________________
સાતસો મહાનીતિ
ભયંકર નરકનું વાસ્તવિક સ્વરૂપ દેખાડ્યું. તે વાત તેણીએ પુષ્પચૂલ રાજાને કરી. ત્યારે રાજાએ બૌદ્ધમત વગેરેના સાધુઓને બોલાવી નરકનું સ્વરૂપ પૂછ્યું. તેના જવાબમાં નરકને ગર્ભાવાસના કેદખાના જેવું કહ્યું. પણ રાણીને તે બરાબર લાગ્યું નહીં. તેથી અન્નિકાપુત્ર આચાર્યને બોલાવીને પૂછ્યું. તેમણે સાત નરકોનું વર્ણન કર્યું. ત્યારે રાણી બોલી કે શું આપને પણ મારા જેવું સ્વપ્ન આવ્યું છે? ત્યારે આચાર્ય ભગવંતે કહ્યું કે ના અમને સ્વપ્ન આવ્યું નથી પણ ભગવાનના કહેલા આગમ વડે તે સર્વ જાણીએ છીએ. આગમ એ તત્ત્વલોચન છે. તેના વડે સર્વ જણાય છે. પુષ્પચૂલાને બીજે દિવસે દેવલોકનું સ્વપ્ન એની માતાએ દેખાડ્યું. તે વિષે પણ અન્નિકાપુત્ર આચાર્યને પૂછ્યું ત્યારે એનું પણ આબેહૂબ વર્ણન કરવાથી રાણીને એ વાત બેસી ગઈ.
પછી શું કરવાથી નરકે જવાય? શું કરવાથી દેવલોકે જવાય? વગેરે રાણીના પૂછવાથી શ્રી ગુરુએ કહ્યું કે વિષયસેવનાદિકથી નરકે જવાય. શ્રાવકધર્મ તથા મુનિધર્મ આરાઘવાથી સ્વર્ગે કે મોક્ષે જવાય. એ સાંભળી પુષ્પચૂલાએ રાજાની આજ્ઞા લઈ ગુરુ પાસે દીક્ષા લઈ લીધી. અંતે કેવળજ્ઞાન પામી મોક્ષ મેળવ્યો. આ બધો પ્રભાવ તત્ત્વજ્ઞાનનો છે. તત્ત્વજ્ઞાનરૂપ લોચન એટલે આંખથી ત્રણે લોકમાં શું શું છે તે સર્વ જાણી શકાય છે. માટે સર્વજ્ઞ પ્રણીત આગમને અને શ્રી ગુરુ ઉપદિષ્ટ તત્ત્વને લોચનદાયક માનું. ૪૬૯. માનતા માનું નહીં.
કોઈ દેવી દેવતાની માનતા માનું નહીં. કોઈ એવી માન્યતા કરે કે જો મારે છોકરો થશે તો છોકરાના ભારોભાર કેસર ચઢાવીશ અથવા તમારા દર્શન કરવા આવીશ. અથવા તેને વાળ રાખીશ. પછી તે કુળદેવી આગળ જઈ ઉતરાવે એવી માનતાઓ જીવો અજ્ઞાનવશ કરે છે.
ઘણા લોકો લક્ષ્મી મળશે એમ માની લક્ષ્મીને પૂજે, કોઈ પદ્માવતી વગેરેની માનતા રાખી એક પગ ઉપર ઊભા રહી માળા ગણે, છતાં એમની સ્થિતિ એવીને એવી જોવામાં આવે છે.
મારે સારી કમાણી થશે તો તમને નારિયેળ ચઢાવીશ, સુખડી ચઢાવીશ. પણ એ બઘું કર્મને આધીન થાય છે. કર્માનુસાર નહીં થતું હોય તો ભગવાન મહાવીરનો બોધેલો કર્મ સિદ્ધાંત મિથ્યા ઠરે. ‘શ્રીમદ્ રાજચંદ્ર'માંથી :- “દેવદેવીની તુષમાનતાને શું કરીશું? જગતની તુષમાનતાને શું કરીશું? તુષમાનતા સત્પુરુષની ઇચ્છો.’’ (વ.પૃ.૧૫૭)
“શ્રી રણછોડભાઈ ધારશીભાઈ ઘર્મપુરના પ્રસંગ'માંથી –
એક વયોવૃદ્ધનું દૃષ્ટાંત – “એકવાર મોરબીમાં એક વયોવૃદ્ધ જેના પ્રત્યે મને આદરભાવ હતો. તેમણે ગોંડલ કોઈ નિમિત્તે કુળદેવીના માન્યતાએ જવાનું નક્કી કર્યું. ત્યારે કૃપાળુદેવે તેમને વાર્યા અને જણાવ્યું કે તેમાં કંઈ બીજું થાય તો તેનું જોખમ બધું અમારે શિરે રાખીએ છીએ. છતાં એ ભાઈને કુળદેવીની માન્યતાએ જવાનું થયું. તેથી તેઓ હેરાન થયા હતા. આ વાત પાછળથી તેમને સમજાઈ હતી.’ ‘શ્રી યશોવિજયજી કૃત ચોવીશીના અર્થ’માંથી :– ‘હે પ્રભુ! આપ વિના અન્ય દેવ મને જરાપણ પ્રિય લાગતા નથી. અન્ય દેવો તો ઊલટા મારી સેવાભક્તિની આશા રાખે છે; તેઓ મારી મનઃકામનાને શું પૂરી કરી શકે? એવું તેમનામાં સામર્થ્ય જ ક્યાં છે? તેથી મેં તો તારક તરીકે આપ સમર્થને જ સ્વીકાર્યા છે ! આપને મૂકી અન્ય દેવને હું ક્યારે પણ આરાધવાનો નથી. આ મારી ખાસ હાર્દિક અને અચળ ટેપ્રતિજ્ઞા છે. જે પામરજનો અનેક પ્રકારની સાંસારિક આશાઓની પૂર્તિને માટે અનેક
૩૬૧