________________
સાતસો મનનીતિ
“હે ખરતાડનાં વૃક્ષો! જો મારું મન પોતાના આત્માની જેમ જૈન મતમાં આદરવાળું હોય તો તમે શ્રીતાડના વૃક્ષો થઈ જાઓ.’’ એમ કહીને રાજાએ કોઈ એક ખરતાડ વૃક્ષના જે લખવામાં કામ આવતા નથી તેના સ્કંધ પ્રદેશ ઉપર પોતાનો સુવર્ણનો હાર મૂક્યો, પછી એ પ્રમાણે કરીને રાજા મહેલમાં જઈ ધર્મધ્યાનમાં તત્પર થઈને રહ્યો એટલે શાસનદેવતાએ ખરતાડનાં વૃક્ષોને શ્રીતાડનાં વૃક્ષો બનાવી દીધા.'
પ્રાતઃકાળે ઉપવનનાં રક્ષકોએ આવીને રાજાને તે વૃત્તાંત નિવેદન કર્યું. એટલે રાજાએ પણ તેઓને ઈનામ આપીને આનંદ પમાડ્યા. પછી તેનાં પત્રો લઈને ગુરુ પાસે મૂકી વંદના કરી. ગુરુએ “ આ ક્યાંથી?’· એમ પૂછ્યું એટલે રાજાએ વિનયથી
સર્વ સભાસદોને ચમત્કાર પમાડનાર તે વૃત્તાંત નિવેદન કર્યું. પછી હેમચંદ્રાચાર્ય કર્ણને અમૃત સમાન તે વૃત્તાંત સાંભળીને રાજા અને સભાસદો સહિત તે ઉપવનમાં ગયા. ત્યાં રાજાના કહેવા પ્રમાણે પૂર્વે નહીં સાંભળેલ તેવું નજરે જોયું. તે વખતે બ્રાહ્મણો તથા દેવબોધી (બૌધાચાર્ય) વિગેરે નગરના લોકો પણ ખરતાડનાં વૃક્ષોને શ્રીતાડનાં વૃક્ષો થયેલાં જોઈ વિસ્મય તથા આશ્ચર્ય પામ્યા. (પૃ.૨૦૩ થી ૨૦૫) ૪૨૧. નીરાગી ગ્રંથો વાંચું.
નીરાગી પુરુષોના રચેલા ગ્રંથો વાંચું. તે જીવને નીરાગી બનાવી શકે. રાગી પુરુષોના લખેલા ગ્રંથો નીરાગી બનાવી શકે નહીં. માટે પરમકૃપાળુદેવ જણાવે છે કે –
“કહેવાતા આધુનિક મુનિઓનો સૂત્રાર્ય શ્રવણને પણ અનુકૂળ નથી.” (પૃ.૨૫૦)
તીર્થંકર ભગવાને જે દેશના આપી, તે સાંભળીને ગણઘરોએ તેને સૂત્રોમાં ગૂંથી. તેના અર્થ આધુનિક એટલે આજકાલના આત્મજ્ઞાન રહિત મુનિઓ કરે તે વાંચવા યોગ્ય કે સાંભળવા યોગ્ય નથી. માટે નીરાગી પુરુષોના ગ્રંથો વાંચવાની ટેવ પાડું. સંસારમાં રાગ રહિત થવું એ જ અનંતસુખનું કારણ જ્ઞાનીઓ કરે છે.
*શ્રીમદ્ રાજચંદ્ર'માંથી – “સશાસ્ત્રનો પરિચય નિયમપૂર્વક નિરંતર કરવા યોગ્ય છે.’” વિપૃ.=૯)
“તે સમાગમનો યોગ ન હોય ત્યારે આરંભ પરિગ્રહ પ્રત્યેથી વૃત્તિને ઓસરાવી સત્શાસ્ત્રનો પરિચય વિશેષ કરીને કર્તવ્ય છે. વ્યાવહારિક કાર્યોની પ્રવૃત્તિ કરવી પડતી હોય તો પણ તેમાંથી વૃત્તિને મોળી પાડવા જે જીવ ઇચ્છે છે તે જીવ મોળી પાડી શકે છે; અને સત્શાસ્ત્રના પરિચયને અર્થે ઘણો અવકાશ પ્રાપ્ત કરી શકે છે.
“સત્સમાગમ, સત્શાસ્ત્ર અને સદાચારમાં દૃઢ નિવાસ એ આત્મદશા થવાનાં પ્રબળ અવલંબન છે. સન્સમાગમનો યોગ દુર્લભ છે, તો પણ મુમુક્ષુએ તે યોગની તીવ્ર જિજ્ઞાસા રાખવી અને પ્રાપ્તિ કરવી યોગ્ય છે. તે યોગના અભાવે તો અવશ્ય કરી સાસ્ત્રરૂપ વિચારના અવલંબને કરી સદાચારની જાગૃતિ જીવે રાખવી ઘટે છે.'' (વ.પુ.૧૧)
૩૧૫