________________
સાતસો મહાનીતિ
કૃપાનજરથી પછી પ્રત્યક્ષ જ્ઞાન થાય છે, પુદ્ગલ અને જીવ જુદાં જણાય છે.” (પૃ.૩૨૫) કુમારપાળ રાજાને પોતાના ગુરુ શ્રી હેમચંદ્રાચાર્યના વચનો પ્રત્યે કેવું બહુમાન હતું તે
નીચે પ્રમાણે ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૪'માંથી :
કુમારપાળરાજાની નીરાગી વચનો પ્રત્યે અજબ ભક્તિ. કુમારપાળરાજાની ગુરુભક્તિનું દ્રષ્ટાંત – શ્રી પાટણનગરમાં કુમારપાળ રાજા રાજ્ય કરતા હતા. તે જિનેન્દ્રોએ કહેલા આગમની આરાધના કરવામાં તત્પર હતા, તેથી તેણે જ્ઞાનના એકવીસ ભંડાર કરાવ્યા. વળી ત્રેસઠ શલાકાપુરુષનાં ચરિત્રો સાંભળવાની ઇચ્છા થવાથી શ્રી હેમચંદ્રાચાર્ય ગુરુ પાસે પ્રાર્થના કરીને ૩૬૦૦૦ શ્લોક પ્રમાણ શ્રી ત્રિષષ્ટિશલાકાપુરુષ ચરિત્રની રચના કરાવી. તે ચરિત્રને સુવર્ણ તથા રૂપાના અક્ષરે લખાવીને, પોતાના મહેલમાં લઈ જઈ ત્યાં રાત્રિજાગરણ કરીને પ્રાતઃકાળે પટ્ટહસ્તી ઉપર તે ચરિત્રના પુસ્તકો પઘરાવી તેના પર અનેક છત્ર ઘારણ કરાવી, સુવર્ણના દંડવાળા બોત્તેર ચામરથી વીંઝાતા મોટા ઉત્સવપૂર્વક ઉપાશ્રયે લઈ ગયા. ત્યાં તેની સુવર્ણ, રત્ન, પટ્ટલ વિગેરેથી પૂજા કરીને બોત્તેર સામંત રાજાઓ સહિત વિધિપૂર્વક ગુરુ પાસે તેનું વ્યાખ્યાન સાંભળ્યું. એ જ પ્રમાણે અગિયાર અંગ અને બાર ઉપાંગ વિગેરે સિદ્ધાંતોની એક એક પ્રત સુવર્ણ વિગેરેના અક્ષરથી લખાવી, અને ગુરુના મુખથી તેનું વ્યાખ્યાન સાંભળ્યું તથા યોગશાસ્ત્ર અને વીતરાગ સ્તવના મળીને બત્રીશ પ્રકાશ સુવર્ણના અક્ષરથી હાથપોથી માટે લખાવીને હમેશાં મૌનપણે એક વખત તેનો પાઠ કરવા લાગ્યા. તે પોથીની દરરોજ દેવપૂજા વખતે પૂજા કરવા લાગ્યા.
તેમજ “ગુરુએ કરેલા સર્વ ગ્રંથો મારે અવશ્ય લખાવવા.” એવો અભ્રિગ્રહ લઈને સાતસો લહિયાને લખવા બેસાડ્યા. એક વખત પ્રાતઃકાળે ગુરુને તથા દરેક સાધુને વિધિપૂર્વક વાંચીને રાજા લેખકશાળા જોવા ગયા. ત્યાં લહિયાઓને કાગળના પાનામાં લખતાં જોઈને રાજાએ ગુરુને તેનું કારણ પૂછ્યું. ત્યારે ગુરુએ કહ્યું કે – “હે ચૌલુક્ય દેવ! હાલ જ્ઞાનભંડારમાંથી તાડપત્રોની ઘણી ખોટ છે, માટે કાગળના પાનામાં ગ્રંથો લખાય છે.” તે સાંભળીને રાજા લજ્જિત થયો, અને મનમાં વિચારવા લાગ્યો કે - “અહો! નવા ગ્રંથો રચવામાં ગુરુની અખંડ શક્તિ છે, અને મારામાં તો ગ્રંથો લખાવવાની પણ શક્તિ નથી, તો પછી મારું શ્રાવકપણું શું?” એમ વિચારીને તે ઊભો થઈને બોલ્યો – “હે ગુરુ! ઉપવાસનું પ્રત્યાખ્યાન આપો.” તે સાંભળી “આજે શેનો ઉપવાસ છે”? એમ ગુરુએ પૂછ્યું ત્યારે રાજાએ કહ્યું કે – “અત્યાર પછી જ્યારે તાડપત્ર પૂરાં થાય ત્યારે જ મારે ભોજન કરવું.” તે સાંભળીને ગુરુએ કહ્યું કે- “શ્રીતાડના વૃક્ષો જે લખવામાં કામ આવે છે તે અહીંથી ઘણા દૂર છે, તો તે શી રીતે જલ્દી મળી શકશે?” એમ ગુરુએ તથા સામંતો વિગેરેએ બહુમાન સહિત ઘણા વાર્યા, તો પણ તેમણે તો ઉપવાસ કર્યો. શ્રીસંઘે તેમની સ્તુતિ કરી કે –
“અહો! શ્રી કુમારપાળ રાજાની જિનાગમને વિષે કેવી ભક્તિ છે? તેમજ અહો! ગુરુને વિષે તેનું બહુમાન પણ કેવું છે? અને અહો તેનું સાહસ પણ કેવું નિસીમ છે.?
પછી શ્રીકુમારપાળ રાજા પોતાના મહેલના ઉપવનમાં જઈને ત્યાં રહેલા ખરતાડ વૃક્ષોની ચંદન, કપૂર વિગેરેથી પૂજા કરીને જાણે પોતે મંત્રસિદ્ધ હોય તેમ બોલ્યા કે –
૩૧૪