________________
સાનો માનતિ
પ્રાર્થના કરતા કહ્યું, “હે મહાત્મા! હું દેશાટન કરવા નીકળ્યો છું. આપની કીર્તિની સુવાસથી આકર્ષાઈ અહીં આવ્યો છું. આ રત્નો સાથે દેશાટન કરવું ભયકારક થઈ પડ્યું છે, તેથી રત્નોને આપની પાસે રાખો. વિદ્વાનો કહે છે, જ્યાં મનુષ્યમાં સુંદર આકૃતિરૂપ છે ત્યાં ગુણો પણ હોય છે અને જ્યાં ઘન હોય ત્યાં ભય જરૂર હોય છે. તેથી આ રત્નો અહીં મૂકી જવા ઇચ્છુ છું, તો કૃપા કરી તે આપની પાસે રાખો અને મને નિર્ભય બનાવો.
3
મહારાજાના શબ્દો સાંભળી તાપસે મોઢેથી ન બોલતાં હાથથી ઇશારો કરતાં કહ્યું, ઘનને દેખવાની વાત તો દૂર રહી પણ અમે તેને સ્પર્શ પણ કરતા નથી, કારણ કે સાધુ માટે દ્રવ્ય સંગ્રહ એ દોષ છે.” કહેતા ગુરુએ રત્નો રાખવા આનાકાની કરતા કહ્યું જો ભાઈ, તારે રત્નો સાથે લઈ જવા ન હોય તો તારા જ હાથે પેલા નાળામાં તે મૂકી દે.'' તાપસની નિર્લોભી વૃત્તિની પ્રશંસા કરતા મહારાજાએ તાપસે બતાવેલા નાળામાં રત્નો મૂકી પ્રણામ કરી સંસારનાં કૌતુકો જોવા આગળ પ્રયાણ કર્યું.
વિક્રમના ગયા પછી તાપસે લોકોને આવી રીતે ઠગી ઘણું ધન એકઠું કર્યું અને અલકાપુરીના મહેલ જેવો મઠ બંધાવી તેમાં રહી સાધુ વેશથી બધાને છેતરતો સમય વિતાવવા લાગ્યો.
કેટલાક દિવસો પછી અનેક દેશો જોઈ જ્યાં તાપસ હતો ત્યાં મહારાજા આવ્યા ને આશ્રમને બદલે સુંદર મઠ જોઈને વિચારમાં પડ્યા. તપાસ કરતાં ‘એ તાપસે જ મઠ બંધાવ્યો છે' એવું જાણ્યું. એટલે તાપસ પાસે જઈ પ્રણામ કરી રત્નોની માગણી કરી. જવાબમાં તાપસે કહ્યું, “અરે, આ તું શું બોલે છે? કોની પાસે રત્ન માંગે છે? તેં કોને રત્ન આપ્યા છે? તું કોણ છે ? મેં તને ક્યારે જોયો હોય તેવું યાદ આવતું નથી. તારી બુદ્ધિ હરામ છે.' આ પ્રમાણે તાપસ ‘ચોર કોટવાળને દંડે' તે ક્લેવતાનુસાર વિક્રમ સાથે લડવા લાગ્યો. આ જોઈ મહારાજા મનમાં વિચારવા લાગ્યા કે, “આ ઢોંગી ઘુતારો-ગ તાપસ મારા રત્નો હજમ કરી જવા ઇચ્છે છે. સાચે જ ઠગ, દુર્જન, લુચ્ચા અને ક્રુર માણસો બહુ જ સાવધાન હોય છે.'' આમ મનમાં વિચારતા મહારાજાને સરોવર કિનારે જોયેલા બગલાનું દૃશ્ય મનમાં યાદ આવ્યું કે જાણે માછલી કઠી રહી હોય કે, “મહારાજ, આપ આ બગલાને ધાર્મિક વૃત્તિવાળો માનો છો, પણ તે દુષ્ટ છે. તેણે તો અમારા કુટુંબનો નાશ કર્યો છે. ઊજળું એટલું દૂધ એમ ક્યારે પણ માનતા નહીં.'
ક્ષણો પસાર થતાં મહારાજાએ ફરીથી નમ્રતાપૂર્વક કહ્યું, “આપના દર્શનથી પવિત્ર થઈ અહીંથી જતાં મેં પાંચ રત્નો નાળામાં તમારા કહેવાથી મૂક્યા હતા તે હવે કેમ ના પાડો છે? જવાબમાં તાપસ બોલ્યો, “ઓ ભાઈ, તારી ક્યાંક ભૂલ થાય છે, મારી પાસે નહિ કોઈ બીજા પાસે મૂક્યા હશે.”
તાપસના શબ્દો સાંભળી મહારાજા વિક્રમને, ધર્મના નામે કેવું થૂર્તપણું જીવો કરી શકે છે તેનું ભાન થયું. (પૃ.૫૫)
વેશ્યાએ કરેલ યુક્તિ – પછી તે રાજા વિચાર કરી એક વેશ્યાને મળ્યો. તેણે કહ્યું— ં યુક્તિ વડે તમને રત્નો પાછા અપાવીશ. પછી વેશ્યાએ એક દિવસે રત્નોનો થાળ ભરી સંન્યાસીની પાસે આવી કહ્યું કે મારી પુત્રી મારું માનતી નથી માટે આ બધા રત્નોનો થાળ આપને આપવા ઇચ્છું છું. તે જ સમયે સંકેત
૪૮૩