SearchBrowseAboutContactDonate
Page Preview
Page 557
Loading...
Download File
Download File
Page Text
________________ સાતસો મનનીતિ મુનિઓ પણ ધર્મથી ભ્રષ્ટ થઈ નરકે ગયા છે. ક્રોધ બન્ને લોકનો નાશ કરે છે; મહા પાપ બંધાવી નરકે પહોંચાડે છે, બુદ્ધિ ભ્રષ્ટ કરે છે, નિર્દયી બનાવે છે, બીજાએ આપણા ઉપર કરેલા ઉપકાર ભુલાવી કૃતી કરે છે, તેથી ક્રોધ સમાન પાપ નથી. ક્રોધાદિ કપાય સમાન આત્માની ઘાત કરનાર કોઈ નથી. જગતમાં જે પુણ્યવાન, મહા ભાગ્યશાળી હોય છે, અને જેનું આ ભવ તથા પરભવમાં ભલું થવાનું હોય છે તેને જ ક્ષમા નામનો ગુણ પ્રગટે છે.’’ (પૃ.૨૬૦) ક્રોથ જીતવાની ભાવના – “કોઈ દુર્વચન આદિથી દુઃખી કરે, ગાળો દે, ચોર, અન્યાયી, પાપી, દુરાચારી, દુષ્ટ, નીચ, ચંડાળ, કૃતજ્ઞી એવાં અનેક કુવચન કહે, ત્યારે જ્ઞાની એવો વિચાર કરે કે મેં આનો અપરાધ કર્યો છે કે નહીં? જો અપરાધ કર્યો હોય તથા રાગ, દ્વેષ, મોહને લઈને તેને કોઈ વાતે દુઃખી કર્યો હોય, તો હું અપરાધી છું. મને ગાળ દે છે, ધિક્કારે છે, નીચ, ચોર, કપટી, અધર્મી કહે છે વ્યાજબી છે; એથી વધારે દંડ દે તોપણ વ્યાજબી છે. મેં અપરાધ કર્યો છે તેથી મારે ગાળ સાંભળીને ક્રોધ કરવા યોગ્ય નથી, અપરાધીને નરકમાં શિક્ષા ભોગવવી પડે છે, તો મારા નિમિત્તે એને દુઃખ થયું એટલે ક્રોધમાં આવીને તે કડવાં વચન કહે છે; આવો વિચાર કરીને જ્ઞાની ક્ષમા કરે છે; ક્રોધ કરતા નથી.'' (પૃ.૨૬૨) ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૨'માંથી : કુરુડ અને ઉકુરુડમુનિનું દૃષ્ટાંત – કુણાલાનગરીના દરવાજાની ખાળ પાસે કુરુડ અને ઉકુરુડ નામના બે મુનિ કાયોત્સર્ગ ઘ્યાનમાં રહ્યા હતા. તેમના પ્રભાવથી તેઓને જળનો ઉપસર્ગ ન થાય’ તેમ ઘારી મેઘ નગરની બહાર વરસતો હતો. તે હકીકત જાણીને લોકોએ એકઠા થઈ તેમને ઉપદ્રવ કરવા માંડ્યો અને કહેવા લાગ્યા કે, “તમારા બન્નેના મહિમાથી નગરમાં વરસાદ થતો નથી, તેથી અમને ઘણો પરિતાપ રહે છે, અને એ અમારે મોટા અરિષ્ટવિઘ્નરૂપ છે. માટે તમે અહીંથી નીકળો.’’ આ પ્રમાણે વારંવાર કહેવાથી તે બન્નેના ધ્યાનમાં ભંગ થયો અને તેમને તે લોકોની ઉપર રૌદ્રધ્યાન ઉત્પન્ન થયું. તેથી તે બન્ને આ પ્રમાણે શ્લોક બોલ્યા – वर्ष मेघ! कुणालायां दिनानि दश पंच च । नित्यं मुसलधाराभिर्न्यथा रात्रौ तथा दिने ||१|| ભાવાર્થ – “હે મેઘ! કુણાલાનગરીમાં મુશળધારાએ જેવો રાત્રીએ તેવો જ દિવસે એમ પંદર દિવસ સુધી રોજ વરસ.’ આટલું કહેતા મેઘ વરસવા લાગ્યો. તે એટલો વરસ્યો કે તેના જળપ્રવાહમાં આખું નગર તણાઈને સમુદ્રમાં ચાલ્યું ગયું. તેમાં તે બન્ને મુનિ પણ અશુભ ઘ્યાનમાં વર્તતા સતા તણાઈ ગયા. “આર્નાદિ અપઘ્યાનથી મેષની વૃષ્ટિ કરાવીને ક્ષમારહિતપણે આખા નગરને તણાવી તે બન્ને મુનિ અનર્થદંડ વર્ડ નરકગતિને પ્રાપ્ત થયા.” (પૃ.૨૧૧) ૬૮૯. વસ્તુનું તત્ત્વ જાણવું. વસ્તુનું તત્ત્વ એટલે વાસ્તવિક સ્વરૂપ જાણવું. જીવ કે અજીવ વસ્તુનું સત્ય સ્વરૂપ જાણવાથી પોતાને પોતાનું ભાન થાય છે. અનાદિકાળથી આત્મવસ્તુના તત્ત્વને ન જાણવાથી જીવ ચાર ગતિમાં રઝળ્યા કરે છે. માટે હવે વસ્તુના વાસ્તવિક તત્ત્વનું જ્ઞાન મેળવું, ‘શ્રીમદ્ રાજચંદ્ર'માંથી – “નવ તત્ત્વનું કાળભેદે જે સત્પુરુષો ગુરુગમ્યતાથી શ્રવણ, મનન ૪૯૩
SR No.009139
Book TitleSatso Mahaniti
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size157 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy