________________
સાતસો મહાનીતિ
ચિત્ત સ્થિર રહેતું નથી અને ભૂંડા ભોગો મેળવવા ભટક્યા કરે છે. મોક્ષે લઈ જાય તેવા મહાપુરુષોની તનમનધનથી સેવા પૂર્વે થઈ નહીં હોય તેથી આ ભવમાં મોક્ષે જવા યોગ્ય
સામગ્રી મળ્યા છતાં, મોક્ષ કરતાં મોહ વઘારે સારો લાગે છે. જો આ ભવમાં પૂર્વભવના જેવી જ ભૂલો કરી ફરી વર્તન તેવું જ રાખીશ એટલે આ ભવમાં જો સત્પરુષ આદિ પ્રત્યે કપટબુદ્ધિ સેવીશ, તો સ્ત્રીવેદ છેદવાનો લાગ આ ભવમાં મળ્યો છે તે વહી જશે; અને પરભવમાં કાગડી, કૂતરી, બિલાડી કે ગધેડી જેવા હલકા ભવોમાં સ્ત્રીવેદ પાછળ ને પાછળ ફરશે. જો ભગવાનતુલ્ય સપુરુષ આ ભવમાં મળ્યા છે તેમણે આપેલા વ્રત, મોહને વશ થઈને કે કોઈની ભૂંડી શિખામણથી ભોળવાઈને તોડીશ તો ભવિષ્યમાં ઘણા ભવ રંડાપો ભોગવવાનું લલાટે લખાશે. જો હજી વિષયભોગોનો લોભ નહીં છોડું તો નરકમાં કરોડો વર્ષ સુધી દુઃખો ભોગવી, એવા ભવમાં ભટકવું પડશે કે જ્યાં ભોગોની પ્રાપ્તિમાં અંતરાય સદાય પડ્યા કરશે.” (પૃ.૩૬૩) માટે મોહમાં ફસાઈ જવાના નિમિત્ત સમા પરઘેર જવાની આદત રાખું નહીં. ૨૧૩. કોઈ પુરુષ સાથે વાત કરું નહીં.
વિકારભાવથી કોઈ પુરુષ સાથે વાત કરું નહીં. વિધવા છું માટે કોઈ પુરુષ સાથે ખાસ પ્રયોજન વગર વાત કરું નહીં.
સુભદ્રાનું દ્રષ્ટાંત – સુભદ્રા ઘનાની સ્ત્રી હતી. કર્મવશા થનો ભાઈઓના ક્લેશને કારણે પરદેશ ગયો. તે ગયા પછી ભાઈઓની માલમિલક્ત, સર્વ નાશ પામ્યું. તેથી તે પણ પરદેશ ગયા. યોગાનુયોગ જ્યાં ઘનો રહેતો હતો તે ગામમાં જ બઘા ભાઈઓ અને સુભદ્રા આવી કામે લાગ્યા. સુભદ્રા થનાને ત્યાં છાશ લેવા ગઈ ત્યારે ઘનાએ બોલાવી તો પણ નહીં ઓળખવાથી તેના સાથે બોલી નહીં; એના સામું પણ જોયું નહીં. પછી ઘન્નાએ કહ્યું કે તમારા પતિને કોઈ ચિહ્ન છે? તે સાંભળી તેણે પગમાં પદ્મનું ચિહ્ન જોયું ત્યારે વાત કરી અને સામું જોયું ત્યારે ખબર પડી કે આ મારા પતિ છે. નહીં તો સામુ પણ જોયું નહીં. એમ પુરુષો સાથે ખાસ કારણ વગર બોલું નહીં. ૨૧૪. ચંચળતાથી ચાલું નહીં.
આમ તેમ જોતી ચાલું નહીં. જેથી બીજાને મોતનું કારણ થાય. પણ ગંભીરતાપૂર્વક ચાલું. “શ્રીમદ્ રાજચંદ્ર'માંથી - “ચાલ ગંભીર અને ઘીમી રાખવી’ (વ.પ્ર.૭૮)
સમાધિસોપાન' માંથી :- ઉદ્ધતાઈથી અભિમાનભરી ચાલ, નજર, વચન, ઊઠવું, બેસવું દૂરથી છોડી દે તેને લોકમાન્ય માર્દવ (વિનય) ગુણ પ્રગટે છે. (સ.પૃ.૨૭૫) ૨૧૫. તાળી દઈ વાત કરું નહીં.
કુળવાન સ્ત્રી તાળી દઈ વાત કરે નહીં. નીચકુળની સ્ત્રીઓ કે નપુસંકો તાળી દઈને વાતો કરે. માટે તાળી દઈ વાત કરું નહીં. પણ સભ્યતાથી મર્યાદાપૂર્વક વાર્તાલાપ કરું. ૨૧૬. પુરુષ લક્ષણ રાખું નહીં.
પુરુષનો પહેરવેષ પહેરું નહીં. પુરુષની જેમ જોશભેર ચાલું નહીં કે ખડખડ હસું નહીં; પણ ભગવંતે ઉપદેશેલ સ્ત્રીના મર્યાદા ઘર્મમાં હંમેશાં રહું.
૧૧૦