________________
સાતસો મનનીતિ
ઘારણ કરીને માંચડા ઉપરથી નીચે ઊતરી ગયો અને માંચડાની બન્ને બાજુનાં દોરડાં કાપી નાખ્યાં. શ્રીપાળ કુંવર સમુદ્રમાં પડ્યો, સિદ્ધચક્રનું સ્મરણ કરતાં તેનો અધિષ્ઠાયક દેવ મગરમચ્છ બની આવ્યો. તેના પીઠ ઉપર બેસતા. પુણ્ય ઉદયે આધાર મળતાં સમુદ્ર કિનારે આવી ગયો. પણ પાપી મનુષ્યો આવા કાળા કામો કરતા કિંચિત્ માત્ર પણ ડરતા નથી. ફરી શ્રીપાળને મારવા માટે ખુલ્લી કટાર લઈને તેના મહેલ ઉપર ચઢતા નીચે પડી જવાથી તેજ કટાર પોતાના પેટમાં વાગી અને તે ઘવળશેઠ મરીને સાતમી નરકે ગયો.
૨૮૧. પ્રપંચને ત્યાગુ છું.
છાપા વાંચી કે વિથા કરી પરની પંચાત કરવી તે બધો પ્રપંચ છે. પૂ પ્રભુશ્રીજી કહે ‘આખા ગામની ફોઈ, પંચાતિયાના છોકરાં ભૂખે મરે.' માટે પર પંચાત છોડી આત્માની સંભાળ લઉં,
‘નિત્યનિયમાદિપાઠ'માંથી :- ‘હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું. પ્ર+પંચ - પાંચ ઇંદ્રિયોના વિષયોમાં લાગી રહેવું તે બધો પ્રપંચ છે. જોવા, સાંભળવા વગેરેમાં ખોટી થઈ રહ્યો છે. પરમાત્મા તરફ વળવું હોય તો ઇંદ્રિયોનો સંયમ જોઈએ. પરંતુ હું તો નિરંતર પ્રપંચમાં વર્તી છું.'' (પૃ.૩૮) ૨૮૨. સર્વ ત્યાગવસ્તુને જાણું છું.
મહાપુરુષો ત્યાગવા યોગ્ય સર્વ વસ્તુ જાણે છે અને ત્યાગમાં કેવું સુખ રહ્યું છે તે પણ જાણે છે. શાલિભદ્રે જ્ઞાનીપુરુષ દ્વારા ત્યાગના સ્વરૂપને જાણ્યું તો દેવતાઈ રિદ્ધિનો પણ ત્યાગ કર્યો. જ્યારે સંસારી જીવો અજ્ઞાનવશ ત્યાગવા યોગ્ય વસ્તુને ગ્રહણ કરી આનંદ માને છે.
ઝેરને ત્યાગવા યોગ્ય જાણવાથી કોઈ ગ્રહણ કરતું નથી તેમ ત્યાગવા યોગ્ય એવા રાગદ્વેષ, કામ, ક્રોઘાદિ ભાવો કે સાત વ્યસન, સાત અભક્ષ્ય, કંદમૂળાદિ વસ્તુઓના સ્વરૂપને હું પણ સારી રીતે જાણું કે જેથી તે તે વસ્તુઓનો જીવનમાં ત્યાગ થાય અને આત્મા પોતાના સમાધિસુખને પામે.
'શ્રીમદ્ રાજચંદ્ર'માંથી – “સદા ત્યાગવા યોગ્ય શું ? અકાર્ય કામ. વિ.પૃ.૧૫) “સ્વાદનો ત્યાગ એ આહારનો ખરો ત્યાગ જ્ઞાનીઓ કહે છે.'' (પૃ.૧૫૮)
“બાકી હાલ તો તમે સર્વ પોતપોતાના સફળપણા અર્થે મિથ્યા ધર્મવાસનાઓનો, વિષયાદિકની પ્રિયતાનો, પ્રતિબંધનો ત્યાગ કરતાં શીખજો. જે કંઈ પ્રિય કરવા જેવું છે, તે જીવે જાણ્યું નથી; અને બાકીનું કંઈ પ્રિય કરવા જેવું નથી; આ અમારો નિશ્ચય છે,’’ (પૃ.૨૬૨)
“આત્મપરિણામથી જેટલો અન્ય પદાર્થનો તાદાત્મ્યઅઘ્યાસ નિવર્તવો તેને શ્રી જિન ત્યાગ કહે છે. તે તાદાત્મ્યઅય્યાસ નિવૃત્તિરૂપ ત્યાગ થવા અર્થે આ બાહ્ય પ્રસંગનો ત્યાગ પણ ઉપકારી છે, કાર્યકારી છે. બાહ્ય પ્રસંગના ત્યાગને અર્થે અંતર્વાંગ કર્યો નથી, એમ છે, તોપણ આ જીવે અંતર્વાંગને અર્થે બાહ્ય પ્રસંગની નિવૃત્તિને કંઈ પણ ઉપકારી માનવી યોગ્ય છે.’’ (વ.પૃ.૪૫૨)
“અનંતા જ્ઞાનીપુરુષોએ જેનું પ્રાયશ્ચિત્ત કહ્યું નથી, જેના ત્યાગનો એકાંત અભિપ્રાય આપ્યો છે એવો જે કામ તેથી જે મુંઝાયા નથી. તે જ પરમાત્મા છે.'' (વ.પૃ.૭૯) ૨૮૩. ખોટી પ્રશંસા કરું નહીં. (મુ‰ઉગ્॰ સામાન્ય)
કોઈપણ વ્યક્તિમાં ગુણ ન હોય તો પણ કહેવું કે આ તો મહાત્મા છે, ગુણવાન છે, આ તો બહુ દાનવીર છે; એમની શી વાત કરવી ? વગેરે ખોટી પ્રશંસા કરું નહીં. જેનામાં જે ગુણ હોય તેટલા પ્રમાણમાં
૧૮૭