________________
સાતસો મહાનીતિ
“પૂજા સંચય'માંથી -
“શરણાવંત સુસંયમી, ગુરુકુલવાસી સાથ;
શ્રુત અભ્યાસ કરી ભજે, તરે સંસાર અગાશે.” ભાવાર્થ – જિનેશ્વર ભગવંત ઉપર શ્રદ્ધાવંત એવા સુસંયમી સાધુ, ગુરુકુલવાસી એટલે પોતાને દીક્ષા આપનાર આચાર્યના શિષ્ય સમુદાય સાથે રહીને, કૃતનો અભ્યાસ કરી, પ્રભુને ભજી, અગાઘ એવા સંસાર સાગરને તરી જાય છે.
શ્રુતદાયક જિનરાજને ધ્યાવો, જીમ અતિશય જ્ઞાનને પાવો રે; કૃતના અધિકારી. મૃતફળ વિરતિ, વિરતિફળ ધ્યાન, ધ્યાને લહે સમયિકજ્ઞાન રે. શ્રુતના અધિકારી”
ભાવાર્થ – શ્રુતજ્ઞાનને આપવાવાળા એવા જિનેશ્વર પ્રભુને ધ્યાવો, પૂજો. જેથી કેવળજ્ઞાનને પામશો. શ્રુતજ્ઞાનનું ફળ વિરતિ એટલે ત્યાગ છે. વિરતિનું ફળ આત્માનું ધ્યાન પ્રગટે છે. તથા ધ્યાન વડે જીવ સમયિકજ્ઞાન એટલે કેવળજ્ઞાનને પામે છે.
શ્રતથી શરઘા થિર રહે, શરઘાથી વ્રત સાર; વ્રતથી શિવસુખ પામીએ, તિણે મૃત જગદાઘાર. શ્રુત વિણ જે કિરિયા કરે, તે સંસારનું મૂળ;
શ્રત-ઉપયોગે જે ક્રિયા, તે શિવપદ અનુકૂળ.” ભાવાર્થ – શ્રુતજ્ઞાનથી જીવની સમજણ વધે છે. હિતાહિતનું ભાન થાય છે. જ્ઞાનીપુરુષના બોઘના આઘારે સમજીને જે શ્રદ્ધા કરે તે સ્થિર રહે છે. કોઈના કહેવાથી શ્રદ્ધા કરી હોય પણ બીજો વ્યક્તિ
જ્યારે બીજી રીતે સમજાવે ત્યારે તેવી રીતે શ્રદ્ધા કરવા લાગી જાય છે. કારણ સમજીને એણે ગ્રહણ કર્યું નથી. સમજીને શ્રદ્ધાપૂર્વક વ્રત ગ્રહણ કરે તે જ સારરૂપ છે. નહીં તો વ્રત લઈને મૂકતા વાર ન લાગે. સાચી શ્રદ્ધાપૂર્વક જે વ્રત લે છે તેને અવશ્ય મોક્ષસુખ પ્રાપ્ત થાય છે. તે માટે પ્રભુશ્રીજી કહેતા કે નાચી કૂદીને પણ એક શ્રદ્ધા કરી લ્યો કે આ પરમકૃપાળુદેવ સાચા છે. તેથી શ્રુતજ્ઞાન છે તે જગતના જીવોને આધારરૂપ છે કેમકે તે સાચી શ્રદ્ધા કરાવે છે.
શ્રતજ્ઞાન વિના જે જે ક્રિયા કરે તે સંસારનું મૂળ છે. શ્રુતજ્ઞાનના આધારે જે ક્રિયા કરે તે મોક્ષપદને અનુકૂળ છે અર્થાત્ મોક્ષપદની પ્રાપ્તિનું કારણ થાય છે. (શ્રુતજ્ઞાનપૂજા પૃ.૧૫૪-૧૫૫)
બોઘામૃત ભાગ-૨'માંથી - શાસ્ત્રાભ્યાસે સવળી સમજણ થતાં સંસારનો ત્યાગ
પુરોહિતનું ડ્રાંત - “એક પુરોહિત હતો. તે શાસ્ત્રો ભણેલો, પણ કષાય મંદ નહીં. તે રોજ રાજાની સાથે ફરે. રાજાએ તેને પોતાની વીંટી રાખવા આપી. તે પુરોહિત વીંટી પાછી આપવી ભૂલી ગયો. સંધ્યાકાળે સરોવરના કિનારે અંજલિ આપતાં વીંટી સરી પડી. તે નીચે કમળમાં પડી, પણ બ્રાહ્મણને ખબર નહીં. ઘેર ગયા પછી વીંટી ન જોઈ તેથી રાજાનો બહુ ભય લાગવા લાગ્યો. ઘણો વિચાર કર્યો પણ વીંટીનો પત્તો લાગે એવો ઉપાય મળ્યો નહીં. પછી એક જૈન જ્ઞાની સાથુ અહીં આવ્યા છે એવું તેના સાંભળવામાં આવ્યું. તેથી તે ત્યાં ગયો અને કહ્યું કે બાપજી, એક કામ છે. મુનિએ જાણ્યું કે આ ભવ્ય જીવ છે. તેથી કહ્યું કે ભલે કહો. પછી તેણે વીંટીની વાત કરી. મુનિએ કહ્યું સરોવરમાં અંજલિ આપી હતી ત્યાં કમળમાં પડી છે. સવારે કમળ ખૂલે ત્યારે જઈને જોજો. પછી વીંટી મળી, તે લઈને રાજાને આપી આવ્યો. એ એક ચિંતા મટી, પણ આ વિદ્યા મારી પાસે નથી, માટે એ વિદ્યા મારે શીખવી, છેતરીને પણ શીખવી
૧૪૪