________________
સાતસો મહાનીતિ
પધાર્યા. પોતાને વાંચતા આવડતું નથી પણ આ મહાત્માને આ ગ્રંથ ઉપયોગી થશે એમ જાણી તેમને ભાવપૂર્વક એ ગ્રંથ વહોરાવી દીધો. ત્યાંથી દેહ છોડીને એ ભરવાડ સીઘા કુંદકુંદાચાર્ય થયા. તેમણે સમયસાર વગેરે ઘણા શાસ્ત્રો રચ્યા.
‘પ્રશ્ન—કુંદકુંદાચાર્ય વિદેહક્ષેત્રમાં કેવી રીતે ગયા હતા ?
ઉત્તર—કુંદકુંદાચાર્યે અહીં ઊભા રહી સીમંઘરસ્વામીને નમસ્કાર કર્યા. ત્યાં સીમંઘરસ્વામીએ ‘ધર્મવૃદ્ધિરસ્તુ’ એમ કહ્યું. તે વખતે ત્યાં કુંદકુંદાચાર્યનો ઓળખીતો દેવ હતો. તેણે ભગવાનને પૂછ્યું, હે ભગવાન ! આપે કોને કહ્યું ? ભગવાન બોલ્યા : ભરતક્ષેત્રમાં એક કુંદકુંદમુનિ છે તેમણે મને નમસ્કાર કર્યા છે, તેમને કહ્યું છે. ત્યારે તે દેવને થયું કે મુનિની ભાવના હોય તો હું અહીં લઈ આવું. પછી તે દેવ કુંદકુંદાચાર્ય પાસે આવ્યો, પણ તે વખતે મુનિ કાઉસગ્ગમાં હતા તેથી દેવ પાછો ચાલ્યો ગયો. પછી ફરી નમસ્કાર કર્યા ત્યારે, તેથી ભગવાને ફરીથી ‘ધર્મવૃદ્ધિરસ્તુ' એમ કહ્યું. ત્યારે તે દેવે ફરી પૂછ્યું કે હે ભગવન્! આ તમે કોને ધર્મવૃદ્ધિ કરવાનું કહ્યું. ભગવાન બોલ્યા : તે મુનિને. પછી તે દેવ ફરીથી મુનિ પાસે આવ્યો. તે વખતે મુનિ કાઉસગ્ગમાં નહોતા. તેથી વિમાનમાં બેસાડી ભગવાન પાસે લઈ આવ્યો.’ (બો.હ.નોટ નં.૨ પૃ.૯૦૪)
‘શ્રીમદ્ રાજચંદ્ર'માંથી :- “કુંદકુંદાચાર્ય અને આનંદઘનજીને સિદ્ધાંત સંબંધી જ્ઞાન તીવ્ર હતું. કુંદકુંદાચાર્યજી તો આત્મસ્થિતિમાં બહુ સ્થિત હતા.’’ (વ.પૃ.૪૫૮)
માણેકડોસીનું દૃષ્ટાંત – આપણને વાંચતા આવડે કે ન આવડે પણ વીતરાગના વચનો પ્રત્યે બહુમાન છે તે જીવને ઘણા પુણ્યબંધનું કારણ છે. પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીના સમયમાં આશ્રમમાં માણેક ડોશીમાં ત્રણ વાગ્યે ઊઠીને ગોમ્મટસાર જેવો ગ્રંથ સાંભળવા જાય. તે વિષે પ.પૂ. પ્રભુશ્રીજીએ કહ્યું કે – ‘ઉપદેશામૃત'માંથી ઃ– “આ માણેક ડોશી રોજ આવે છે. તેમને સમજાય કશું નહીં પણ સાંભળવાની ઇચ્છા કરે તો કંઈ ફાયદો થાય કે નહીં?
જો તેમાં ને તેમાં માથાં મારે તો કર્મ જગ્યા આપે છે. જ્ઞાની અંતર્મુહૂર્તમાં કોટિ કર્મનો ક્ષય કરે છે. તેમ કોઈ સમકિતી–શ્રદ્ધાવાળો જીવ હોય તેને શાસ્ત્ર સાંભળવાનો લક્ષ છતાં સમજાય નહીં તો ય કંઈ તે ક્રિયાનું ફળ થતું હશે કે નહીં?
મુમુક્ષુ – પહેલા માગધી ભાષાની ખબરેય નહીં. હવે તે ગાથા વાંચતાં કરતાં ઠીક ફાવે છે. તે ન સમજાયા છતાં માથાં માર્યાનું પરિણામ છે.
પ્રભુશ્રી – એ ગુડગુડિયો વૈષ્ણવ. તેથી તેને પહેલાં તો બધાંની પેઠે વૈકુંઠ, ગોલોક અને એવો ખ્યાલ હશે. પણ હવે શાસ્ત્રમાં કેવી ગમ પડે છે? આ ય કેવો હતો? પણ વાંચીને માહિત થયો તો જાણ્યું ને? એમ શું થાય છે તે આપણને શું ખબર પડે? પણ જ્ઞાની જાણી રહ્યા છે. કંઈ અજબ વાત છે!
ઘનાભદ્રનું દૃષ્ટાંત – ધના શ્રાવકનો જીવ કેવો હતો ? ઢોરાં ચારે તેવો. તેને મુનિનો યોગ થયો, ત્યાં બોધ સાંભળ્યો; અને સમજાય ન સમજાય પણ મારે તેમણે કહ્યું તેમ કરવું છે – આ વ્રત લઉં, આ વ્રત લઉં એમ ભાવના રહી હતી અને કંઈ કર્યું ન હતું છતાં એટલામાં (ભાવનામાં ને ભાવનામાં) મરણ થવાથી દેવ થઈને ચવીને ઘનો શ્રાવક થઈ મોટો લક્ષાધિપતિ થયો, કેટલીય કન્યાઓ પરણ્યો અને મોક્ષની તૈયારી કરી. જ્ઞાનીની આજ્ઞાએ શ્રુતજ્ઞાન સાંભળતાં પરોક્ષ જ્ઞાન થાય છે અને દીનબંધુની
૩૧૩