SearchBrowseAboutContactDonate
Page Preview
Page 543
Loading...
Download File
Download File
Page Text
________________ સાતસો મહાનીતિ ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૩'માંથી : શુભંકર શ્રેષ્ઠીનું દ્રષ્ટાંત - શુભંકર શ્રેષ્ઠી પોતાના જન્મમાં એક લાખ જ્ઞાતિબંધુઓને ભોજન, એક લાખ કન્યાદાન, એક લાખ ગોદાન અને એક લાખ બ્રાહ્મણોને ભોજન એમ ચાર લાખ પૂરાં કરી મૃત્યુ પામ્યો. મૃત્યુ પામીને પોતાના ઘરની ભૂમિમાં જ્યાં દ્રવ્ય દાટેલું હતું ત્યાં સર્પ થયો. પછી દરરોજ પોતાના પુત્રાદિકને તે બીવરાવવા લાગ્યો. તેના ઘરની પડખે ઘર્મદાસ નામે એક શ્રાવક હતો. તે શુભંકર શ્રેષ્ઠી જેવો ઘનવાન નહોતો. તેથી વર્ષમાં એકવાર એક મુનિ, એક સાધ્વી, એક શ્રાવક અને એક શ્રાવિકાને ભાવપૂર્વક દાન આપતો હતો. તે પુણ્યથી તેને અવધિજ્ઞાન પ્રાપ્ત થયું હતું. એક દિવસે શુભંકર શ્રેષ્ઠીના પુત્રોએ પોતાને સર્પ બીવરાવે છે એ વાત ઘર્મદાસને જણાવી. તેથી ઘર્મદાસે તે પુત્રોને કહ્યું – “એ સર્પ તમારો પિતા છે. તેણે પૂર્વભવે લક્ષ જ્ઞાતિભોજન વગેરે કરી ષટું કાયનો આરંભ કરેલો છે. જ્ઞાતિભોજન કરાવતાં અનેક પત્રાવળીઓના ઢગલા ઉકરડા ઉપર થયા, તેમાં દ્વીંદ્રિય વગેરે અનેક જીવોની વિરાઘના થયેલી છે. એ પ્રમાણે ચાર લાખનું દાન કરતાં તેણે મહાપાપ ઉપાર્જન કરેલું છે તે તમે સ્વયમેવ સમજી લેજો. તે પાપથી આ ભવમાં તે સર્ષે થયેલ છે; તેમજ વળી તેણે મારા ઘર્મકૃત્યોની નિંદા કરી છે તેથી એ દુર્લભબોથી જીવ છે. અહીંથી મૃત્યુ પામીને તે નરકે જશે.' આવા ઘર્મદાસનાં વચન સાંભળી શુભંકર શ્રેષ્ઠીના પુત્રો પ્રતિબોઘ પામ્યા અને શ્રાવક થયા. ઘર્મદાસ તે જ ભવે મુક્તિને પામ્યા. પોતાના ત્રીજા ભવમાં શ્રી સંભવનાથનો જીવ, શ્રી દંડવીર્ય રાજા અને ઘર્મદાસ સાઘર્મી બંધુઓની સેવાથી પરમ સુખના સ્થાનને પ્રાપ્ત થયા.” (પૃ.૮૮) ૬૬૮. બુદ્ધિની વૃદ્ધિના નિયમો તજે નહીં. બુદ્ધિનો વિકાસ થાય તેવા નિયમોને વળગી રહું, પણ ત્યાગુ નહીં. બુદ્ધિની વૃદ્ધિ કરવા અલ્પ આહાર કરું. વારંવાર ભોજન કરું નહીં, સમયસર સૂઉં અને સમયસર ઊઠું કે જેથી બુદ્ધિનો વિકાસ થાય. બુદ્ધિ વૃદ્ધિના નિયમો પાળી પ્રતિદિન સપુરુષોના વચનોના વિચારમાં નિયમિતપણે રહ્યું કે જેથી વસ્તુસ્વરૂપ જાણી સંસારનો મોહ મટી જઈ મારા આત્માનું કલ્યાણ થાય. બુદ્ધિના આઠ ગુણો – (૧) શુશ્રુષા (૨) શ્રવણ (૩) ગ્રહણ (૪) ઘારણ (૫) વિજ્ઞાન (૬) ઉહા (૭) અપોહ (૮) તત્ત્વાભિનિવેશ. એ આઠ ગુણો વડે બુદ્ધિનો વિકાસ થાય છે. ૬૬૯. દાસત્વ-પરમ-લાભ ૮ દાસપણું કરીને ઘણો લાભ થતો હોય તો પણ તેનો ત્યાગ કરું. કારણ દાસત્વ-દાસપણું તે પરાધીનતા છે. કહ્યું છે કે “પરાધીન સપને હું સુખ નાહી.” પરાથી વ્યક્તિને સ્વપ્નમાં પણ સુખ નથી. શ્રી યશોવિજયજી મહારાજે પણ આઠ દૃષ્ટિની સક્ઝાયમાં કહ્યું કે સઘળું પરવશ તે દુઃખ લક્ષણ, નિજવશ તે સુખ લહીએ.” તેમજ “ઘન ખેતી ધિક્ ચાકરી, ઘન ઘન હો વ્યાપાર.” માટે દાસત્વપણામાં પરમ લાભ થતો હોય તો પણ તેને ત્યાગું અને સ્વતંત્ર જીવન જીવવા માટે ઉદ્યમ કરું. “શ્રી જૈનહિતોપદેશ'માંથી - કોઈની પાસે દીનતા દાખવું નહીં તુચ્છ સ્વાર્થની ખાતર અન્ય પાસે દીનતા કરવી યોગ્ય નથી. જો દીનતા-નમ્રતા કરવા ચાહો તો ૪૮૧
SR No.009139
Book TitleSatso Mahaniti
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size157 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy