SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ સાતસો મહાનીતિ જીવને પ્રાપ્ત થાય છે, પણ જો જીવ સદ્ગષ્ટિવાન હોય તો સત્કૃતના ઘણા કાળના સેવનથી થતો લાભ પ્રત્યક્ષ સત્પરુષના સમાગમથી બહુ અલ્પ કાળમાં પ્રાપ્ત કરી શકે છે; કેમકે પ્રત્યક્ષ ગુણાતિશયવાન નિર્મળ ચેતનના પ્રભાવવાળાં વચન અને વૃત્તિ , ક્રિયાચેષ્ટિતપણું છે. જીવને તેવો સમાગમયોગ પ્રાપ્ત થાય એવું વિશેષ પ્રયત્ન કર્તવ્ય છે. તેવા યોગના અભાવે સત્કૃતનો પરિચય અવશ્ય કરીને કરવા યોગ્ય છે. શાંતરસનું જેમાં મુખ્યપણું છે, શાંતરસના હેતુએ જેનો સમસ્ત ઉપદેશ છે, સર્વે રસ શાંતરસગર્ભિત જેમાં વર્ણવ્યા છે, એવાં શાસ્ત્રનો પરિચય તે સત્કૃતનો પરિચય છે.” (વ.પૃ.૬૧૮) “શુભેચ્છાથી માંડીને ક્ષીણમોહપર્યત સત્કૃત અને સત્સમાગમ સેવવા યોગ્ય છે. સર્વકાળમાં એ સાધનનું જીવને દુર્લભપણું છે. તેમાં આવા કાળમાં દુર્લભપણું વર્તે તે યથાસંભવ છે. દુષમકાળ અને “હુંડાવસર્પિણી” નામનો આશ્ચર્યભાવ અનુભવથી પ્રત્યક્ષ દ્રષ્ટિગોચર થાય એવું છે; આત્મશ્રેય-ઇચ્છક પુરુષે તેથી ક્ષોભ ન પામતાં વારંવાર તે યોગ પર પગ દઈ સત્કૃત, સત્સમાગમ અને સવૃત્તિ બળવાન કરવા યોગ્ય છે.” (વ.પૃ.૬૧૮). કાળના દોષથી અપાર શ્રતસાગરનો ઘણો ભાગ વિસર્જન થતો ગયો અને બિંદુમાત્ર અથવા અલ્પમાત્ર વર્તમાનમાં વિદ્યમાન છે..... શ્રુત અલ્પ રહ્યા છતાં, મતમતાંતર ઘણા છતાં, સમાઘાનનાં કેટલાંક સાઘનો પરોક્ષ છતાં, મહાત્માપુરુષોનું ક્વચિતત્વ છતાં, હે આર્યજનો! સમ્યક્દર્શન, શ્રતનું રહસ્ય એવો પરમપદનો પંથ, આત્માનુભવના હેતુ, સમ્યક્રચારિત્ર અને વિશુદ્ધ આત્મધ્યાન આજે પણ વિદ્યમાન છે, એ પરમ હર્ષનું કારણ છે.” (વ.પૃ.૫૮૧) “જે મૃતથી અસંગતા ઉલ્લસે તે શ્રતનો પરિચય કર્તવ્ય છે.” (વ.પૃ.૬૦૮) ચિત્ત અવિક્ષેપ રાખી પરમશાંત શ્રતનું અનુપ્રેક્ષણ કર્તવ્ય છે.” (વ.પૃ.૬૩૭) “પરમ શાંત શ્રતનું મનન નિત્ય નિયમપૂર્વક કર્તવ્ય છે.” (વ.પૃ.૬૪૧) “જ્ઞાન એહિ જ આત્મા” એ એકાંત નિશ્ચયનયથી છે. વ્યવહારથી તો એ જ્ઞાન અવરાયેલું છે. તેનો ઉઘાડ કરવાનો છે. એ ઉઘાડ થવા ભણવું, ગણવું, ઉપદેશશ્રવણ, શાસ્ત્રવાંચન આદિ સાધનરૂપ છે. પણ એ ભણવું, ગણવું, ઉપદેશશ્રવણ, શાસ્ત્રવચન આદિ સમ્યક્દૃષ્ટિએ થવું જોઈએ. આ શ્રુતજ્ઞાન કહેવાય છે. સંપૂર્ણ નિરાવરણ જ્ઞાન થતાં સુધી એ શ્રુતજ્ઞાનના અવલંબનની જરૂર છે. “હું જ્ઞાન છું', “હું બ્રહ્મ છું’ એમ પોકાર્યું જ્ઞાન કે બ્રહ્મ થઈ જવાતું નથી. તે રૂપ થવા સલ્લાસ્ત્રાદિ સેવવાં જોઈએ.” (પૃ.૬૬૩) “બોઘામૃત ભા૩'માંથી – “જ્ઞાનની વૃદ્ધિ થઈ શકે છે એ સર્વના અનુભવનો વિષય છે, તો જે વધી શકે તે પૂર્ણ પણ થઈ શકે. પૂર્ણ જ્ઞાન તે જ સર્વજ્ઞતા છે.” (બો-૩ પૃ.૩૫૫) “પ્રજ્ઞાવબોઘ'માંથી - વિષય-કષાયે જે દિન વીત્યા તે તો સર્વે ભૂંડા, સન્શાસ્ત્રોના અભ્યાસે જે વીતે તે દિન રૂડા-અહોહો. સલ્લાસ્ત્રોના સ્વાધ્યાયે શુભ ધ્યાન વિષે મન રાખો, પ્રમાદ, પાતક તો ઝટ છૂટે, ઉપશમ-અમરસ ચાખો -અહોહો. સન્શાસ્ત્રોના સેવન વિણ તો ભવ, તન, ભોગાદિમાં, વૃત્તિ ફરતી કદી ન અટકે, ક્યાંથી વિરાગ વઘે ત્યાં?-અહોહો(પૃ.૩૨) ૧૪૩
SR No.009139
Book TitleSatso Mahaniti
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size157 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy