________________
સાતસો મહાનીતિ
પ્રશંસા કરું, પણ ખોટી રીતે કોઈને ચઢાવું નહીં. મુનિ, બ્રહ્મચારી, ઉપાસક, ગૃહસ્થ કે સામાન્ય બઘાએ આ વાત ધ્યાનમાં રાખી કોઈની
ખોટી પ્રશંસા કરવી નહીં એમ જણાવ્યું. સમાધિસોપાન'માંથી - “સંસારી જીવ મિથ્યાત્વના પ્રભાવને લીધે રાગી-દ્વેષી દેવની પૂજા પ્રભાવના દેખીને પ્રશંસા કરે છે. દેવીને માટે જીવહિંસા કરી હોય તેની પ્રશંસા કરે છે. ગૌ, કન્યા, સુવર્ણ, હાથી, ઘોડા, ઘર, પૃથ્વી, તલ, રથ અને દાસી એ દશ પ્રકારનાં કુદાનને ભલાં જાણે છે. યજ્ઞ, હોમાદિકની અને ખોટા મંત્ર-તંત્ર, મારણ-વશીકરણ આદિ ક્રિયાઓની પ્રશંસા કરે છે. કૂવા, વાવ, તળાવ ખોદાવ્યાની પ્રશંસા કરે છે. માત્ર કંદમૂળ, શાકપાન આદિ ભક્ષણ કરનારને મોટા ત્યાગી જાણી પ્રશંસા કરે છે. પંચાગ્નિ-ધૂણીઓ તપનાર, વાઘનાં ચામડાં ઓઢનાર, ભસ્મ ચોળનાર અને ઊંચો હાથ રાખનારને બહુ મોટા જાણે છે. ગેરુથી રંગેલા ભગવાં કે રાતાં વસ્ત્ર કે ઘોળાં વસ્ત્રાદિ ઘારણ કરનાર કુલિંગીના માર્ગની પ્રશંસા કરે છે. ખોટા તીર્થને અને ખોટા રાગી, દ્વેષી, મોહી, વક્રપરિણામી, અને શસ્ત્રધારી દેવોને પૂજ્ય માને છે.
જોગણી, જક્ષણી, ક્ષેત્રપાલ આદિને ઘન આપનાર, રોગાદિ મટાડનાર માને છે. તેલ, લાપસી, વડાં, અત્તર, પુષ્પમાળા ઇત્યાદિક વડે દેવતાને રાજી કરવા ઘારે છે. દેવતાને લાંચ આપવારૂપ માન્યતા માની, એમ વિચારે છે કે, મારું અમુક કાર્ય સિદ્ધ થશે તો તને છત્ર ચઢાવીશ, તારું મંદિર બંધાવીશ, તને બાઘાના અમુક રૂપિયા ચઢાવીશ, કોઈ બકરા, પાડા વગેરે પ્રાણીને મારીને ચઢાવીશ, સવામણનું ચૂરમું ચઢાવીશ, બાળક જીવતું રહે તે માટે ચોટલી કે જટા ઉતરાવીશ ઇત્યાદિ અનેક પ્રકારની માન્યતા માનવી, શરત કરવી તે બધો તીવ્ર મિથ્યાત્વના ઉદયનો મહિમા છે.
જ્યાં જીવોની હિંસા થાય ત્યાં મહા ઘોર પાપ બંઘાય છે. દેવને નિમિત્તે કે ગુરુને નિમિત્તે પણ હિંસા કરવામાં આવે તે પણ સંસારસમુદ્રમાં ડુબાડનારી છે. કોઈ દેવતાના ભયથી કે લોભથી કે લજ્જાથી પણ હિંસાનાં કાર્યોમાં કદાપિ ન પ્રવર્તે. દયાવાળાની તો દેવ પણ રક્ષા કરે છે. જે કોઈનો અપરાઘ ન કરે, વેર ન બાંધે તેને દેવ પણ દુભાવે નહીં. રાગી, દ્વેષી અને શસ્ત્રધારી દેવ છે તે તો પોતે જ દુઃખી છે, ભયભીત છે, અસમર્થ છે. સમર્થ હોય, ભયરહિત હોય તે શસ્ત્ર શા માટે ઘારણ કરે? જે ભૂખ્યો હોય તે જ ભોજન આદિ વડે પૂજાની ઇચ્છા રાખે. કુમાર્ગ છે તે સંસાર વધારવાનું કારણ છે. મિથ્યાવૃષ્ટિનાં ત્યાગ, વ્રત, તપ, ઉપવાસ, ભક્તિ, દાન આદિકની અને તેને ધારણ કરનાર મિથ્યાવૃષ્ટિઓની મન, વચન અને કાયાથી પ્રશંસા ન કરવી તે અમૂઢદ્રષ્ટિ અંગ છે. (પૃ.૨૫) ૨૮૪. ખોટું આળ આપું નહીં.
કોઈના ઉપર ખોટું આળ એટલે કલંક આપવું તે મહાપાપ છે. “ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૨'માંથી - ખોટું આળ આપનારની દુર્દશા
“શાસ્ત્રમાં કહ્યું છે કે, “કોઈને આળ આપવાથી જીવ ગઘેડો થાય છે, નિંદા કરવાથી શ્વાન થાય છે, પરસ્ત્રી ભોગવવાથી કૃમિ થાય છે અને મત્સર (શ્વેષભાવ) રાખવાથી કીડો થાય છે.” વળી કહ્યું છે કે- “જે દૂષણ તરફ દ્રષ્ટિ જ કરે નહીં તે ઉત્તમ, જે સાંભળે જાણે પણ પ્રકાશ ન કરે તે મધ્યમ, જે દૂષણ જોઈને તેની જ પાસે કહે તે અઘમ અને જે સર્વ ઠેકાણે પ્રકાશ કર્યા કરે તે અઘમાઘમ.” હવે વિચાર્યા વગર કોઈને આળ ચઢાવવા ઉપર એક દ્રષ્ટાંત કહે છે –
૧૮૮