________________
સાતસો મહાનીતિ
સર્વ શક્તિવંત સર્વજ્ઞની કરો. જેઓ પોતે પૂર્ણ સમર્થ છે, તેઓ સ્વ-આશ્રિતની ભીડ ભાંગી શકે છે; પરંતુ જેઓ પોતેજ અપૂર્ણ, અશક્ત હોય તેઓ શરણાગતની શી રીતે
ભીડ ભાંગી શકે? સર્વજ્ઞ પ્રભુની પાસે પણ વિવેકપૂર્વક યોગ્ય માગણી જ કરવી ઘટે. વીતરાગ પરમાત્માની કે નિગ્રંથ અણગારની પાસે તુચ્છ સાંસારિક સુખની પ્રાર્થના કરવી ઉચિત નથી. તેમની પાસે તો જન્મમરણનાં દુઃખ દૂર કરવાની અથવા ભવભવનાં દુઃખ જેથી ટળે એવી ઉત્તમ સામગ્રીની જ પ્રાર્થના કરવી ઘટે છે. યદ્યપિ વીતરાગ પ્રભુ રાગદ્વેષ રહિત છે તો પણ પ્રભુ પ્રત્યેનો શુદ્ધ ભક્તિરાગ ચિન્તામણિ રત્નની પેઠે ફળીભૂત થયા વગર રહેતો નથી. શુદ્ધ ભક્તિ એ એક અપૂર્વ વશીકરણ છે. ભક્તિથી કઠીન કર્મનો પણ ક્ષય થઈ જાય છે, અને તેથી સર્વ સંપદા સહજ આવી મળે છે. આવો અપૂર્વ લાભ મૂકી બાવળે બાથ ભરવા જેવી તુચ્છ વિષયોની પ્રાર્થના પ્રભુ પાસે કે અન્યત્ર પાસે કરવી તે શાણા સજ્જનોને ઘટિત નથી. સર્વ શક્તિવંત સર્વજ્ઞ પ્રભુની પાસે પૂર્ણ ભક્તિરાગથી વિવેકપૂર્વક એવી ઉત્તમ પ્રાર્થના કરો, યાવત્ પરમાત્મા પ્રભુની પવિત્ર આજ્ઞાને અનુસરવા એવો તો ઉત્તમ પુરુષાર્થ ખુરાવો કે, જેથી ભવભવની ભાવઠ ભાગી પરમ આનંદ પ્રગટે. અર્થાત્ અનંત અવ્યાબાઘ અક્ષય સહજ સુખ પ્રાપ્ત થાય. સેવા કરવી તો એવા જ સ્વામીની કરવી કે જેથી સેવક પણ સ્વામીને બરાબર થાય.” (પૃ.૫૭) ક૭૦. ઘર્મઘૂર્તતા ત્યાગું છું.
ઉપરથી ઘર્માત્માનો દેખાવ કરવો અને અંદરથી બીજાને છેતરવાનો ભાવ રાખવો તે ઘર્મના નામે ઘૂર્તપણું છે તેનો ત્યાગ કરું છું.
‘વિક્રમાદિત્ય'માંથી :- ઘર્મના નામે લોકોને ઠગતા એવા ઘૂર્ત પાખંડી
ધૂર્તતાપસનું દ્રષ્ટાંત – “દેશાટન કરવાથી બુદ્ધિ તીવ્ર થાય અને અવનવા અનુભવો થાય એમ વિદ્વાનોના મોઢેથી સાંભળી મહારાજા વિક્રમને દેશાટન કરવાની ઇચ્છા થઈ. તેમણે રાજકાજથી | નિવૃત્ત થઈ, ભંડારમાંથી પાંચ રત્ન લીધા અને પ્રયાણ કર્યું. અનેક શહેરો, પહાડો અને નદીઓ ઓળંગી તે પદ્મપુર નામના શહેરમાં આવી પહોંચ્યા. આ શહેર સાચે જ સુંદર હતું. પણ એ શહેરમાં વસનારા બધા જ ઘુતારા-ઇંગ હતા. આ શહેરના રાજાનું નામ હતું અન્યાયી અને મંત્રીનું નામ હતું સર્વભક્ષી અને પાષાણહૃદયી.
શહેરથી પરિચિત થવા મહારાજા ફરતા ફરતા એક શાહુકારની દુકાને જઈ ચઢ્યા, ત્યારે એક તાપસ ત્યાં આવ્યો ને તેણે એક શેર ઘીની માંગણી કરી. તાપસની માંગણી સાંભળી શાહુકારે શેરને બદલે બશેર ઘી આપ્યું. ઘી લઈ તાપસ પોતાના ગુરુ પાસે આવ્યો. ને ઘી ગુરુ પાસે મૂક્યું. ગુરુની ઘી પર દ્રષ્ટિ પડતાં જ પૂછ્યું, “આ ઘી કેટલું છે? જવાબમાં શિષ્ય કહ્યું, “બશેર છે.”
આ સાંભળી ગુરુ કર્કશ અવાજે બોલ્યા, “વઘારે ઘી શું કરવા લાગ્યો? ચોરીરૂપી પાપવૃક્ષનું ફળ આ ભવમાં વઘ-ફાંસી, બંઘન-કારાવાસ છે અને પરભવમાં નરકની વેદનાઓ છે, માટે પાછે પગલે જઈ વઘારાનું ઘી પાછું આપી આવ.”
ગુરુની આજ્ઞા સાંભળતા જ શિષ્ય ઘી લઈ શાહુકારની દુકાને પાછો આવ્યો ને વઘારાનું ઘી પાછું લેવા આગ્રહ કરવા લાગ્યો. આ જોઈ વિક્રમાદિત્ય નિર્લોભી ગુરુની મનમાં પ્રશંસા કરતાશિષ્યની પાછળ પાછળ ચાલ્યા. આશ્રમમાં પહોંચતા જ ગુરુને નમસ્કાર કરી પોતાની પાસેના પાંચ રત્ન તેમની સમક્ષ મૂકી
૪૮૨