________________
સાતસો મહાનીતિ
પ્રાયશ્ચિત્ત લેવાથી નિઃશલ્ય થવાય.” (બો.૧ પૃ.૩૪)
બોઘાકૃત ભાગ-૩'માંથી :નિત્યનિયમ પ્રાણની પેઠે સાચવવા યોગ્ય છેજી.
સપુરુષની રૂબરૂમાં જે વચન કે ટેક અંગીકાર કરી હોય તે ન ચુકાય એટલું માહાભ્ય મુમુક્ષના હૃદયમાં રહેવું જોઈએ. હાથીના દાંત બહાર નીકળ્યા તે નીકળ્યા, પાછા પેસે નહીં તેમ સજનનું વચન ફરે નહીં. દુર્જનનું વચન, કાચબાની ડોક ઘડીમાં બહાર ને ઘડીમાં પાછી ખેંચે તેના જેવું, “અબી બોલ્યા અબી ફોક થઈ જાય તેવું હોય છે, માટે હવે કદી નિત્યનિયમ ન ચુકાય તેવી કાળજી રાખવા ભલામણ છેજી. (બો.૩ પૃ.૩૨૮)
કંઈ વઘારે ન બને તો નિત્યનિયમના ત્રણ પાઠ સવારે જાગતાં જ બોલી જવા અને તેમાંથી એકાદ કડી તે દિવસે વારંવાર વિચારવા નક્કી કરી પથારીમાંથી ઊઠવું, અને મંત્રનું સ્મરણ ૧૦૮ વાર તો જમતાં પહેલાં કે પછી કરી લેવું. પછી હરતાં-ફરતાં જેટલી વાર મંત્રનું રટણ રહ્યા કરે તેટલો વધારે લાભ; પણ આટલું તો અવશ્ય કરવું એવો દ્રઢ નિશ્ચય કરવો. જે દિવસે નિત્યનિયમ સવારે, બપોરે કે સાંજે પણ ન બને તે દિવસે ઊંઘવાનો મને હક નથી, એમ માનવું. થાકને લીધે ઊંઘ સિવાય કંઈ પણ ન બને તેવું લાગે તો ઊંઘ પૂરી થયે તો જરૂર તે નિત્યનિયમ પૂરો કરી લેવો. રાત્રે જાગીને પણ નિત્યનિયમ કરીને પણ ફરી ઊંધી શકાય. તે પ્રમાણે ન બને તો બીજે દિવસે મીઠું, ગળ્યું કે ઘી આદિ સ્વાદમાંથી કંઈક નથી વાપરવું એવો નિયમ કરવાથી નિયમિત થઈ શકાશે. મન ઉપર વાત લીધી તો તેનો ઉપાય નીકળી શકશે. માટે ઘર્મની બાબતમાં ઢીલા ન પડવા અને બને તેટલા ભલા, વિચારવાન અને સમજણ આપવી ન પડે તેવા થવા પ્રેરણા આ પત્રથી થાય તેમ કર્તવ્ય છેજી. (બો.૩ પૃ.૬૬૫)
“ઘર્મામૃત'માંથી – પ્રાણાંતે પણ નિયમ તોડું નહીં ચંડ માતંગનું દ્રષ્ટાંત – “ઉજ્જૈનમાં ચંડ નામે માતંગ-ભંગી હતો. તેને ચૌદશને દિવસે હિંસાનો ત્યાગ
હતો. રાજાએ અષ્ટાલિકા મહોત્સવ નિમિત્તે આઠ દિવસ હિંસા બંધ છોuuuuN
5 કરાવી હતી. ત્યારે રાજાના કુંવરે બકરો માર્યો. કુંવરને ફાંસી આપવા 2ચંડને બોલાવ્યો. તે દિવસે ચૌદશ હોવાથી ચંડ સંતાઈ ગયો. તેની કે સ્ત્રીએ કહ્યું કે તે પરગામ ગયો છે. પછી કુંવરના દાગીનાના લોભથી
ખૂણામાં છે એમ બતાવ્યું. તેથી રાજાના સિપાઈઓ ચંડને રાજા પાસે પકડી ગયા. તેણે મારવાની ના કહી તેથી રાજા સમજ્યો કે કુંવરના કાર્યમાં તેનો ભાગ હશે તેથી બન્નેને બાંધી તળાવમાં નખાવ્યા. ત્યાં દેવ - હતો તેણે ઘર્માત્મા જાણી ચંડને સિંહાસન પર બેસાડી કુંવર પાસે છત્ર
દ ઘરાવ્યું એમ તેનો મહિમા પ્રગટ કર્યો. (પૃ.૪૫૦) ૨૪૦. શ્રુતજ્ઞાનની વૃદ્ધિ કરું.
જેને આત્મસાક્ષાત્કાર થયો છે એવા શાસ્તા પુરુષના વચનો તે સત્કૃત છે.
“શ્રીમદ્ રાજચંદ્ર'માંથી - “આત્મસ્વભાવની નિર્મળતા થવાને માટે મુમુક્ષુ જીવે બે સાધન અવશ્ય કરીને સેવવા યોગ્ય છે; સત્કૃત અને સત્સમાગમ. પ્રત્યક્ષ સત્પરુષોનો સમાગમ ક્વચિત્ ક્વચિત્
Tણી
/
પકડી ગયા. તે
૧૪૨