તુના દાનથી મને ભરપૂર કર્યો. અહો! તારું ચાતુર્ય અકલિત છે.” એમ કહીને તે દેવ શ્રેષ્ઠીને ત્રણ પ્રદક્ષિણા દઈ તેના ઉપકારનું સ્મરણ કરતો કરતો સ્વર્ગે ગયો. (પૃ.૨૬૨) પ૯૦. સિદ્ધાંત માનીશ, પ્રણીત કરીશ.
ઉપરના વાક્યમાં કહ્યું તેમ જે ઘર્મને આરાઘવાથી જીવની સદ્ગતિ થાય એવા વીતરાગ ઘર્મના સિદ્ધાંતને જ માનીશ તેમજ પ્રણીત કરીશ. સત્પરુષો જે કહે છે તે સૂત્રના સિદ્ધાંતના પરમાર્થરૂપ છે અર્થાત્ સૂત્ર, સિદ્ધાંતના રહસ્યને સમજાવનાર છે માટે તે સદૈવ ઉપાસનીય છે.
શ્રીમદ્ રાજચંદ્ર'માંથી - “સત્પરુષો જે કહે છે તે સૂત્રના, સિદ્ધાંતના પરમાર્થ છે. સૂત્ર સિદ્ધાંત તો કાગળ છે. અમે અનુભવથી કહીએ છીએ, અનુભવથી શંકા મટાડવાનું કહી શકીએ છીએ. અનુભવ પ્રગટ દીવો છે; ને સૂત્ર કાગળમાં લખેલ દીવો છે.” (વ.પૃ.૭૩૪)
“સૂત્ર અને સિદ્ધાંત એ બે જુદાં છે. સાચવવા સારુ સિદ્ધાંતો સૂત્રરૂપી પેટીમાં રાખવામાં આવ્યા છે. દેશ, કાળને અનુસરી સૂત્ર રચવામાં એટલે ગૂંથવામાં આવે છે; અને તેમાં સિદ્ધાંતની ગૂંથણી કરવામાં આવે છે. તે સિદ્ધાંતો ગમે તે કાળમાં; ગમે તે ક્ષેત્રમાં ફરતા નથી; અથવા ખંડિતપણાને પામતા નથી; અને જો તેમ થાય તો તે સિદ્ધાંત નથી.
સિદ્ધાંત એ ગણિતની માફક પ્રત્યક્ષ છે, તેથી તેમાં કોઈ જાતની ભૂલ કે અધૂરાપણું સમાતું નથી. અક્ષર બોડિયા હોય તો સુધારીને માણસો વાંચે છે, પરંતુ આંકડાની ભૂલ થાય તો તે હિસાબ ખોટો ઠરે છે, માટે આંકડા બોડિયા હોતા નથી. આ દ્રષ્ટાંત ઉપદેશમાર્ગ અને સિદ્ધાંત માર્ગને વિષે ઘટાવવું.
સિદ્ધાંતો ગમે તે દેશમાં, ગમે તે ભાષામાં, ગમે તે કાળમાં લખાણા હોય, તો પણ અસિદ્ધાંતપણાને
૪૪૩