________________
સાતસો મહાનીતિ
૪૬૭. સૃષ્ટિ સ્વભાવને અધર્મ કહું નહીં. સૃષ્ટિમાં એટલે જગતમાં ઋતુઓના પરિવર્તન, ગર્મી કે ઠંડી વગેરે જે કંઈ પણ થાય છે
તે બધા સૃષ્ટિના ઘર્મ છે. કાળ પ્રમાણે સૃષ્ટિના નિયમો ચાલે છે. માટે તેને અધર્મ કહ્યું નહીં. “મોક્ષમાળા વિવેચન'માંથી :- “ “એક ભેદે નિયમ એ જ આ જગતનો પ્રવર્તક છે' - જગતનો પ્રવર્તક ઈશ્વર નથી એમ આગળ કહ્યું હતું તેમાં શંકા થાય, તે સર્વના ખુલાસારૂપ આ વાક્ય છે. એક ભેદે–એક અપેક્ષાએ દરેક પદાર્થમાં જે ઘર્મો છે તે પ્રમાણે પ્રવર્તે છે. જેમ ગોળ ગળ્યો લાગે, લીંબડો કડવો લાગે એમ જગતમાં નિયમ સર્વત્ર દેખાય છે. તેથી કોઈ જગતકર્તારૂપે ઈશ્વરની જરૂર નથી. નિયમને લઈને જગત પ્રવર્તે છે. ચાવી પ્રમાણે ઘડિયાળ ચાલે તેમ નિયમો પ્રમાણે જગત ચાલે છે. તેમ પુણ્ય પાપ કર્મ પણ તેના નિયમ પ્રમાણે ચાલે છે. “આ તો અખંડ સિદ્ધાંત માનજો કે સંયોગ, વિયોગ, સુખ, દુઃખ, ખેદ, આનંદ, અણરાગ ઇત્યાદિ યોગ કોઈ વ્યવસ્થિત કારણ (નિયમ)ને લઈને રહ્યા છે.” (૨૧-૧) અહીં મુખ્યપણે કર્મના નિયમો વિષે કહેવું છે. આખો કર્મગ્રંથ નિયમો જ બતાવે છે. અમુક ભાવ કરવાથી અમુક કર્મ બંધાય, તે ભોગવવાનાં અમુક સ્થાન હોય ઇત્યાદિ નિયમ છે. દરેક વસ્તુમાં જે ગુણો હોય તે નિયમથી પરિણમે છે.”
“ફળદાતા ઈશ્વર તણી, એમાં નથી જરૂર; કર્મ સ્વભાવે પરિણમે, થાય ભોગથી દૂર. તે તે ભોગ્ય વિશેષનાં, સ્થાનક દ્રવ્ય સ્વભાવ;
ગહન વાત છે શિષ્ય આ, કહી સંક્ષેપે સાવ.”-(પૃ.૨૨૩) માટે સૃષ્ટિના પરિવર્તનશીલ સ્વભાવને અઘર્મ કહું નહીં. ૪૬૮. સર્વ શ્રેષ્ઠ તત્વ લોચનદાયક માનું.
અનાદિકાળથી અજ્ઞાનરૂપ અંધકારમાં પડેલા પ્રાણીને વીતરાગ પુરુષો દ્વારા ઉપદિષ્ટ સર્વશ્રેષ્ઠ તત્ત્વજ્ઞાનને લોચનદાયક એટલે જ્ઞાનરૂપ નેત્ર આપનાર માનું. જે વડે હિતાહિતનું ભાન થાય, સુખદુઃખનું સાચું જ્ઞાન થાય તથા સંસારના ઘોર અજ્ઞાનરૂપ અંઘકારમાંથી નીકળી અનંત આત્મપ્રકાશસ્વરૂપ એવા કેવળજ્ઞાનને જીવ પામી શકે.
“મહાદેવ્યાઃ કુષિરત્ન, શબ્દજીતરવાત્મજ
રાજચંદ્રમહં વંદે, તત્ત્વલોચન દાયક....” ભાવાર્થ-મહાદેવી એવાં દેવમાતાની કૂખે જન્મેલા રત્નરૂપ તથા ભાષા ઉપર જેનો કાબૂ છે એવા સાક્ષાત્ સરસ્વતીરૂપ અને રવજીભાઈના પુત્ર શ્રીમદ્ રાજચંદ્રદેવને હું નમસ્કાર કરું છું. કારણ કે, મને તત્ત્વલોચન એટલે આત્માને ઓળખવાની આંખ દેનાર (સમજણ આપનાર) તેઓ છે.
ઉપદેશપ્રાસાદ ભાષાંતર'ના આઘારે – સર્વશ્રેષ્ઠ તત્ત્વ વીતરાગ પ્રણીત ઘર્મ
પુષ્પચૂલાનું દ્રષ્ટાંત – એક નગરમાં પુષ્કકેતુ નામે રાજા હતો. તેની રાણી પુષ્પવતીને પુત્ર પુત્રી સાથે જોડકું જન્યું. તેમનાં નામ પુષ્પચૂલ તથા પુષ્પચૂલા પાડ્યાં. બન્ને વચ્ચે અત્યંત પ્રેમ હોવાથી રાજાએ યુક્તિથી પ્રધાન વગેરેની સમ્મતિ લઈને ભાઈબેનના જ લગ્ન કરી દીધા. આ બધું જોઈને રાજાની રાણી પુષ્પવતીને સંસારનું સ્વરૂપ વિચિત્ર ભાસ્યું અને વૈરાગ્ય પામી દીક્ષા લઈ લીધી. અંતે સમાધિમરણ કરીને તે દેવલોકે ગઈ. ત્યાંથી પોતાની પુત્રી પુષ્પચૂલા જે હમણાં રાણી છે તેને દીક્ષા અપાવવા માટે સ્વપ્નમાં
૩૬૦